ઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ અંગેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈની એક મોડેલે રાંચીની મોડેલિંગ કંપનીના સંચાલક તનવીર અખ્તર ખાન પર હિંદુ બનીને તેને ફસાવવાનો આરોપ મૂક્યો છે. મોડેલે કહ્યું છે કે, તનવીરે પોતાની ઓળખ યશ તરીકે આપીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં નિકાહ માટે ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતું.
તનવીરમાંથી યશ બનીને મોડેલિંગની આડમાં લવ જેહાદ કર્યો
ઝારખંડમાં મોડેલિંગની આડમાં લવ જેહાદ કરનારા તનવીર ખાન સામે મોડેલે મુંબઈમાં ફરિયાદ કરી હતી અને હવે આ કેસ રાંચી પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, મૂળ બિહારની અને મુંબઈમાં મોડેલિંગ કરતી માનવી રાજ સિંહે રાંચીની યશ મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટના માલિક તનવીર ખાન પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. માનવી મોડેલિંગ ટ્રેનિંગ માટે રાંચીની મોડેલિંગ ઇન્સ્ટિટ્યુટમાં આવી હતી.
માનવીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પહેલી મુલાકાતમાં પોતાની ઓળખાણ યશ તરીકે આપી હતી. જ્યારે પીડિતાને જાણવા મળ્યું કે આરોપી મુસ્લિમ હોવા છતાં હિંદુ હોવાનો ડોળ કરી રહ્યો છે ત્યારે તેણે આરોપીથી દૂર રહેવાનું શરુ કર્યું હતું. પીડિતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે તનવીર ખાન પર લવ જેહાદના આરોપો મૂકી રહી છે. પીડિતાએ કહ્યું હતું કે, ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કારણે તેને આ ઘટના બોલવાની હિંમત મળી છે.
https://t.co/H6ZIdzrBsT
— Manvi raj singh (@SinghManvi75084) May 28, 2023
#lovejihad
Tanveer Akhtar Khan is blackmailing me for #conversion @ajeetbharti @rishibagree @Cyber_Huntss @KapilMishra_IND @NupurSharmaBJP @ShefVaidya @kajal_jaihind @OpIndia_in @narendramodi @myogiadityanath @mieknathshinde
વાંધાજનક ફોટા લઈને કરવા લાગ્યો બ્લેકમેઈલ
માનવીએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષની ટ્રેનિંગ દરમિયાન તનવીરે તેને બહુ ત્રાસ આપ્યો હતો અને એક વખત તેને નશાની ગોળી આપીને તેના વાંધાજનક ફોટો પણ લઈ લીધા હતા. જેના આધારે તનવીર ખાન બાદમાં બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો. તનવીર ખાન પર પીડિતા સાથે મારપીટ કરવાનો પણ આરોપ છે.
તનવીર ખાનની કરતૂતો સામે આવ્યા બાદ મોડેલ રાંચી છોડીને પોતાના ગામ ભાગલપુર પહોંચી હતી. ત્યાંથી તે મોડેલિંગ કરિયર માટે મુંબઈ આવી હતી. જોકે, તનવીર ખાન ત્યાં પણ પહોંચી આવ્યો અને માનવી પર ધર્મ પરિવર્તન કરીને તેની સાથે નિકાહ કરવાનું દબાણ કરવા લાગ્યો. જ્યારે પીડિતાએ તનવીરની વાત માનવાનો ઇનકાર કર્યો, તો તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તનવીર ખાને યુવતીના ફોટોઝ એડિટ કરીને તેના પરિવારને મોકલી દીધા હતા. એ પછી મોડેલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ લખાવી હતી.
બીજી તરફ આરોપી તનવીર ખાને માનવીએ તેના પર લગાવેલા તમામ આરોપો નકાર્યા છે અને મોડેલ પર ફ્રોડનો આરોપ મૂક્યો છે. પોલીસ હાલ મોડેલિંગની આડમાં લવ જેહાદના એન્ગલની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.
ઝારખંડમાં અગાઉ પણ લવ જેહાદની ઘટનાઓ સામે આવી છે
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023માં ઝારખંડના જમશેદપુરમાં એક 14 વર્ષીય સગીરાએ મુસ્લિમ યુવક પર નામ બદલીને મિત્રતા કરવાનો અને પોલ ખુલી ગયા બાદ ધર્માંતરણ કરીને નિકાહ કરવા માટે દબાણ કરવાનો આરોપ મૂક્યો હતો. સમીર તરીકે પોતાની ઓળખ આપનારા શબ્બીરે સગીરાની આપત્તિજનક તસ્વીરો લઈને તેને બ્લેકમેઈલ કરી હતી જેથી પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
તો અન્ય એક કિસ્સામાં રબાની અંસારી નામના મુસ્લિમ યુવકે હિંદુ આદિવાસી હોવાનો ડોળ કરીને હિંદુ યુવતીને ફસાવી હતી અને બાદમાં તેને કૂવા ફેંકી દીધી હતી. આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.