ભૂતકાળમાં ભારતમાંથી અનેક પ્રાચીન મૂર્તિઓ ચોરી કરીને વિદેશોમાં લઇ જઈને વેચી દેવામાં આવી હતી. જેમાંથી ઘણી મૂર્તિઓને ભારત પરત લાવવામાં સરકાર સફળ થઇ છે. આ જ ક્રમમાં હવે બિહારથી ચોરીને અમેરિકા લઇ જવામાં આવેલી એક મૂર્તિ અમેરિકાએ ભારતને પરત કરી છે.
બિહારના નાલંદા સ્થિત બુદ્ધ શાકયમુનિની નકશીકામ કરેલી કાંસ્ય પ્રતિમા અમેરિકામાં ભારતીય દૂતાવાસને પરત કરી દેવામાં આવી છે. જોકે, રિપોર્ટ અનુસાર નાલંદાની બુદ્ધ પ્રતિમાને ભારત પરત લાવવામાં આવી હોય તેવી આ બીજી ઘટના છે. આ પહેલાં લંડનમાં આવી જ એક મૂર્તિ પરત કરવામાં આવી હતી. જે મૂર્તિ અમેરિકાએ ભારતને પરત કરી છે તે અને તેવી અન્ય પ્રતિમાઓને ભારતના નાલંદા સ્થિત મ્યુઝિયમમાંથી ચોરી કરી લેવામાં આવી હતી.
The second Nalanda Buddha also comes back home!!!!!
— Sanjeev Sanyal (@sanjeevsanyal) April 24, 2022
Well done @poetryinstone https://t.co/aTlhKwF2BL
1960 ના દાયકાની શરૂઆતમાં પશ્ચિમી દેશોમાં આ મૂર્તિઓની ચોરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 22 ઓગસ્ટ 1961 અને માર્ચ 1962 માં નાલંદા સંગ્રહાલયમાં લૂંટફાટ કરવામાં આવી હતી અને ત્યાંથી 1961 માં કાંસ્યની 14 પ્રતિમાઓ લૂંટી લેવામાં આવી હતી. જે મૂર્તિઓ પરત કરવા માટે 15 ઓગસ્ટ 2018 ના રોજ લંડનમાં એક ભવ્ય સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે બોધિસત્વ મૈત્રેય નામથી જાણીતી બુદ્ધ શાક્યમુનિની પ્રતિમા સોના અને તાંબાની મિશ્રધાતુમાંથી બનાવવામાં આવી છે. આ પહેલાં મૂર્તિ અંગે પૂરતા પુરાવાઓ ન હોવાના કારણે તેને અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટી સંગ્રહાલયમાં રાખવામાં આવી હતી. જેને લઈને ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટના એસ વિજયકુમારે કહ્યું કે, આ કેસ હોમલેન્ડ સુરક્ષા એજન્સીઓ અને એજન્ટોના સતત સહયોગ થકી પુરાતત્વિક અવશેષોની ચોરી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ જીત સાબિત થયો છે. આ કેસ 1961 થી જ ચાલી રહ્યો હતો અને LACMA 1970 ના દાયકાથી જ આ માટે સબૂતો અંગે તપાસ કરી રહ્યું હતું.
On #IndependenceDay, London’s Metropolitan Police Service (MPS) has returned India a 12th century statue of Lord Buddha stolen from India 57 years ago. The bronze statue is one of the 14 statues stolen in 1961 from Archaeological Survey of India (ASI) museum in Nalanda. pic.twitter.com/FLbiFU7ZSs
— ANI (@ANI) August 15, 2018
વિજયકુમારે આ અંગે કહ્યું કે, આ મામલે અમે જૂના દસ્તાવેજો માટે સંજીવ સાન્યાલ અને ડૉ વિશ્વાસ સાથે મળીને કામ કર્યું અને ચોરી થઇ છે તેમ સાબિત કર્યું હતું. હોમલેન્ડ સિક્યુરિટી સાથે જોડાયેલા એજન્ટ ચાડ ફ્રેડરિકસન સાથે મળીને અમે તપાસ શરૂ કરી હતી અને જેના કારણે આખરે આ જીત મળી શકી. નોંધવું જોઈએ કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ભૂતપૂર્વ મહાનિર્દેશક સચિન્દ્ર એસ બિસ્વાસ અને સંજીવ સાન્યાલ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્યો છે.
આ પહેલાં, જાન્યુઆરી 2022 માં મકરસંક્રાંતિના દિવસે લંડન સ્થિત ભારતીય હાઈકમિશનને ઉત્તર પ્રદેશના લોખરી ગામમાંથી 40 વર્ષ પહેલાં ગુમ થયેલી બકરીના માથાવાળાં દેવીની પ્રાચીન ભારતીય મૂર્તિઓ મળી આવી હતી. યોગિની દેવીઓની મૂર્તિઓ 1978 અને 1982 વચ્ચે લોખરીથી ચોરી થઇ ગઈ હતી.