Tuesday, October 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી પોલીસે પકડ્યું ₹5600 કરોડનું ડ્રગ્સ, માસ્ટરમાઈન્ડ નીકળ્યો કોંગ્રેસી: રહી ચૂક્યો છે...

    દિલ્હી પોલીસે પકડ્યું ₹5600 કરોડનું ડ્રગ્સ, માસ્ટરમાઈન્ડ નીકળ્યો કોંગ્રેસી: રહી ચૂક્યો છે દિલ્હી કોંગ્રેસ RTI સેલનો અધ્યક્ષ, તપાસ ચાલુ

    દિલ્હીમાંથી ઇન્ટરનેશલ ડ્રગ્સ સિન્ડીકેટનો પર્દાફાશ થયા બાદ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ ટીમે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન માસ્ટરમાઇન્ડ તુષાર ગોયલ કોંગ્રેસનો નેતા રહી ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    બુધવારે (2 ઑક્ટોબર) રાજધાની દિલ્હીમાંથી (Delhi) એક ડ્રગ્સ સિન્ડીકેટનો (Drugs Syndicate) પર્દાફાશ થયો હતો. સ્પેશિયલ સેલે ₹5600 કરોડનું એક રેકેટ પકડ્યું હતું અને તેની સાથે જ ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ચાર આરોપીની ઓળખ તુષાર ગોયલ, ઔરંગઝેબ સિદ્દિકી, હિમાંશુ કુમાર અને ભારત જૈન તરીકે થઈ હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં અનેક ઘટસ્ફોટ પણ થયા, જેમાં જાણવા મળ્યું હતું કે, આ રેકેટનો માસ્ટરમાઇન્ડ તુષાર ગોયલ કોંગ્રેસનો નેતા (Congress Leader) પણ રહી ચૂક્યો છે.

    દિલ્હીમાંથી ઇન્ટરનેશલ ડ્રગ્સ સિન્ડીકેટનો પર્દાફાશ થયા બાદ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ ટીમે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન માસ્ટરમાઇન્ડ તુષાર ગોયલ કોંગ્રેસનો નેતા રહી ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું. તુષાર ગોયલે પણ પોલીસ સમક્ષ આ બાબતની પુષ્ટિ કરી હતી અને કબૂલ કરતાં કહ્યું હતું કે, તે થોડા સમય માટે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના RTI સેલનો અધ્યક્ષ રહ્યો હતો અને ત્યારબાદ તેણે પદ છોડી દીધું હતું. દિલ્હી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

    ફોટો (ANI)

    દિલ્હી પોલીસે વધુમાં કહ્યું છે કે, આરોપીએ ડિક્કી ગોયલ નામ સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવ્યું હતું. ત્યારબાદ તેણે એકાઉન્ટ ડિલીટ પણ કરી નાખ્યું હતું. જોકે, તેના સોશિયલ મીડિયામાં પણ તે કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાની માહિતી મળી આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને દિલ્હી કોંગ્રેસ RTI સેલના અધ્યક્ષ તરીકે ગણાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, આ રેકેટની લિંક દુબઈ સાથે પણ જોડાયેલી છે. પોલીસને જાણવા મળ્યું છે કે, દુબઈનો એક બિઝનેસમેન ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને દિલ્હીમાં આવ્યા બાદ તેને દેશના અલગ-અલગ વિસ્તારમાં પહોંચાડવાનું કામ તુષાર ગોયલ અને તેના સાથીઓ કરતા હતા. હાલ તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    આરોપીનું ડિલીટ થયેલું સોશિયલ મીડિયા એકાઉન્ટ (ફોટો: AajTak)

    નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના પહેલાં બુધવારના રોજ (2 ઑક્ટોબર) દિલ્હી પોલીસે ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો હતો. દરમિયાન પોલીસને 560 કિલોગ્રામ કોકિન મળી આવ્યું હતું. આ ઘટના બાદ સ્પેશ્યલ સેલના ACP પ્રમોદ સિંઘ કુશવાહાએ જણાવ્યું હતું કે, આ સિન્ડીકેટ હાલના દિવસોમાં મળેલું સૌથી મોટું રેકેટ છે. આ ઘટનામાં ચાર લોકોની ધરપકડ થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી તુષાર ગોયલ, હિમાંશુ અને ઔરંગઝેબનાં ઠેકાણાં પર 15 કિલોગ્રામ કોકિન મળી આવ્યું હતું, ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં