Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતદ્વારકા: કલ્યાણપુરના સેવક દેવળીયા ગામની જુમા મસ્જિદ પાસે તલવારો અને ધરિયા ઉડ્યા,...

    દ્વારકા: કલ્યાણપુરના સેવક દેવળીયા ગામની જુમા મસ્જિદ પાસે તલવારો અને ધરિયા ઉડ્યા, મુસ્લિમ સમાજના બે ટોળાએ એક બીજા પર કર્યો જીવલેણ હુમલો

    મુસ્લિમ સમાજના લોકો દ્વારા થયેલા આ હુલ્લડમાં બંને પક્ષના લોકો તલવારો, ધરિયા, ધોકા, લોખંડની પાઈપ, સળિયા છરી, અને કુહાડા જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક બીજાના લોહીના તરસ્યા બનેલા બંને પક્ષો હત્યા કરવાના ઈરાદે જ એક બીજા પર વરસી પડ્યા હતા.

    - Advertisement -

    દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના સેવક દેવળીયા ગામની જુમા મસ્જિદ પાસે મુસ્લિમ સમાજના ટોળાએ એક બીજા પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ લોહિયાળ જંગમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને પક્ષો વચ્ચે લગભગ 2 વર્ષ પહેલા થયેલા અણબનાવને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના બાદ બંને પક્ષના ગણીને 26થી વધુ લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે .

    મળતી માહિતી અનુસાર કલ્યાણપુરના સેવક દેવળીયા ગામે મુસ્લિમ સમાજના લોકોએ એક બીજા પર જે જીવલેણ હુમલો કર્યો તે વખતે બંને પક્ષના લોકો દ્વારા તલવારો, ધરિયા, ધોકા, લોખંડની પાઈપ, સળિયા છરી, અને કુહાડા જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક બીજાના લોહીના તરસ્યા બનેલા બંને પક્ષો હત્યા કરવાના ઈરાદે જ એક બીજા પર વરસી પડ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ મામલે ભાણવડ પોલીસ સ્ટેશના ગુનો નોંધવામાં આવ્યો છે.

    આ મામલે બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનામાં ભાણવડ પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર કાસમ ઉમર સમા નામના 50 વર્ષના આધેડ અને સામા પક્ષના ઈબ્રાહીમ જુમા ઘુઘા નામના વ્યક્તિ સાથે બે વર્ષ પહેલા અણબનાવ બન્યો હતો, કાસમ સમાની ફરિયાદ અનુસાર જયારે તેઓ જુમા મસ્જિદ પાસે બેઠા હતા ત્યારે જુસબ ઉમર ઘુઘા, યાસીન હારુન, ઈબ્રાહીમ જુમા, અબ્દુલ મોતી, ઈબ્રાહીમ હાસમ, ઉમર અબા ઘુધા, મામદ ઈસ્માઈલ ઉર્ફે કારી ટીલી, હારુન ગુલમામદ, ઓસમાણ અબા, આમદ રહેમતુલા, નજીર હુસેન, સાહિલ હુસેન, મોતી ગુલમામદ, કાસમ મોતી, હનીફ કાસમ અને ભીખુ ઉમર નામના 16 શખ્સો ગામની જુમા મસ્જિદ પાસે તલવાર, છરી, કુહાડી, લાકડી જેવા હથિયારો સાથે આવીને જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયત્ન કર્યો હતો. જે મામલે ભાણવડ પોલીસે સામા પક્ષના આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 307, 326, 323, 143, 147, 148, 149, 504, 506 (2) તથા GP એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

    - Advertisement -

    તો બીજી તરફ સામા પક્ષે પણ ક્રોસ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે તેઓ સોમવારે (31 જુલાઈ 2023) મોહરમના કારણે જુમા મસ્જિદની બાજુમાં ન્યાજના પ્રસંગમાં જઈ રહ્યા હતા. ત્યારે સામા પક્ષે તલવાર, છરી, લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કરી, ફરિયાદી ઈબ્રાહીમ તથા તેમની સાથે રહેલા સાહેદ કાસમ મોતી, સાહિલ હુસેન, મોતી ગુલમામદ વગેરે પર જીવલેણ હિમલો કર્યો હતો. આ ઉપરાંત હુમલાખોરોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પણ પોલીસે IPCની કલમ 307, 326 તેમજ રાયોટીંગ અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

    આ લોહિયાળ જંગમાં કુલ 7 જણાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને ખંભાળિયા અને કેટલાકને જામનગર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મુસ્લિમોના એક બીજા પર હુમલો કરવાની ઘટનાની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં