અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા એક મુસ્લિમ યુવક અશરફ આલમ અન્સારીએ પહેલા એક હિંદુ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં દોઢ વર્ષ સુધી શરીરસુખ માનીને તેને ગર્ભવતી કરીને છોડી દીધી હતી. આ બાબતે યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે એક 20 વર્ષની યુવતી પોતાની ફરિયાદ લઈને આવી હતી. તેણે પોતાની ફરિયાદમાં પોલીસમાં જણાવ્યું કે તે દાણીલીમડામાં જ પોતાના પરિવાર સાથે રહે છે. તે પરિવારને સિલાઈકામ કરીને આર્થિક રીતે મદદરૂપ થતી હતી.
પીડિત હિંદુ યુવતીએ આગળ જણાવ્યું કે દોઢેક વર્ષ પહેલા દાણીલીમડા ખાતેના જ બેરલ માર્કેટ તરીકે ઓળખાતા એક વિસ્તારમાં રહેતા અશરફ આલમ અન્સારી નામના મુસ્લિમ યુવાન સાથે તેનો સંપર્ક થયો હતો. પહેલા બંનેમાં સામાન્ય મિત્રતા થઇ. બાદમાં ફોન પર અવારનવાર વાતચીત કરીને અશરફ અન્સારીએ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેણે તે યુવતીને લગ્નની લાલચ આપીને કેટલીયવાર અમદાવાદની અલગ અલગ હોટેલમાં લઇ જઈને અવારનવાર બળાત્કાર ગુજાર્યા હતા.
ગર્ભ રહી જતા યુવતીએ લગ્નની વાત કરતા અશરફ ઉશ્કેરાઈ ગયો
તાજેતરમાં યુવતીનું ધ્યાન ગયું કે તે ગર્ભવતી છે. આ બાબતે તેણે અશરફને જાણ કરીને લગ્ન કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. તેણે યુવતીને ગર્ભ બાબતે એમ જ કહ્યું કે એમાં તે શું કરે. યુવતી ગર્ભવતી હોવાની જાણ થયા બાદ તે તેને મળવાનું ટાળવા મંડ્યો અને અંતે તેને તરછોડી દીધી.
યુવતીઓ પાસે અન્ય કોઈ રસ્તો ન રહેતા તેણે આખરે પોતાના પરિવારને આ વિશે જાણ કરી. જે બાદ પરિવાર પોતાની 5 મહિનાની ગર્ભવતી પુત્રીને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. જ્યાં દુષ્કર્મ સહિતના ગુનામાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક આરોપી અશરફ આલમ અન્સારીની ધરપકડ કરી લીધી હતી. દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીજે રાવતે જણાવ્યું કે, “યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આરોપીની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. યુવતી ગર્ભવતી હોવાથી તેનું મેડિકલ કરીને તાપસ આગળ વધારવામાં આવશે.”
હાલમાં યુવતીના મેડિકલ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગઈ છે અને પોલીસ આરોપી સામે પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી કરી રહી છે. શક્યતા છે કે તપાસમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થઇ શકે છે.