Sunday, September 8, 2024
More
    હોમપેજદેશ'કિતની ક્યૂટ હૈ, મૈં ચો$# ઈસે': બલિદાની કેપ્ટન અંશુમન સિંઘના પત્ની પર...

    ‘કિતની ક્યૂટ હૈ, મૈં ચો$# ઈસે’: બલિદાની કેપ્ટન અંશુમન સિંઘના પત્ની પર દિલ્હીના અહેમદે કરી અભદ્ર ટિપ્પણી; સોશિયલ મીડિયા પર વિરોધ, NCWએ કાર્યવાહીની કરી માંગ

    કેપ્ટન અંશુમન સિંઘના પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર અહેમદ કે. દિલ્હીનો હોવાનું જાણવા મળ્યું છે. અહેમદે એક ફેસબુક પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. પોસ્ટમાં વિરવધુ સ્મૃતિ કીર્તિ ચક્ર પ્રાપ્ત કરી રહ્યા હતા. એહમદ કે.એ તે ફોટો પર અભદ્ર કમેન્ટ કરતા લખ્યું કે, "કિતની ક્યૂટ હૈ, મૈં ચો$# ઈસે."

    - Advertisement -

    શુક્રવાર (5 જુલાઈ, 2024)ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે કેપ્ટન અંશુમન સિંઘને મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેપ્ટન અંશુમન સિંઘ વતી તેમના પત્ની અને વીરવધુ સ્મૃતિ અને માતા મંજુએ તે સન્માન મેડલ પ્રાપ્ત કર્યો હતો. તે દરમિયાનના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો અને વિડીયોમાં ઘણા લોકોએ કમેન્ટ કરી હતી. દેશવાસીઓએ વીરગત કેપ્ટન અંશુમન સિંઘને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેવામાં અહેમદ કે. નામના એક સોશિયલ મીડિયા યુઝરે કેપ્ટન અંશુમન સિંઘના પત્ની પર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી કરી હતી. અહેમદે ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરી હતી.

    કેપ્ટન અંશુમન સિંઘના પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર અહેમદ કે. દિલ્હીનો હોવાનું જાણવા મળ્યું છે. અહેમદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ‘અર્જુન સિંઘ હેડ’ નામના યુઝર દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. પોસ્ટમાં વીરવધુ સ્મૃતિ કીર્તિ ચક્ર પ્રાપ્ત કરી રહ્યા હતા. એહમદ કે.એ તે ફોટો પર અભદ્ર કમેન્ટ કરી છે. તેણે લખ્યું કે, “કિતની ક્યૂટ હૈ, મૈં ચો$# ઈસે.” અહેમદની આવી કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થવા લાગ્યો હતો. લોકો એક બલિદાની સૈનિકના પત્ની પર આવી અભદ્ર અને નિમ્ન કક્ષાની ટિપ્પણી સહન કરી શક્યા નહીં.

    અહેમદ કે.ની ફેસબુક પ્રોફાઇલ જોતાં જાણવા મળ્યું છે કે, તે દિલ્હીનો રહેવાસી છે. તેણે ફેસબુક પર પોતાનું લોકેશન દિલ્હીનું હોવાનું જણાવ્યું છે. આ સાથે તેણે પ્રોફાઇલ ફોટોમાં વિરાટ કોહલીનો ફોટો મૂક્યો છે. જેમાં કોહલી વર્લ્ડ કપ હાથમાં રાખીને ઊભો હતો. સોશિયલ મીડિયા પર અહેમદે કરેલી કમેન્ટનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. જે બાદ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    NCWએ કાર્યવાહીની કરી માંગ

    રાષ્ટ્રીય મહિલા આયોગે (NCWએ) કીર્તિ ચક્રથી સન્માનિત કેપ્ટન અંશુમન સિંઘના પત્ની વિરુદ્ધ ‘ઓનલાઈન’ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીને ગંભીરતાથી લીધી છે. મહિલા આયોગે સોમવારે (8 જુલાઈ) દિલ્હી પોલીસને લેટર લખીને અહેમદ કે. વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા માટેની માંગણી કરી છે. મહિલા આયોગે દિલ્હી પોલીસને કહ્યું કે, તેઓ આરોપીઓ વિરુદ્ધ માત્ર કેસ દાખલ ના કરે, પરંતુ કડક કાર્યવાહી પણ કરે. આયોગે કહ્યું, અભદ્ર ટિપ્પણી કરનારો આરોપી દિલ્હીનો રહેવાસી છે. આયોગે દિલ્હી પોલીસને જારી કરેલા લેટરમાં વિશેષ કાયદાકીય જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 79 અને માહિતી અને ટેકનોલોજી (IT) એક્ટ, 2000ની કલમ 67નો સમાવેશ થાય છે.

    ભારતીય ન્યાય સંહિતાની તે કલમ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા કોઈપણ કૃત્યને સજા કરવાની જોગવાઈ કરે છે. જ્યારે IT એક્ટની કલમ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસાર માટે સજા આપવાનું કાર્ય કરે છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પોતાના લેટરમાં આ કાયદાઓ હેઠળ અપાતી સજાનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, આ ગુનાઓ માટે પ્રથમ વખત અપરાધી માટે ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. NCWએ દિલ્હી પોલીસને તાત્કાલિક FIR નોંધી તેની ધરપકડ માટે જણાવ્યું છે. આ ઉપરાંત કાર્યવાહીનો રિપોર્ટ ત્રણ દિવસમાં દાખલ કરવા પણ કહેવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં