મુંબઈની એક 77 વર્ષીય મહિલાએ ‘Digital Arrest Scam’માં ફસાઈને લગભગ ₹3.8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ઠગોએ વર્ષો જૂના ‘પાર્સલ કૌભાંડ’નો (Parcel Scam) ઉપયોગ કરીને દાવો કર્યો હતો કે મહિલાના નામનું પાર્સલ તાઈવાન (Taiwan) મોકલવામાં આવ્યું હતું, જેમાં ઘણા પાસપોર્ટ, MDMA ડ્રગ્સ અને અન્ય દસ્તાવેજો હતા મળી આવ્યા છે. રિપોર્ટ અનુસાર, છેતરપિંડી (Fraud) કરનારાઓએ મહિલાને વોટ્સએપ પર કોલ (Whatsapp Call) કર્યો અને તેમને એવો વિશ્વાસ અપાવ્યો કે તેમના આધાર નંબરનો ઉપયોગ મની લોન્ડરિંગ અને અન્ય ગુનાઓ માટે કરવામાં આવ્યો હતો.
Mumbai Woman, 77, Kept Under Digital Arrest For A Month, Defrauded Of ₹ 3.8 Crore https://t.co/IsPeJrlrYr pic.twitter.com/4Lk50siWQT
— NDTV (@ndtv) November 27, 2024
નિવૃત્ત પતિ સાથે રહેતી મહિલાએ શરૂઆતમાં વિનંતી કરી કે તેમણે કોઈ પાર્સલ મોકલ્યું નથી, પરંતુ આખરે સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરનારાઓએ તેમને ફસાવી લીધા હતા. ધીમે ધીમે, તેઓએ તેમને વિડીયો કોલ પર ‘પોલીસ અધિકારી’ હોવાનો ઢોંગ કરતા કેટલાક સ્કેમર્સ સાથે વાત કરાવી અને એક મહિનાના સમયગાળામાં, મહિલાને તેમના દ્વારા સૂચવેલા બેંક ખાતામાં પોતાના તમામ નાણાં ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરી હતી.
જ્યારે પીડિતાને તેના પૈસા પાછા ન મળ્યા તો તેણે વિદેશમાં રહેતી તેની પુત્રીને ફોન કર્યો હતો. ત્યાર બાદ પુત્રીએ તેની માતાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું અને તેના માતા-પિતાને પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું. રિપોર્ટ અનુસાર, પોલીસે 6 બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે જેમાં મહિલાએ પૈસા મોકલ્યા હતા. હાલ આ બાબતે વધુ તપાસ ચાલુ છે.
દેશભરમાં ડિજિટલ અરેસ્ટ અને પાર્સલ કૌભાંડો વધી રહ્યા છે. PM મોદીએ પણ લોકોને સજાગ રહેવા અને છેતરપિંડી કરનારાઓનો શિકાર ન થવા જણાવ્યું હતું, એમ ઉમેર્યું હતું કે સરકારી અધિકારીઓ પાસે કોઈપણ તપાસ માટે વિગતવાર પ્રક્રિયાઓ છે અને તેઓ ક્યારેય WhatsApp કૉલ્સ કરતા નથી.
આ ડિજિટલ એરેસ્ટ શું હોય છે, કઈ રીતે ભોળા લોકો તેમાં ફસાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ…. તે જાણવા અમારો આ વિસ્તૃત લેખ જરૂર વાંચો.