Friday, November 22, 2024
More
    હોમપેજદેશગલીઓમાં અર્ધનગ્ન સ્થિતિમાં 3 કલાક ભટકતી રહી લોહીથી લથપથ બાળકી: ઉજ્જૈનમાં 12...

    ગલીઓમાં અર્ધનગ્ન સ્થિતિમાં 3 કલાક ભટકતી રહી લોહીથી લથપથ બાળકી: ઉજ્જૈનમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે FIR નોંધી કાર્યવાહી હાથ ધરી

    હોસ્પિટલમાં મેડિકલ તપાસ દરમિયાન બાળકીના પ્રાઇવેટ પર ગંભીર ઈજાના નિશાન હોવાનું પણ સામે આવ્યું હતું. એ ઉપરાંત ડોક્ટરે બાળકીનો બળાત્કાર થયું હોવાની માહિતી પોલીસ વિભાગને આપી હતી. વધુ પડતાં રક્તસ્ત્રાવને કારણે બાળકીને ઈન્દોર રેફર કરવામાં આવી હતી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. લોહીથી લથપથ બળાત્કાર પીડિતા કલાકો સુધી કપડાં વગર ઉજ્જૈનની ગલીઓમાં ભટકતી રહી. લોકોને મદદ માટે વિનંતી કરતી રહી પણ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. આ ઘટનાઓ એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. ઘણા સમય સુધી ભટક્યા બાદ પોલીસ તે બાળકીને લઈને સારવાર માટે હોસ્પિટલ લઈ હતી. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે (25 સપ્ટેમ્બરે) બનવા પામી હતી. ઉજ્જૈનમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. લોહીલુહાણ હાલતમાં પીડિત સગીરા અઢી કલાક સુધી ભટકતી રહી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળકીએ ત્યાં હાજર ઘણા લોકોની મદદ માંગી હતી પણ કોઈ વ્યક્તિ તેની મદદ કરવા માટે આગળ આવ્યું નહોતું. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

    હોસ્પિટલમાં મેડિકલ તપાસ દરમિયાન બાળકીના પ્રાઇવેટ પર ગંભીર ઈજાના નિશાન હોવાનું પણ સામે આવ્યું હતું. એ ઉપરાંત ડોક્ટરે બાળકીનો બળાત્કાર થયું હોવાની માહિતી પોલીસ વિભાગને આપી હતી. વધુ પડતાં રક્તસ્ત્રાવને કારણે બાળકીને ઈન્દોર રેફર કરવામાં આવી હતી. જ્યાં તેને લોહી ચડાવવામાં આવ્યું હતું. હાલ તે ખતરાની બહાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

    - Advertisement -

    પ્રયાગરાજ વિસ્તારની હોય શકે છે બાળકી

    બાળકીની ભાષાને કારણે પોલીસને તપાસમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉજ્જૈનના SP સચિન શર્માએ ઉત્તરપ્રદેશની મહિલા એક્સપર્ટ પાસેથી બાળકીની વાતને સમજી હતી અને તેના પરથી એ જાણવા મળ્યું છે કે બાળકી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ વિસ્તારની હોય શકે છે. બાળકી જે ભાષા બોલે છે તે ત્યાંનાં એક સમુદાય દ્વારા બોલવામાં આવે છે. મધ્ય પ્રદેશ પોલીસ UP પોલીસનો સંપર્ક કરીને સગીરાના પરિવારને શોધવા પ્રયાસ કરી રહી છે.

    પોલીસ અને સાયબર ટીમ કરી રહી છે તપાસ, ઓટો ડ્રાઈવરને કસ્ટડીમાં લેવાયો

    પોલીસ અને સાયબર ટીમ સીસીટીવી ફૂટેજથી લઈને લોકોની પૂછપરછ સુધીની તપાસ કરી રહી છે. ઈન્દોર-નાગદા બાયપાસ પર હાર્ટ સ્પેશ્યલ કોલોનીના વિસ્તારમાં પોલીસને કેટલીક કડીઓ મળી છે. મહાકાલ પોલીસ સ્ટેશનની સાથે નીલગંગા પોલીસ પણ તપાસમાં લાગેલી છે. સાયબર નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ આ વિસ્તારની આસપાસના સીસીટીવી ફૂટેજની મદદ લઈને તપાસ આગળ વધારી રહી છે.

    પોલીસને સીસીટીવી ફૂટેજમાં હાર્ટ સ્પેશ્યલ રોડ પર એક ઓટો ડ્રાઈવર પીડિતા સાથે જોવા મળ્યો હતો. સીસીટીવીની મદદથી ઓટો ડ્રાઈવરની ઓળખ કરીને તેને કસ્ટડીમાં લેવાયો છે. પોલીસ સાથે વાત કરતી વખતે બાળકીએ જણાવ્યું હતું કે તે ક્રૂરતાનો શિકાર બન્યા બાદ પોતાનો જીવ બચાવવા ભાગી ગઈ હતી. હાલ ઓટો ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    અજ્ઞાત આરોપી વિરુદ્ધ નોંધાઈ FIR

    ઉજ્જૈનના SP સચિન શર્માએ જણાવ્યું હતું કે, “અજ્ઞાત આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. બાળકીની હાલત ગંભીર હોવાથી તેને ઈન્દોર રિફર કરાઇ હતી અને હાલ તેને સારી હોસ્પિટલ સેવાઓ આપવામાં આવી રહી છે. આ મામલે SIT ટીમ બનાવવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ છે.”

    SP શર્માએ ઉમેર્યું હતું કે, ઘટના સ્થળ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે અજાણ્યા આરોપી વિરુદ્ધ FIR નોંધી છે. જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં