Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમોરબીમાં વધુ એક હિંદુ સગીરાને ફસાવાઈ: સાહિલ ઇલિયાસ 16 વર્ષની પુત્રીને ઉઠાવી...

    મોરબીમાં વધુ એક હિંદુ સગીરાને ફસાવાઈ: સાહિલ ઇલિયાસ 16 વર્ષની પુત્રીને ઉઠાવી જતાં માતાએ નોંધાવી ફરિયાદ, તપાસ શરૂ

    મોરબી ખાતે રહેતા એક હિંદુ પરિવારની 16 વર્ષ 4 મહિનાની સગીરા થોડા સમય પહેલાં રોહીદાસપરા ચાર ગોડાઉન નજીક રહેતા સાહિલ ઇલિયાસ કટીયા નામના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. 2 દિવસ અગાઉ સાહિલ આ હિંદુ સગીરાને તેના પિતાના ઘરેથી ઉઠાવી ગયો હતો

    - Advertisement -

    સૌરાષ્ટ્રમાં હિંદુ યુવતીઓ તેમજ મહિલાઓ લવ જેહાદ તેમજ આ પ્રકારના અન્ય ગુનાઓનો ભોગ બની હોય તેવી અનેક ઘટનો સામે આવી ચૂકી છે. નાની ઉંમરની સગીરાઓ પણ આ દુષણથી પીડિત છે. તેવામાં મોરબીમાં ફરી એકવાર હિંદુ સગીરાને ઉઠાવી જવાનો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં સાહિલ ઇલિયાસ નામનો મુસ્લિમ યુવક માત્ર 16 વર્ષ 4 મહિનાની ઉંમરની હિંદુ સગીરાને ફસાવીને લઇ જતાં પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે.

    મળતી માહિતી અનુસાર, મોરબી ખાતે રહેતા એક હિંદુ પરિવારની 16 વર્ષ 4 મહિનાની સગીરા થોડા સમય પહેલાં રોહીદાસપરા ચાર ગોડાઉન નજીક રહેતા સાહિલ ઇલિયાસ કટીયા નામના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. 2 દિવસ અગાઉ સાહિલ આ હિંદુ સગીરાને તેના પિતાના ઘરેથી ઉઠાવી ગયો હતો. સગીરાની ભાળ ન મળતાં પરિવારે તેની શોધખોળ આદરી હતી.

    આ દરમિયાન પરિવારને જાણ થઈ હતી કે આરોપી સાહિલ તેમની સગીર વયની પુત્રીને લલચાવી-ફોસલાવીને ઉઠાવી ગયો છે. સાહિલની કરતૂતની જાણ થતાંની સાથે જ સગીરાની માતાએ મોરબી A ડિવિઝન પોલીસ સેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદ પર A ડિવિઝન પોલીસે સાહિલ ઇલિયાસ કટીયા વિરુદ્ધ પોક્સો સહિતના ગુના નોંધી બંનેને શોધવા તપાસ કામગીરી હાથ ધરી છે.

    - Advertisement -

    થોડા સમય અગાઉ એક જ પરિવારની 2 સગીર દીકરીઓનું અપહરણ થયું હતું

    ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ 2023માં પણ મોરબીથી સગીરાના અપહરણનો એક કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારની 13 અને 9 વર્ષની બે બહેનોને રજાક નામનો મુસ્લિમ યુવક ઉઠાવી ગયો હતો. શ્રમિક પરિવારે પોતાની 2 દીકરીઓનું દુષ્કર્મના ઇરાદે થયેલ અપહરણની ફરિયાદ દાખલ કરતા રાજકોટ તાલુકા પોલીસે તેની ધરપકડ કરી હતી. બંને પીડિત દીકરીઓની પોલીસે પૂછપરછ કરતા જાતીય શોષણ થયા હોવાનું બહાર આવતા પોલીસે આરોપી રજાક વિરુદ્ધ પોક્સો સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં