Monday, April 14, 2025
More
    હોમપેજદેશ‘ઘરો-દુકાનોને ચાંપી આગ, ચા-બિસ્કીટ જે મળ્યું બધું લૂંટ્યું, બળાત્કારની આપી ધમકીઓ’: સ્થાનિકોએ...

    ‘ઘરો-દુકાનોને ચાંપી આગ, ચા-બિસ્કીટ જે મળ્યું બધું લૂંટ્યું, બળાત્કારની આપી ધમકીઓ’: સ્થાનિકોએ વર્ણવ્યો મુર્શિદાબાદમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ સાથે કરેલ અમાનવીય અત્યાચાર, કરી રહ્યા છે BSFની સુરક્ષાની માંગ

    તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના શાસનમાં પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મમતા બેનર્જીની સરકાર હિંદુ સમુદાય વિરુદ્ધ વધતી હિંસાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. તેમની તુષ્ટિકરણની રાજનીતિએ કટ્ટરપંથી મુસ્લિમોને એટલી હદે હિંમત આપી છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં રહેતા હિંદુઓ સામે હિંસા, તોડફોડ અને આગચંપીનો આશરો લેતા સહેજ પણ ડરી રહ્યા નથી.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદમાં (Murshidabad Violence) 11 એપ્રિલથી હિંદુ સમુદાય પર કટ્ટરપંથી મુસ્લિમોના ટોળા (Muslim Mob) અકલ્પનીય અત્યાચારો કરી રહ્યા છે. ઑપઇન્ડિયાએ એવી ઘટનાઓનો વિગતવાર અહેવાલ આપ્યો છે કે જેમાં હિંદુઓ પર પસંદગીયુક્ત (Attack on Hindus) રીતે નિશાન સાધવામાં આવ્યા, તેમના ઘરો, દુકાનો અને મંદિરોનો નાશ કરવામાં આવ્યો. નવા વક્ફ કાયદા સામે ‘વિરોધ’ના નામે જુમ્માની નમાજ પછી તરત જ આ હત્યાકાંડ શરૂ થયો અને 12 એપ્રિલ સુધી ચાલ્યો હતો.

    પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે મુર્શિદાબાદમાં હજારો હિંદુઓને હોડીઓ દ્વારા નજીકના માલદા જિલ્લામાં તેમના ઘર છોડીને ભાગી જવું પડ્યું, જેના કારણે 2021 અને 2023માં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાની કાળી યાદો તાજી થઈ ગઈ. અહીં 12 વિડીયો છે જેમાં હિંદુઓએ મુર્શિદાબાદમાં બનેલી ઘટનાઓ વિશે વિગતવાર સમજાવ્યું છે.

    એક હિંદુ વેપારીની પત્ની મંજુ ભગતે આજતકને જણાવ્યું, “તેમણે (મુસ્લિમ ટોળા) આગળના દરવાજાથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ નિષ્ફળ ગયા, ત્યારે તેઓએ પાછળના દરવાજાથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો.” તેમણે કહ્યું, “તેઓએ અમારી બાઇક તોડી નાખી, અમારા ઘરમાં તોડફોડ કરી અને ખુરશીઓ, ગાદલા, ટીવીથી લઈને મોંઘી ઘરવખરીની વસ્તુઓ સુધી બધું લૂંટી લીધું.”

    - Advertisement -

    તે મહિલાએ આગળ કહ્યું કે, “અમારું આખું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું હતું. અમે અમારા જીવને જોખમમાં મૂકીને છત પર છુપાઈ ગયા હતા. અમે ભગવાનનું નામ લઈ રહ્યા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા કે ટોળું અમારા ઘરેથી ચાલ્યું જાય. જો તે સમયે મારી દીકરીને કંઈક થયું હોત તો હું શું કરત? મારા પતિ દુકાનમાં ફસાઈ ગયા હતા.”

    એક હિંદુ મહિલા દુકાનદારની આજીવિકા બરબાદ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું અહીં જે કંઈ વેચતી હતી તે બધું જ ગાયબ થઈ ગયું છે, જેમાં ચા, બિસ્કિટ અને સિગારેટનો સમાવેશ થાય છે. પોલીસ આવી જ નહીં.”

    નારાયણ સાહા નામના બીજા એક વ્યક્તિ, જેની દુકાન હુમલા સમયે બંધ હતી, તેને પણ તોડીને લૂંટવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “મને ખબર નથી પડતી કે શું કહેવું કે શું કરવું. અહીં કોઈ સલામતી કે સુરક્ષા નથી.”

    સુજીત પ્રસાદ નામના બીજા એક હિંદુ વ્યક્તિએ કહ્યું કે, “તેઓએ (મુસ્લિમોએ) ચેતવણી આપી હતી કે આ તો માત્ર એક ટ્રેલર છે. હજી તો આખી ફિલ્મ બાકી છે.”

    એક મીઠાઈની દુકાનના હિંદુ માલિકે રડતાં રડતાં કહ્યું, “મારી અહીં મીઠાઈની દુકાન હતી.” પછી તેણે પોતાની હવે ખંડેર થયેલી ‘શુભા સ્મૃતિ હોટેલ’ તરફ ઈશારો કર્યો. દુકાન માલિકની પત્ની કહી રહી હતી કે, “તેઓ અમારી બધી વસ્તુઓ લઈ ગયા. દુકાનમાં રાખેલા રોકડ સહિત… કંઈ બચ્યું નથી. હવે અમે કેવી રીતે ખાઈશું?”

    મનોજ ઘોષ નામના એક વ્યક્તિએ ન્યુઝ એજન્સી ANIને જણાવ્યું કે, “બધા ઘરો અને દુકાનો સળગાવી દેવામાં આવી છે. બધું લૂંટાઈ ગયું છે. તમે જાતે જ જોઈ શકો છો. હિંદુઓ પર હુમલો કરવાનો અને લૂંટવાનો જ તેમનો હેતુ હતો.”

    તેમણે વધુમાં કહ્યું, “અમે અહીં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કાયમી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કેમ્પ ઇચ્છીએ છીએ. જ્યારે ટોળું અહીં તોડફોડ કરી રહ્યું હતું ત્યારે 4 કલાક સુધી પોલીસ આવી નહોતી.” તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “પોલીસ સ્ટેશન અહીંથી થોડે દૂર છે (લગભગ 200 મીટર દૂર) પરંતુ તેઓ અમને મદદ કરવા આવ્યા નહીં.”

    મુર્શિદાબાદ હત્યાકાંડના અન્ય એક હિંદુ પીડિતે ANIને જણાવ્યું કે, “ટોળાએ બાઈકો તોડ્યા અને આગ લગાવી, અમારો સામાન લૂંટી લીધો અને દુકાનોમાં આગ લગાવી દીધી.” વધુમાં તેમણે જણાવ્યું કે, “હું રાત્રે સૂઈ શક્યો નહીં. અમે જાગતા હતા અને ડરતા હતા. હિંસા થઈ ત્યારે કોઈ પોલીસ દળ નહોતું. પોલીસકર્મીઓ પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા… હવે જોઈએ કે સરકાર અમને વળતર આપે છે કે નહીં.”

    મુસ્લિમ ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસાનો ભોગ બનેલા એક હિંદુ વ્યક્તિએ ANI ને જણાવ્યું, “અમે અહીં રાષ્ટ્રપતિ શાસન ઇચ્છીએ છીએ. અહીં ફક્ત અરાજકતા અને ગુંડાગીરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “જુમ્માની નમાજ પછી, તેઓ સરઘસ કાઢે છે અને આતંક ફેલાવે છે.”

    વાયરલ વિડીયોમાં, એક આધેડ વયની હિંદુ મહિલા કહી રહી છે કે મુસ્લિમોએ હિંદુ સમુદાયના પાણીની ટાંકીઓમાં ઝેર ભેળવી દીધું છે. તેમણે કહ્યું, “અમે પાણી પી શકતા નથી કારણ કે તે ઝેરી હતું.” વિડીયોમાં જોઈ શકે છે કે ઘણી હિંદુ મહિલાઓ નાના બાળકો લગભગ 6 દિવસના બાળકો સાથે પણ મુર્શિદાબાદથી ભાગી રહી છે.

    ભાજપના નેતા અર્જુન સિંઘે X પર શેર કરેલા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે સેંકડો હિંદુઓ ધુલિયાથી હોડીઓમાં ગંગા નદી પાર કરીને માલદા જિલ્લાના કાલિયાચક III સબડિવિઝનમાંથી લાલપુર શહેર તરફ જઈ રહ્યા છે.

    વિડીયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા રડતી રડતી કહી રહી છે કે તેણે પોતાનો જીવ બચાવવા માટે પોતાનું વતન કેવી રીતે છોડી દીધું. અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, “તેમણે (મુસ્લિમ ટોળાએ) બધું બાળી નાખ્યું છે.”

    એક મહિલાએ કહ્યું, “મુસ્લિમ ઘરોને કંઈ થયું નથી… ફક્ત હિંદુ ઘરોને પસંદગીપૂર્વક આગ લગાવવામાં આવી હતી.” જોકે, પાર લાલપુરના સ્થાનિક લોકોએ તમામ હિંદુ પીડિતોને તેમની સુરક્ષાની ખાતરી આપી હતી.

    એક હિંદુ મહિલાએ કહ્યું કે મુર્શિદાબાદમાં બોમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા, જેના કારણે તેણે ઘર છોડીને ભાગી જવું પડ્યું. બીજી એક મહિલાએ કહ્યું, “તેમણે અમને કહ્યું કે મોદીએ બિલ (વક્ફ સુધારો) પસાર કરી દીધું છે, તેથી અમે અહીં કોઈ પણ હિંદુને રહેવા દઈશું નહીં.”

    તેણે કહ્યું કે, “તેઓ (મુસ્લિમો) હિંદુઓની માતાઓ પર બળાત્કાર કરવાનું, અમારા ઘરોમાં તોડફોડ કરવાનું અને લૂંટ મચાવવાનું કહી રહ્યા છે. તેઓએ અમારા સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી લીધી છે અને અમારા ઘરોને આગ લગાવી દીધી છે.”

    મહિલાએ કહ્યું કે, “તેઓએ આ વિસ્તારના દરેક હિંદુ ઘરને બાળી નાખ્યું છે. મુસ્લિમો આ આગજનીને ટેકો આપી રહ્યા છે. અમારા બાળકો ભૂખથી મરી રહ્યા છે, સ્ત્રીઓને હથિયારોથી ધમકાવવામાં આવી રહી છે, મુસ્લિમો અત્યાચાર કરી રહ્યા છે.”

    વાયરલ વિડીયોમાં, માલદા ભાગી ગયેલા એક હિંદુ વ્યક્તિએ કહ્યું હતું કે, “તેઓ (મુસ્લિમો) અમારા પર અકલ્પનીય અત્યાચાર કરી રહ્યા છે. તેઓ ઘરોને આગ લગાવી રહ્યા છે. અત્યાચારોનો કોઈ અંત નથી… અમારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી.” અન્ય એક મહિલાએ કહ્યું કે, “અમારા ઘરો બળી ગયા છે. અમારી પાસે કંઈ પણ બચ્યું નથી.”

    મુર્શિદાબાદથી ભાગી આવેલી એક લાચાર મહિલા એબીપી આનંદાને જણાવ્યું કે, “અમે ખૂબ જ દુઃખ સાથે અહીં આવ્યા છીએ…અમારી પાસે ન તો ઘર છે કે ન તો માથા પર છત. બધાને આગ લગાવી દેવામાં આવી છે. તેમણે (મુસ્લિમોએ) અમારા ઘર પર પેટ્રોલ છાંટી દીધું, અમારા ગળા પર છરી રાખી અને અમારા પાણીની ટાંકીઓમાં ઝેર ભેળવી દીધું. હવે અમે કેવી રીતે બચીશું?”

    એક હિંદુ વ્યક્તિએ જણાવ્યું કે તે ઘરે પરત ફર્યો તો તેણે તેનું ઘર રાખ થઈ ગયેલું જોયું. તેણે જણાવ્યું કે, “હું કંઈ બહાર કાઢી શક્યો નહીં…મારી પાસે હવે કંઈ નથી.” હિંદુ વ્યક્તિએ કહ્યું કે હુમલાખોરો સ્થાનિક લોકો હતા અને તેમણે 150થી વધુ વાહનોનો નાશ કર્યો હતો.

    એક પ્રત્યક્ષદર્શીએ ઇન્ડિયા ટુડેને પુષ્ટિ આપી કે મુસ્લિમોએ એમ્બ્યુલન્સને પણ આગ ચાંપી દીધી હતી અને વાહનના ડ્રાઇવર પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, “અમે ડરી ગયા હતા અને અમારા ઘરમાં બેસી રહ્યા હતા. મેં મારા માતા-પિતા, પત્ની અને બાળકોને ઘરે જ રાખ્યા હતા.” હિંદુ વ્યક્તિએ કહ્યું કે હુમલાખોરો બહારના નહીં પણ સ્થાનિક મુસ્લિમો જ હતા.

    ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના શાસનમાં પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. મમતા બેનર્જીની સરકાર હિંદુ સમુદાય વિરુદ્ધ વધતી હિંસાને રોકવામાં નિષ્ફળ ગઈ છે. તેમની તુષ્ટિકરણની રાજનીતિએ કટ્ટરપંથી મુસ્લિમોને એટલી હદે હિંમત આપી છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં રહેતા હિંદુઓ સામે હિંસા, તોડફોડ અને આગચંપીનો આશરો લેતા સહેજ પણ ડરી રહ્યા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં