Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'ચ##રોની છોકરીઓ મોજ માટે જ હોય છે': 42 વર્ષના જુનૈદે હિંદુ સગીરા...

    ‘ચ##રોની છોકરીઓ મોજ માટે જ હોય છે’: 42 વર્ષના જુનૈદે હિંદુ સગીરા પર આચર્યું દુષ્કર્મ, સમાધાન નહીં કરવા પર આરીફ-જમીરુદ્દીને આપી પરિજનોને હત્યાની ધમકી

    પીડિતાના પિતાએ આ મામલે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું અને બીજા દિવસે પોલીસ સ્ટેશન જવા રવાના થયા હતા. રસ્તામાં તેમને ગામના જમીરુદ્દીન અને આરીફ મળી ગયા હતા. તેમણે પીડિતાના પિતાને રોક્યા અને આ ઘટનાને નાની બાબત ગણાવી સ્થળ પર જ મામલો થાળે પાડવા દબાણ ઊભું કર્યું હતું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં દલિત સમુદાયની સગીર બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. અહીં જુનૈદે સગીરા પર કલાકો સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. જ્યારે પીડિતાના પિતા આ ઘટના અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે આરીફ અને જમીરુદ્દીને તેમને રોક્યા હતા અને 2-4 લાખ રૂપિયા લઈને મામલો થાળે પાડવા દબાણ કર્યું હતું. યુપી પોલીસે કુલ 3 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

    આ મામલો ઉત્તર પ્રદેશના હાપુડના હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં 22 માર્ચ (શુક્રવાર)ના રોજ 14 વર્ષની દલિત બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, 21 માર્ચ 2024ના રોજ બપોરે 3:30 વાગ્યે તેમની પુત્રી કપડા સૂકવવા ગઈ હતી. દરમિયાન તેના જ ગામના ઈમામ ખાનનો પુત્ર જુનૈદ ત્યાં આવી પહોંચ્યો હતો. અહીં જુનૈદે સગીરા સાથે બળજબરી કરી હતી. જે બાદ તે સગીરાનું મો દબાવીને તેને ઉપાડીને પોતાની સાથે જમીરુદ્દીનની ડેરીના બેસમેન્ટમાં લઈ ગયો હતો. અહીં તેણે પીડિતાને બંધક બનાવીને તેના પર કલાકો સુધી દુષ્કર્મ આચર્યું હતું.

    આ દરમિયાન નજીકમાં રમતા કેટલાક બાળકોએ પીડિતાની ચીસો સાંભળી હતી. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા તો જુનૈદ ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ ઘરે પહોંચીને તેના પરિવારજનોને ઘટના વિશે જણાવ્યું. પીડિતાના પિતાએ આ મામલે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું અને બીજા દિવસે પોલીસ સ્ટેશન જવા રવાના થયા હતા. રસ્તામાં તેમને ગામના જમીરુદ્દીન અને આરીફ મળી ગયા હતા. તેમણે પીડિતાના પિતાને રોક્યા અને આ ઘટનાને નાની બાબત ગણાવી સ્થળ પર જ મામલો થાળે પાડવા દબાણ ઊભું કર્યું હતું.

    - Advertisement -

    આરોપીઓએ પીડિતાના પિતાને મોઢું બંધ રાખવા માટે 2-4 લાખ રૂપિયાની ઓફર કરી હતી. જ્યારે ફરિયાદીએ સમાધાન કરવાનો ઇનકાર કર્યો ત્યારે જમીરુદ્દીન અને આરીફે તેમને જાતિ વિષયક શબ્દોનો ઉપયોગ કરી અપશબ્દો કહ્યા હતા. એટલું જ નહીં, બંનેએ પીડિતાના આખા પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપી હતી. આરોપીએ કહ્યું, “તેમ પણ, #ગી અને ચ##રોની છોકરીઓ તો માત્ર મોજ માટે જ હોય છે.”

    પીડિતાના પિતાએ પોતાને અત્યંત ડરી ગયેલા ગણાવ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પીડિતાની ફરિયાદ પર પોલીસે જુનૈદ, જમીરુદ્દીન અને આરીફ વિરુદ્ધ FIR નોંધી છે. IPCની કલમ 376, 452, 342 અને 506 સિવાય, તે બધા સામે SC/ST અને POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

    ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે. ઑપઇન્ડિયાએ પીડિત સગીરાના કાકા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું કે, તેઓ જે ગામમાં રહે છે ત્યાં મુસ્લિમ આબાદી લગભગ 92% છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમના પરિવારના સભ્યો હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પીડિતાના કાકાએ જણાવ્યું કે, મુખ્ય આરોપી જુનૈદ લગભગ 42 વર્ષનો છે. તે ખાડીના દેશોમાંથી ગેરકાયદેસર રીતે કમાણી કરીને આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં