Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગૌહત્યાનો આરોપી અકબર અલી હાથમાં પ્લેકાર્ડ લઈને યુપી પોલીસ પાસે પહોંચ્યો, સરેન્ડર...

    ગૌહત્યાનો આરોપી અકબર અલી હાથમાં પ્લેકાર્ડ લઈને યુપી પોલીસ પાસે પહોંચ્યો, સરેન્ડર કરીને કહ્યું- મેં ગાયોને મારી હતી, પરિવાર બરબાદ થઇ ગયો, હવે ગુનો નહીં કરું

    અકબર અલીએ કહ્યું, "મારા પર ગૌહત્યાનો આરોપ છે. હું લાંબા સમયથી ફરાર છું. મારું ઘર બરબાદ થઈ ગયું છે. મારી પત્ની જેલમાં છે. હું ફરી કોઈ ગુનો નહીં કરું. મને પોલીસ પર પૂરો વિશ્વાસ છે, તેથી હું આત્મસમર્પણ કરી રહ્યો છું."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં ગૌહત્યાના એક આરોપીએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. આરોપીનું નામ અકબર અલી છે જે હાથમાં સરેન્ડરનું પ્લેકાર્ડ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. શનિવારે (8 જુલાઈ, 2023)ના રોજ હાજર થયેલા અકબર અલીએ પોલીસ સામે પોતાનો ગુનો કબૂલ કરીને સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ મામલો 10 નવેમ્બર 2022નો છે. આ કેસમાં અકબર અલીની પત્ની જેલમાં છે પરંતુ તે પોતે ફરાર હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો પોલીસ સ્ટેશન રૂદૌલીનો છે. અહીં ગૌહત્યાના કેસમાં લગભગ દોઢ વર્ષથી ફરાર અકબર અલીએ અચાનક જ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. 8 જુલાઇના રોજ રૂદૌલીમાં ‘થાના દિવસ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અકબર અલી પોતાની છાતી પર સરેન્ડર પોસ્ટર ચોંટાડીને પોલીસની સામે પહોંચી ગયો હતો. પોસ્ટરમાં અકબર અલીએ પોતાને ગૌહત્યાનો આરોપી ગણાવીને ફરીથી કોઈ ગુનો નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

    આરોપીએ ડીએસપી સત્યેન્દ્ર ભૂષણને કહ્યું, “મારા પર ગૌહત્યાનો આરોપ છે. હું લાંબા સમયથી ફરાર છું. મારું ઘર બરબાદ થઈ ગયું છે. મારી પત્ની જેલમાં છે. હું ફરી કોઈ ગુનો નહીં કરું. મને પોલીસ પર પૂરો વિશ્વાસ છે, તેથી હું આત્મસમર્પણ કરી રહ્યો છું.” પોલીસે અકબર અલીને કસ્ટડીમાં લીધો હતો. જરૂરી કાર્યવાહી બાદ આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2022માં નોંધાયેલા ગૌહત્યાના કેસ સિવાય અકબર અલી પર વર્ષ 2018માં એક્સાઈઝ એક્ટ હેઠળ અને વર્ષ 2023માં IPC 174A હેઠળ કેસ નોંધાયેલ છે.

    - Advertisement -

    10 નવેમ્બર 2022ના રોજ રૂદૌલી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વિનય કુમાર યાદવે ઈથર ગામના 3 આરોપીઓ વિરુદ્ધ ગૌહત્યાનો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ 80 કિલો ગૌમાંસ સાથે અકબર અલીની પત્ની સાજીદા સાથે મોહમ્મદ મોબીન અને મોહમ્મદ મેરાજની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન આ ઘટનામાં અકબર અલીની સંડોવણી પણ સામે આવી હતી. ઘટના બાદથી અકબર ફરાર હતો, જેની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી હતી. અકબર અલીએ આખરે 8મી જુલાઈના રોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં