Saturday, October 12, 2024
More
    હોમપેજગુજરાતકચ્છ: ભુજના કુકમાની યુવતી અલ્તાફમામદ અને અલીમામદની હવસનો શિકાર બની, મોડી રાત્રે...

    કચ્છ: ભુજના કુકમાની યુવતી અલ્તાફમામદ અને અલીમામદની હવસનો શિકાર બની, મોડી રાત્રે કુદરતી હાજતે ગયેલી પીડિતા ઉપર મોઢે ડૂમો દઈ બળાત્કાર ગુજાર્યો

    બંને રાક્ષશોની ભૂખ આટલેથી ન સંતોષાતા પીડિતાના શરીરે બચકા પણ ભર્યા હતા, પીડિતાના અવાજથી આસપાસના લોકો જાગી જતા બંને હવસખોર ભાગી છૂટ્યા હતા.

    - Advertisement -

    કચ્છના કુકમા ગામે મોડી રાત્રે કુદરતી હાજતે ગયેલી યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ભુજ તાલુકાના કુકમા ગામે રાત્રે કુદરતી હાજતે ગયેલી યુવતીને આંતરી, બળજબરીથી મોઢે ડૂમો દઈ, અને અંધારામાં ઢસડી જઈને કુકમાનાં જ રહેવાસી અલીમામદ બાફણની મદદથી ભુજના અલ્તાફમામદ બાફણે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પીડિતાએ પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    મીડિયા અહેવાલો અનુસાર મંગળવાર રાત્રે (4 જુલાઈ 2023) દસ વાગ્યાના અરસામાં કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલા કુકમા ગામે રહેતી યુવતી કુદરતી હાજત માટે પોતાના ઘરની પાછળના ભાગે જઈ રહી હતી. આ દરમિયાન આરોપી અલ્તાફમામદ અને અલીમામદ પીડિતાને જોઈ જતા તેમના મનમાં હવસનો કીડો સળવળ્યો હતો. યુવતીએ દાખલ કરાવેલી ફરિયાદ મુજબ બન્ને જણાએ તેનો પીછો કરીને અંધારું આવતા જ મોકો જોઈ ને તેને આંતરી લીધી હતી. ત્યારબાદ તેને ઢસડી ગયા હતા. અલીમામદે પીડિતાને મોઢે ડૂમો દઈ દીધો હતો અને અલ્તાફમામદે પીડિતાના કપડા ફાડી નાંખ્યા હતા. ત્યારબાદ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

    આ બંને રાક્ષસોની ભૂખ આટલેથી ન સંતોષાતા પીડિતાના શરીરે બચકા પણ ભર્યા હતા. આ દરમિયાન પીડિતાએ મોઢાનો ડૂમો કાઢી અવાજ કરતા આસપાસ રહેતા લોકો જાગી ગયા હતા. જે જોઈ અલ્તાફમામદ અને અલીમામદ ભાગી છૂટ્યા હતા. પીડિતાએ ઘટનાની જાણ પોતાના પરિવારને કરતા તેઓ પીડિતાને લઈ પદ્ધર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ભુજ ખાતે રહેતા અલ્તાફમામદ વિરુદ્ધ બળાત્કાર અને કુકમાના અલીમામદ વિરુદ્ધ ગુનામાં મદદગાર થવા બદલ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે પીડિતની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    ભુજમાં પણ મહિલા બળાત્કારનો શિકાર

    નોંધનીય છે કે ટૂંકા ગાળામાં કચ્છમાં બળાત્કારની આ બીજી ઘટના છે. અન્ય એક ઘટનામાં ભુજમાં એકલી રહેલી એક મહિલાને ફોસલાવીને અને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ અને બળાત્કાર કરાયો છે. ભુજ ખાતે જ હંગામી આવાસમાં રહેતા અબ્દુલ ગફુરે આ મહિલાનું અપહરણ કરીને અજમેર લઈ જઈને હોટલમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

    કચ્છના કુકમા ખાતે રહેતી યુવતી પર બળાત્કાર અને ભુજની મહિલા પર બળાત્કારના આ બે કિસ્સાઓથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. બંને મામલે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં