રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ સમુદાયને ટાર્ગેટ કરી તેમની લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. તેવામાં ગાંધીનગરના માણસાના ઈટાદરા ગામે અંબાજી ચોકમાં મઝહબી ઝંડો લગાવી સ્થાનિક હિંદુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી હતી. આટલું જ નહીં પોલીસ બંદોબસ્ત સાથે આ મઝહબી ઝંડો દુર કરવામાં આવતા ગામના જ એક મુસ્લિમ યુવકે ઈટાદરાના હિંદુઓને ટાર્ગેટ કરી સોશિયલ મીડિયામાં ધમકી આપતી પોસ્ટ કરી હતી. જે બાદ ઈટાદરા ગામે અંબાજી ચોકમાં મઝહબી ઝંડો ઉતરાવી લેતાં ઉશ્કેરાઈને હિંદુઓને ધમકી આપનાર યુવક વિરુદ્ધ હિંદુ સમુદાય અને હિંદુવાદી સંગઠનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતા પોલીસે ધરપકડ કરી યુવક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
માણસાના ઈટાદરા ગામે હિંદુઓને ધમકી આપવાની બાબતમાં મળતી માહિતી અનુસાર ગામના અંબાજી ચોકમાં કોઈ ઇસમ દ્વારા મોટા આકારનો લીલા કલરનો મઝહબી ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક હિંદુ સમુદાયે ગામના મુસ્લિમ સરપંચનું ધ્યાન દોરતા મઝહબી જંડો ઉતારી લેવામાં આવ્યો હતો. જોકે થોડા સમય બાદ ફરી અંબાજી ચોકમાં મોટો મઝહબી ઝંડો ફરકાવવામાં આવતા હિંદુ સંગઠનો દ્વારા પોલીસને સાથે રાખીને આ ઝંડો ઉતરાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં જ રહેતા બેલીમ ભોલુ નામના મુસ્લિમ યુવકે ઈટાદરાના હિંદુ સમુદાયને ધ્યાનમાં રાખી ધમકી આપતી પોસ્ટ કરી હતી.
માણસા-ગાંધીનગરમાં "સર તન સે જુદાં" જેવી ઘટના ઘટે તે પહેલાં ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી આપનાર gહાદી માનસિકતા ધરાવતાં લોકો પર દાખલો બેસે તેવી તાત્કાલિક કડક કાર્યવાહી કરવા @VHPGUJOFFICIAL માંગ કરે છે.@Bhupendrapbjp @sanghaviharsh@AmitShah @CMOGuj… https://t.co/VseBTiOPMB
— Hitendrasinh Rajput (@TheHitendrasinh) July 24, 2023
‘જિસ દિન હાથમે આ ગયે ઉસ દિન દુનિયા સે ઉઠા લેંગે’: યુવકની વાંધાજનક પોસ્ટના શબ્દો
આ મામલે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આપવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર ઈટાદરાના બેલીમ ભોલુ નામના મુસ્લિમ યુવકે ગત તારીખ 23 જુલાઈ 2023ના રોજ મઝહબી જંડો ઉતારી લીધાની દાજ રાખી સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં યુવકે લખ્યું હતું કે, “ઈટાદરા કે લોગો, યે મત સમજના કે ઝંડા ઉતાર કર કોઈ જંગ જીત લી. જીસ દિન હાથમેં આ ગયે ઉસ દિન દુનિયા સે ઉઠા લેંગે…પાવર ઓફ મિયાં ભાઈ.”
મુસ્લિમ યુવક દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ હિંદુ સંગઠનોને ધ્યાને આવતા સંગઠનોએ માણસા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. સંગઠનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે યુવકને ગામની હિંદુ મુસ્લિમ એકતા સહન ન થતા અને મહોર્રમમાં કોમી વૈમનસ્ય ઉભું થાય તે માટે આ પોસ્ટ કરી છે.
હિંદુ સંગઠનોનો આરોપ છે કે મુસ્લિમ યુવકે કોમી તોફાનો કરવાના હેતુથી કરેલી આ પોસ્ટમાં ‘ઈટાદરા કે લોગો’ તેમ લખી હિંદુઓના સામુહિક હત્યાકાંડ કરવા માટે આ પ્રકારના શબ્દોનું પ્રયોજન કર્યું છે. સાથે જ તાત્કાલિક યુવકની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કોમી વૈમનસ્ય ફેલાવવા, સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ, કોમી તોફાનો કરવા, હત્યાની ધમકી આપવી તેમજ સામુહિક હત્યાકાંડનો ઈરાદો ધરાવવા જેવી ગંભીર બાબતો ફલિત થતી હોવાના કારણે યુવકની ધરપકડ કરી કડક પગલા લેવા માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ દાખલ થયા બાદ ગાંધીનગરની માણસા પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.