Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરામાં એક અનોખી પહેલ : વડોદરાની મિશન રામસેતુ સંસ્થાએ 112 મંદિરોમાં નિશુલ્ક...

    વડોદરામાં એક અનોખી પહેલ : વડોદરાની મિશન રામસેતુ સંસ્થાએ 112 મંદિરોમાં નિશુલ્ક લાઉડ સ્પીકર આપ્યા

    મિશન રામસેતુ સંસ્થા દ્વારા લગભગ એક વર્ષ આગાઉ શરૂ કરાયેલ આ અભિયાન વડોદરાના મંદિરો માટે આશીર્વાદરૂપ બન્યું છે.

    - Advertisement -

    મંદિરો હિન્દુ ધર્મ માટે હમેશા આસ્થાના કેન્દ્રો રહ્યા છે સાથે સાથે મંદિરો હમેશા ચેતનાના કેન્દ્રો પણ રહ્યા છે, મંદિરો હમેશા સમાજના સહયોગથી ચાલતા હોય છે તેવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે વડોદરાની મિશન રામસેતુ સંસ્થા દ્વારા શહેરના 112 મંદિરોમાં આરતી કરવા માટે નિશુલ્ક લાઉડ સ્પીકર વિતરીત કરાયા છે.

    મિશન રામસેતુ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ આ અભિયાન કમસેકમ વડોદરાના આવા અનેક મંદિરો માટે આશીર્વાદરૂપ બન્યું છે. આ પહેલા પણ 2021 માં પણ આ જ સંસ્થાએ વડોદરાના 108 મંદિરોમાં આવી જ રીતે લાઉડ સ્પીકર વિના મૂલ્યે આપ્યા હતા.

    લાઉડ સ્પીકર વિતરણની પહેલની શરૂઆત કરનાર સંસ્થાના અધ્યક્ષ દીપ અગ્રવાલે કહ્યું હતું કે મિશન રામસેતુનો ઉદ્દેશ હિન્દુ ધર્મના લોકો ઘરે બેઠા તેમજ નોકરી કે ધંધાના સ્થળે ભગવાનની આરતી, ભજન-ધૂન, હનુમાન ચાલીસા સાંભળી શકે અને લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે એવો છે.

    - Advertisement -

    વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પણ આ કાર્યને સમર્થન આપ્યું છે.સીએસ દીપ અગ્રવાલે જણાવ્યું હતું કે અન્ય ધર્મના લોકો વર્ષોથી લાઉડસ્પીકરનો ઉપયોગ પોતાના ધર્મ સ્થાનોમાં કરે જ છે. હિન્દુઓને પણ હક છે કે મંદિરો ઉપર લાઉડસ્પીકર ઉપર આરતી, ભજન અને ધૂન મોટા અવાજે વગાડે. જ્યારે મિતેશ વડગામાએ કહ્યું હતું કે અમારી સંસ્થા મિશન રામસેતુની ઇચ્છા વડોદરાના દરેક મંદિરોમાં લાઉડસ્પીકર લાગવાની છે.

    સંસ્થા દ્વારા જો મંદિર મોટું હોય તો બે લાઉડ સ્પીકર અને નાનું હોય તો એક નાનું લાઉડ સ્પીકર આપવાની વ્યવસ્થા રાખી હતી.

    ગત વર્ષથી જ સુરતના પણ કેટલાક વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ દિવસમાં બે વાર એટ્લે કે સ્વર અને સાંજ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાની શરૂઆત કરી હતી. સુરતમાં ન માત્ર મંદિરો પર પરંતુ મોટા બિલ્ડીંગોના ધાબા પરથી પણ લાઉડ સ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડવામાં આવે છે.

    મહારાષ્ટ્રમાં હવે હનુમાન ચાલીસા ગાવાને દેશદ્રોહ ગણાય છે !

    એક બાજુ સુરત વડોદરામાં બે સમય હનુમાન ચાલીસા સાંભળીને લોકો ધન્યતા અનુભવે છે ત્યાં બીજી બાજુ મહારાષ્ટ્રમાં ઊલટી ગંગા વહી રહી છે. મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાની ઉદ્ધવ સરકારે માત્ર એ માટે ધરપકડ કરી કેમકે એમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના ઘરની બહાર ઊભા રહીને હનુમાન ચાલીસા ગાવાની ઘોષણા કરી હતી. આ દંપત્તિની ન માત્ર ધરપકડ કરાઇ પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એમના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો.

    ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાને મુંબઈની બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બંનેને જામીન પર મળવાની આશા હતી પરંતુ કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની સજા ફટકારી હતી. રાણા દંપતી સામે રાજદ્રોહનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. હવે ઉદ્ધવ સરકાર ભાજપના નિશાના પર છે.

    આ પહેલા શિવસેના નેતા સંજય રાવતે નવનીત રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું હતું કે, માતોશ્રીની આસપાસ પ દેખાયા તો જમીનમાં 20 ફૂટ નીચે દફનાવી દેશે એમને.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં