Friday, November 22, 2024
More
    હોમપેજદેશરફીક દલિત મહિલા પર કરતો રહ્યો દુષ્કર્મ, બેગમ સામે બેસીને જોતી રહી:...

    રફીક દલિત મહિલા પર કરતો રહ્યો દુષ્કર્મ, બેગમ સામે બેસીને જોતી રહી: કર્ણાટકમાં 7 સામે નોંધાઈ ફરિયાદ, બુરખો પહેરવા-ઈસ્લામ કબૂલવા પણ કરતા હતા દબાણ

    મહિલાએ ફરિયાદમાં કહ્યું કે, તેને જાતિ આધારિત અપશબ્દો પણ કહેવામાં આવતા હતા. આરોપ છે કે, મહિલાને વારંવાર દબાણ કરવામાં આવતું હતું કે, તે તેના પતિને તલાક આપીને ઈસ્લામ કબૂલ કરે. સાથે જ ધમકી આપવામાં આવી હતી કે, જો તે આવું નહીં કરે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.

    - Advertisement -

    કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના બનવા પામી છે. અહીં 28 વર્ષની એક પરિણીત દલિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, રફીક અને તેની બેગમ તેના પર ઈસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આરોપ છે કે, રફીકે તેની બેગમ સામે જ હિંદુ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓ પીડિત મહિલાને તેના અશ્લીલ વિડીયો બતાવીને બ્લેકમેલ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, ફરિયાદમાં મહિલાએ કહ્યું છે કે, રફીકે તેની બેગમની સામે જ તેના સાથે દુષ્કર્મ આચર્યું છે. સાથે જ આરોપ છે કે, તેને કુમકુમ લગાવવાની જગ્યાએ બુરખો પહેરાવવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી.

    ફરિયાદ અનુસાર, રફીક અને તેની બેગમે દલિત મહિલાને પહેલાં તો કર્ણાટકમાં સ્થિત બેલગાવીમાં આવેલા પોતાના ઘર પર રહેવા માટે દબાણ કર્યું હતું. આરોપ છે કે, પછી રફીક અને તેની બેગમે પીડિતાને તે જ કરવાનું કહ્યું હતું, જે તેઓ ઇચ્છતા હતા. ફરિયાદ અનુસાર, ગયા વર્ષે જ્યારે મહિલા રફીક અને તેની બેગમ સાથે રહેતી હતી, ત્યારે બેગમની સામે જ રફીકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ હવે મિયાં-બીવી દલિત મહિલાને કુમકુમ ન લગાવવા તથા બુરખો પહેરીને પાંચ સમયની નમાજ પઢવા માટે દબાણ કરી રહ્યા હતા. તેમણે મહિલાને ઈસ્લામ કબૂલવા માટે દબાણ પણ કર્યું હતું.

    મહિલાએ ફરિયાદમાં કહ્યું કે, તેને જાતિ આધારિત અપશબ્દો પણ કહેવામાં આવતા હતા. આરોપ છે કે, મહિલાને વારંવાર દબાણ કરવામાં આવતું હતું કે, તે તેના પતિને તલાક આપીને ઈસ્લામ કબૂલ કરે. સાથે જ ધમકી આપવામાં આવી હતી કે, જો તે આવું નહીં કરે તો તેને જાનથી મારી નાખવામાં આવશે અને અશ્લીલ ફોટા પણ વાયરલ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    મહિલાએ આ મામલે સૌનદત્તી પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કર્ણાટક ધર્મની સ્વતંત્રતાના અધિકાર સંરક્ષણ અધિનિયમ, IT એક્ટની સંબંધિત કલમો, SC/ST એક્ટ અને બળાત્કાર, અપહરણ, ફોજદારી ધમકી માટે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ રફીક અને તેની બેગમ સહિત કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

    કર્ણાટકમાં નેહાની પણ કરવામાં આવી હતી હત્યા

    નોંધનીય છે કે, કર્ણાટકમાં આ પહેલાં તાજેતરમાં જ હિંદુ યુવતી પર અત્યાચારનો મામલો સામે આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જ એક કોંગ્રેસ નેતાની પુત્રી નેહાની સરજાહેરમાં હત્યા કરવામાં આવી હતી. ઘટનાનો આરોપી નેહા સાથે જ અભ્યાસ કરી રહેલો ફયાઝ હતો. સાથે એ પણ જાણવા મળ્યું હતું કે, ફયાઝ તે યુવતી સાથે રિલેશનશિપમાં આવવા માંગતો હતો, પરંતુ નેહાએ તેનું પ્રોપઝલ નકારી દેતા તેણે આ જેહાદી ઘટનાને અંજામ આપ્યો હતો.

    ફયાઝ કોલેજની બહાર નેહાની રાહ જોઈને ઊભો હતો અને જેવી નેહા બહાર આવી કે તરત જ આરોપીએ તેના પર છરાથી હુમલો કરી દીધો હતો. તેણે નેહાના ગળા પર જોરથી છરાના ઘા ઝીંક્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ફયાઝ ચહેરો ઢાંકીને આવ્યો હતો. નેહાના ગળામાંથી લોહી વહેવા લાગ્યું કે તરત જ તે હાથમાં હથિયાર લઈને ત્યાંથી ભાગી ગયો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં