Friday, September 20, 2024
More
    હોમપેજરાજકારણસગીરાને જોઇતી હતી નોકરી, સપાના નવાબે કપડાં ઉતારી કર્યો દુષ્કર્મનો પ્રયાસ: આરોપી...

    સગીરાને જોઇતી હતી નોકરી, સપાના નવાબે કપડાં ઉતારી કર્યો દુષ્કર્મનો પ્રયાસ: આરોપી અખિલેશ યાદવનો અંગત માણસ, આ પહેલાં SPના મોઈદ ખાનની પણ થઈ છે ધરપકડ

    15 વર્ષની કિશોરીને તેની ફોઈ સાથે કન્નૌજની એક કોલેજમાં નોકરીની આશા લઈને પહોંચી હતી. ત્યાં સમાજવાદી પાર્ટીનો નેતા નવાબ સિંઘ તેને અલગ કક્ષમાં લઈ ગયો. ત્યારબાદ તેણે કિશોરીને કપડાં ઉતારવા મજબૂર કરી હતી.

    - Advertisement -

    અયોધ્યા બાદ હવે કન્નૌજ ખાતેથી SP (Samajwadi Party) નેતા નવાબ સિંઘ યાદવને સગીરા પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. નવાબ સિંઘે સગીરાને નોકરી આપવાના બહાને તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપી સપા નેતા અખિલેશ યાદવની (Akhilesh Yadav) પત્ની ડિંપલ યાદવનો ખાસ માણસ હોવાનું પણ સામે આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરનાર આરોપી નવાબ સિંઘ SP અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના પત્ની તથા સપામાંથી સાંસદ ડિંપલ યાદવનો (Dimpal Yadav) નજીકનો માણસ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે જોવા મળ્યો હતો. ઉપરાંત ડિંપલ યાદવનો પ્રતિનિધિ પણ રહી ચૂક્યો છે. તેણે અખિલેશ યાદવના જન્મદિવસ પર વિડીયો બનાવી અખિલેશને શુભકામનાઓ પાઠવી હતી.

    સમગ્ર ઘટના કન્નૌજ (Kannauj) કોટવાલીના અડાંગપુર ગામની છે. કન્નૌજ ચૌધરી ચંદન સિંહ મહાવિદ્યાલયમાં સમગ્ર ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. 15 વર્ષની કિશોરીને તેની ફોઈ સાથે કન્નૌજની એક કોલેજમાં નોકરીની આશા લઈને પહોંચી હતી. ત્યાં સમાજવાદી પાર્ટીનો નેતા નવાબ સિંઘ તેને અલગ કક્ષમાં લઈ ગયો. ત્યારબાદ તેણે કિશોરીને કપડાં ઉતારવા મજબૂર કરી હતી. આ દરમિયાન કિશોરીની ફોઈએ તિર્વા પોલીસ સ્ટેશનમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી.

    - Advertisement -

    પોલીસ સ્ટેશનના SP અમિત કુમાર આનંદે જણાવ્યા અનુસાર પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને રંગે હાથ ઝડપ્યો હતો. 11 ઓગસ્ટે પોલીસ તેની ધરપકડ કરી કોટવાલી સ્ટેશન લઈ આવી હતી. આ દરમિયાન પીડિતાની ઉંમર લગભગ 15 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

    નોંધનીય છે કે સપા નેતાને રવિવાર 11 ઓગસ્ટે પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પૂછપરછ કરવામાં આવી હતી. અને 12 ઓગસ્ટે કોર્ટમાં હાજર કરી તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. જ્યારે કિશોરીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી. નવાબ સિંઘના સમર્થકો આ ઘટનાને ષડયંત્ર ગણાવી રહ્યા છે.

    SP નેતા મોઈદ ખાન પણ સામૂહિક દુષ્કર્મના કેસમાં જેલબંધ

    આ અગાઉ પણ અયોધ્યા (Ayodhya) ખાતે સપાના અન્ય એક નેતાને એક બાળા સાથે 2 મહિના સુધી બળાત્કાર ગુજારવાના કેસમાં જેલ ભેગો કરવામાં આવ્યો હતો. સપા નેતા મોઈદ ખાને પણ 12 વર્ષની બાળાને તેની બેકરીમાં નોકરી આપવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ મોઈદ અને તેનો નોકર બાળાનો અશ્લીલ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરી 2 મહિના સુધી તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજરતા રહ્યા. બાળકી ગર્ભવતી થયા બાદ સમગ્ર ઘટના સામે આવી હતી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં