Friday, June 28, 2024
More
    હોમપેજગુજરાતપાટણમાં સાહિલે સગીરાનો બળાત્કાર કરી બનાવ્યો વિડીયો, છોકરીએ વિરોધ કરતા વાયરલ કરવાની...

    પાટણમાં સાહિલે સગીરાનો બળાત્કાર કરી બનાવ્યો વિડીયો, છોકરીએ વિરોધ કરતા વાયરલ કરવાની આપી ધમકી: પીડિતાની બહેનોને પણ મોકલ્યો, ફરિયાદ બાદ ધરપકડ

    બળાત્કારની ઘટના લગભગ 7 મહિના પહેલાની છે. વારાહી ગામમાં રહેતા સાહિલ પીરા કુંભાર નામના મુસ્લિમ યુવકે 29 નવેમ્બર 2023ના રોજ બપોરે સગીરાનું અપહરણ કરી લીધું હતું.

    - Advertisement -

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામે સાહિલ પીરા કુંભાર નામના મુસ્લિમ યુવકે અપહરણ કરી સગીરાનો બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ બળાત્કારનો વિડીયો બનાવી વાયરલ કરી દીધો છે. આરોપી વારાહીનો જ રહેવાસી છે, તેણે સગીરા પર સાત મહિના પહેલા બળાત્કાર કર્યો હતો અને તેનો વિડીયો બનાવી લીધો હતો. તાજેતરમાં સગીરાએ સંપર્ક રાખવાની ના પડતા તેણે વિડીયો તેની બહેનોને વોટ્સએપ પર મોકલી આપ્યો હતો. આ મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

    દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર બળાત્કારની ઘટના લગભગ 7 મહિના પહેલાની છે. વારાહી ગામમાં રહેતા સાહિલ પીરા કુંભાર નામના મુસ્લિમ યુવકે 29 નવેમ્બર 2023ના રોજ બપોરે સગીરાનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરીને તે સગીરાને પોતાના જ ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ તેણે ડરાવી-ધમકાવીને સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન સાહિલે સગીરાનો આપત્તિજનક વિડીયો બનાવીને ફોટા પાડી દીધા હતા. ત્યાર બાદ તેણે સગીરાને તેના ઘરે મોકલી દીધી હતી.

    બળાત્કાર અને તેનો વિડીયો બનાવ્યા બાદ સાહિલ સગીરા પર સંબંધ રાખવા અને સતત સંપર્ક રાખવા દબાણ કરતો હતો. ડરના માર્યા સગીરાએ થોડા સમય સાહિલનું કહ્યું કર્યું, પરંતુ તાજેતરમાં જ તેણે સંપર્ક તોડી નાખ્યો હતો. આથી ઉશ્કેરાયેલા સાહિલે પહેલા તો તેને ધમકી આપી. ધમકીઓ બાદ પણ પીડિતા તેની વાત ન માનતા અંતે સાહિલે તેના આપત્તિજનક વિડીયો વાયરલ કરી દીધા હતા. તેણે પીડિતાની 2 બહેનોના ફોનમાં પણ વિડીયો મોકલી આપ્યા હતા.

    - Advertisement -

    વિડીયો વાયરલ થયા બાદ સગીરાના પરિવારે વારાહી પોલીસ સ્ટેશનમાં સાહિલ વિરુદ્ધ બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે સાહિલની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. પૂછપરછમાં સાહિલે ગુનો કબૂલી લીધો છે. આ મામલે તપાસ કરી રહેલા PI એએસ વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વારાહી ગામે સગીરાનો બળાત્કાર કરનાર સાહિલનું મેડીકલ થઇ ચુક્યું છે અને તેના ફોનને પણ FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. હાલ સાહિલ વિરુદ્ધ ધારા ધોરણો અનુસાર ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં