Thursday, September 19, 2024
More
    Home Blog Page 1113

    મોટી બેહેનને નદીમ અને ફરમાન કરતાં હતા છેડછાડ; સગીર ભાઈએ કર્યો વિરોધ તો બેલ્ટથી માર્યો પછી માથું ધડથી અલગ કર્યું

    હચમચાવી મૂકે તેવી એક ઘટના ઉત્તરપ્રદેશના મેરઠમાં બની છે. આ ઘટના જાનીખુર્દ પોલીસ સ્ટેશનના સિવાલ ખાસ ગામની છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોટી બેનની છેડતીનો વિરોધ કરવા બદલ નદીમ અને ફરમાને સગીર વયના નાના ભાઈને પહેલા પટ્ટાથી માર માર્યો ત્યાર બાદ એકે પકડી રાખ્યો અને બીજા એ તેનું ગળું કાપી નાખ્યું. કાપેલું માથું ખેતરમાં ફેકી દીધું. આ ઘટનાથી પૂરા પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પોલીસે ઘટનાના 24 કલાકમાં ગત રવિવારે (17 અપ્રેલ 2022) નદીમ અને ફરમાનની ગિરફ્તારી કરી છે.

    મળતી માહિતી મુજબ, અનસની માથું કાપેલી લાશ સીવાન ખાનપુર સ્થિત એક ખેતર માથી શનિવાર (17 અપ્રેલ 2022)ના રોજ મળી હતી. પોલીસે ત્વરિત પગલાં લઈ કપાયેલું માથું આરોપીઓ એ જે રીતે નિશાન બાતવ્યા તે પ્રમાણે શોધીને નજીકના ખેતર માથી મેળવી લીધું હતું. પોલીસ અધિકારી સંજય વર્માનું કહેવું હતું કે “અનસની મોટી બહેનને બંને આરોપી છેડતી કરતાં હતા, જેનો અનસે વારંવાર વિરોધ કર્યો હતો. બંને આરોપીએ મારવાની ધમકી આપી હતી. અંતે બંને આરોપીએ ભેગા થઈને અનસની હત્યા કરી હતી.”

    અઠવાડીયા પહેલા ઘરની બહાર ઊભી બહેનને નદીમ અને ફરમાને જ છેડતી કરી હતી. જે નાનો ભાઈ જોઈ જતાં તેને વિરોધ કર્યો હતો. વિરોધથી અકળાઇને બંને આરોપીએ અનિસ ને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વાતની જાણ પિતા અનિસ ને થતાં આ ગુંડાતત્વોથી કંટાળીને દીકરી અને માતાને મુરાદાબાદ મોકલી આપી હતી. જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

    આ વાતની જાણ બંને આરોપીને થતાં બીજા દિવસે બંને આરોપી અનસના ઘરે પહોચી ગયા હતા. પરંતુ ત્યાં માતા અને દીકરી ના દેખાતા તેઓ હાજર મોટા ભાઈ કૈફ સાથે મારા મારી કરી તેની બહેન ક્યાં છે તે બાબતે જાણકારી માંગી હતી. પરંતુ કૈફે કઈ કહ્યું ના હતું માટે આટલાથી મન ના ભરાતા તેમણે નાના ભાઈ અનાસ જે શુક્રવારની રાતે ડેરીથી દૂધ લઈને પાછો આવતો હતો ત્યારે તેને ઊચકી ગયા હતા. એક વેરાન જ્ગ્યા પર લઈ જઇ ને તેની બહેનનો નંબર અને સરનામું માંગ્યું હતું. પરંતુ અનસે આપવાની મનાઈ કરી હતી. તે બાબતથી ગુસ્સે થઈ ને પહેલા પટ્ટા વડે તેને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યાર બાદ એક આરોપી એ પકડ્યો અને બીજા એ તેનું માથું કાપી નાખ્યું હતું. આ આખો હત્યાકાંડ સ્થાનિક રશિદ નામના વ્યક્તિના ખેતરમાં થયો હતો. જ્યારે તેઓ એ માથું કાપીને થોડે દૂર આવેલ ઈરફાનના ખેતરમાં નાખી દીધું હતું.

    બંને હત્યારાઓ 24 કલાકમાં જ પકડી પડ્યા છે પરંતુ પરિવારની સ્થિતિ અત્યંત કપરી થઈ છે તેઓ પોતાના દિકરાને ખોવાના કારણે હૈયાફાટ રુદન કરી રહ્યા છે અને આરોપીને ફાંસીની સજા થાય તેની માંગણી કરી છે. પોલીસ પ્રશાસને પણ કુટુંબને આશ્વાસન આપ્યું છે.

    દિલ્હી પોલીસની અવળી ગંગા: જમિયતની મુલાકાત બાદ એક સગીર સહીત હનુમાન જયંતિ શોભાયાત્રાનું આયોજન કરનાર 5 હિંદુઓની ધરપકડ

    શનિવારે (16 એપ્રિલ, 2022), દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા કાઢી રહેલા હિંદુઓ પર મુસ્લિમ ટોળા દ્વારા માત્ર પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ આ વિસ્તારમાં આગચંપી અને હિંસા પણ થઈ હતી. હવે એ વાત સામે આવી છે કે આ મામલામાં દિલ્હી પોલીસે 5 હિન્દુઓની ધરપકડ કરી છે, જેમની આ શોભા યાત્રાના આયોજનમાં મુખ્ય ભૂમિકા હતી. આ તમામ એક જ પરિવારના છે. આ કાર્યવાહી જહાંગીરપુરીમાં જમીયતની મુલાકાત બાદ થઈ છે.

    પીડિત પરિવારની મહિલાએ જણાવ્યું કે દિલ્હી પોલીસે તેમના ઘરે તેના ત્રણ પુત્રોને પકડી લીધા છે. આ ઉપરાંત ઉક્ત મહિલાના પતિને પણ પોલીસે પકડી લીધો છે, તેવી માહિતી તેમણે આપી હતી. ધરપકડ કરાયેલ મહિલાના ત્રણ પુત્રો પૈકી એક પુત્ર પણ સગીર છે. પીડિત મહિલાએ જણાવ્યું કે તેના દિયરને (પતિનો નાનો ભાઈ) પણ દિલ્હી પોલીસે પકડ્યો છે. શોભા યાત્રામાં ઉપયોગમાં લેવાતો રથ આ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો હતો.

    રથ તરફ ઈશારો કરીને મહિલાએ કહ્યું કે તે ખૂબ જ તૂટેલી હાલતમાં પાછો આવ્યો હતો. સ્થાનિક યુવાનોએ એમ પણ જણાવ્યું કે રમખાણો બાદ તેઓએ રથ માટે જે સજાવટ કરી હતી તે વેરવિખેર થઈ ગઈ હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે તેના પતિ અને પુત્રો ઘરે પાછા આવ્યા અને કહ્યું કે મુસ્લિમ પથ્થરબાજોના કારણે અરાજકતા અને હિંસા થઈ હતી. જ્યાં મહિલાનો પતિ પ્લાન્ટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમજ દિયર ભંગારનું કામ કરે છે.

    પીડિત મહિલાનું નામ દુર્ગા સરકાર છે, જ્યારે તેણે પોતાના પતિનું નામ સુકેન સરકાર જણાવ્યું છે. મોટો પુત્ર સૂરજ 20 વર્ષનો છે, જ્યારે બીજો પુત્ર 17-18 વર્ષનો છે. મહિલાનો ત્રીજો પુત્ર સગીર છે, તેમ છતાં પોલીસે તેને ઝડપી લીધો છે. મહિલાએ તેના સાળાનું નામ સુકેશ સરકાર જણાવ્યુ છે. ધરપકડની માહિતી સામે આવ્યા બાદ લોકો ગુસ્સામાં છે અને પૂછી રહ્યા છે કે જ્યારે પીડિત હિંદુ છે તો તેમની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે?

    બીજી એક ખાસ વાત એ છે કે આ કાર્યવાહીના થોડા સમય પહેલા જ જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પૂછ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ કેવી રીતે સાબિત કરી શકે કે પહેલો પથ્થર મુસ્લિમોની બાજુથી આવ્યો હતો? મસ્જિદમાંથી પથ્થરમારાના મુદ્દે જમિયતનું કહેવું છે કે મીડિયા અને લોકો શું કહે છે, તે પોલીસ તપાસ બાદ જ કહેશે. સંગઠને કહ્યું કે પથ્થરો અને ભગવા ઝંડા બહારથી લાવવામાં આવ્યા હતા.

    જહાંગીરપુરીમાં જમીયતની મુલાકાત બાદ સંગઠને કહ્યું કે દિલ્હી પોલીસે તેમને ન્યાયીક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલા ઉલેમાઓએ કહ્યું કે સંગઠન આવા આરોપીઓને કાયદાકીય સહાય પૂરી પાડે છે અને એફઆઈઆર જોયા પછી આ કેસમાં પણ એવું જ કરવામાં આવશે. પોતાને ગરીબોનો મદદગાર ગણાવતા જમિયત ઉલેમાએ અસલમની ધરપકડ પર કહ્યું કે દિલ્હી પોલીસે હજુ સુધી કંઈ સ્પષ્ટ કહ્યું નથી. એટલે કે સંગઠન જહાંગીરપુરીના તોફાનીઓને કાયદાકીય મદદ કરશે.

    તાજી માહિતી એ પણ છે કે પથ્થરમારો અને ફાયરિંગનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આરોપી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો સરઘસ કાઢી રહેલા લોકો પર પથ્થરમારો કરી રહ્યા છે. પથ્થરબાજોમાં 10-12 બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સામેલ હતા. આ દરમિયાન એક 40-42 વ્યક્તિ આવે છે અને ખાંચાની સામે પિસ્તોલ તાકીને તરત જ ભાગી જાય છે.

    ‘રામ દરબારની મૂર્તિઓ પર દારૂ અને હાડકાં ફેંકવામાં આવ્યાં, નગ્ન તલવારો સામે પોલીસ લાચાર’: જહાંગીરપુરી રમખાણોમાં ઘાયલ હિન્દુએ કહ્યું

    દિલ્હીના જહાંગીરપુરીમાં, હનુમાન જયંતિ નિમિત્તે, હિંદુઓ દ્વારા કાઢવામાં આવેલ શોભાયાત્રામાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ અતિશય હિંસામાં આચરી હતી. OpIndiaની પીડિત સાથે વાત : હિંસાના પીડિત રાકેશ બેનીવાલે કહ્યું કે ઓછામાં ઓછા 500 તોફાનીઓના ટોળાએ હાથમાં ખુલ્લી તલવારો સાથે સરઘસ પર હુમલો કર્યો. તેઓ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા.

    OpIndiaની પીડિત સાથે વાત માં પીડિત રાકેશ બેનીવાલે જણાવ્યુ, “અમે પોલીસને કહ્યું હતું કે આ એક સંવેદનશીલ વિસ્તાર છે અને પોલીસે પણ અહીં ઘણો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ, તોફાનીઓ એટલા બધા હતા કે પોલીસ પણ તેમની સામે લાચાર બની ગઈ હતી. તોફાનીઓ ત્યાં શેરીઓમાં અને મસ્જિદની છત પર ભરાઈ ગયા હતા. તેમની પાસે ખાલી બોટલો, ભરેલી બોટલો અને પથ્થરો હતા. સાંજના લગભગ 6 વાગ્યા હતા. શોભાયાત્રા મસ્જિદની સામેથી નીકળી રહી હતી. શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા હતા. ત્યાં અચાનક નાસભાગ મચી ગઈ અને પછી પથ્થરમારો શરૂ થયો. તોફાનીઓ ઇદગાહની બાજુથી આવ્યા હતા, જેઓ અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યા હતા. રેલીમાં સામેલ સંતો અને બાળકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનો પછી વહીવટીતંત્ર હવે સજ્જ છે અને અમે માત્ર પોલીસના કારણે જ બચ્યા છીએ.”

    તેમણે એ પણ જણાવ્યું કે તોફાનીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્યાં હાજર પોલીસકર્મીઓને પણ ગોળીઓ અને છરીઓ લાગી. બેનીવાલના મતે આ પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે પહેલા પણ અમે સરઘસ કાઢતા હતા અને તે લોકો કહેતા હતા કે અવાજ ઓછો કરો અને અમે ધીમા પડીને નીકળી જતા હતા. મસ્જિદ અને તેની બાજુના ઘરોની છત પર ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. તમામ પુરુષો તેમજ મહિલાઓ અને બાળકોના હાથમાં પથ્થરો હતા. ઓછામાં ઓછા 400-500 લોકોના હાથમાં તલવારો હતી. એવું લાગતું હતું કે તલવારોને ધાર કાઢીને સાથે લાવવામાં આવી હતી.

    રાકેશ બેનીવાલે કહ્યું કે લોકો કહેતા હતા કે આમાં અંસારનો હાથ છે. તેમણે કહ્યું, “મારા પર પાછળથી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. રામના દરબારમાં દારૂની બોટલો અને તેમાંથી ભરેલા હાડકાં ફેંકાયા હતા. તેઓ લગભગ 40 ફૂટની ઊંચાઈથી પથ્થરમારો કરી રહ્યા હતા.”

    હિંમતનગર અને ખંભાત બાદ હવે વડોદરામાં કોમી રમખાણ, તલવારધારી ટોળાં દ્વારા મંદિર પર હુમલો કરી લૂંટ અને પ્રતિમા ખંડિત કરાઇ

    ગુજરાતમાં હિંમતનગર પછી ખંભાત અને ખંભાત પછી હવે વડોદરામાં કોમી રમખાણ ફાટી નિકળ્યું હતું. રાવપુરામાં મોડીરાતે સામાન્ય અકસ્માત બાદ કોમી રમખાણની ઘટનામાં 4 વ્યક્તિ ઘાયલ થયા હતા. રાવપુરા ટાવર પાસે મોડી રાતે 11.30 કલાકની આસપાસ બે બાઇક અથડાઇ હતી જે બાદ તેમની વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. જોતજોતામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. પથ્થરમારાને કારણે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી લોકોના ટોળેટોળા જામી ગયા હતા. મુસ્લિમ ટોળાએ કોઠી પોળના મંદિર પર હુમલો કરી સાંઈ બાબાની મૂર્તિને તોડી નાંખી હતી. આ સાથે 10થી વધુ વાહનો અને લારીઓની તોડફોડ કરી હતી.

    રાવપુરા ટાવર પાસે આ અકસ્માત થયા બાદ ઝઘડો એટલો ઉગ્ર થયો કે તલવારો સાથેના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં હતા. ટોળામાં 300થી વધુ તોફાનીઓએ જોવામાં આવ્યા હતા. આ અસામાજિક તત્વોએ નજીકમાં આવેલ મંદિર પર હુમલો કરી સાંઈ બાબાની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ધમાલ દરમિયાન 4 લોકોને ઇજા પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

    આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સહિત સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

    ઘાયલ થયેલ લોકોને વડોદરાના સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. કોઠી પોળમાં મુસ્લિમો દ્વારા સાંઈબાબા ની પ્રતિમા ખંડિત કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ વાત પર સ્થિતિ વધુ ના વણસે એ માટે મોડી રાતે જ મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી હતી.

    આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશન, ડૉ. શમશેરસિંહે જણાવ્યું હતું કે, બે ગ્રુપ વચ્ચે માથાકૂટ થઇ અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ત્રણ માણસોને સામાન્ચ ઇજા પહોંચી છે. દરેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે આ સાથે પોલીસનો બંદોબસ્ત પણ લાદવામાં આવ્યો છે. શહેરમાં કોઇપણ જાતની તંગદિલી નથી. શહેરમાં શાંતિ છે. જાણકારી આપવા સાથે કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે, કોઇપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. કોઇપણ માહિતી વેરિફાઇ કરવી હોય તો 100 નંબર પર ફોન કરીને વિગતો જાણી શકાય છે.

    આ પહેલા ગુજરાતનાં હિંમતનગર તથા ખંભાતમાં થયા હતા રમખાણ

    ગુજરાતમાં આ રીતની હિન્દુ ઉત્સવો, હિન્દુ શોભાયાત્રાઓ તથા મંદિરો પર હુમલાઓની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સૌ પહેલા રામનવમીના દિવસે ગુજરાતના હિંમતનગરમાં કોમી રમખાણ થયું હતું, એ જ દિવસે ગુજરાતના ખંભાતમાં પણ આવી જ શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો અને હવે વડોદરામાં કોમી રમખાણ વખતે રાવપુરા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

    વડોદરા નજીકના આણંદ જિલ્લાના ખંભાત ખાતેની હિંસામાં પ્રારંભિક પોલીસ તપાસમાં એક મોટું કાવતરું બહાર આવ્યું છે જ્યાં ઓછામાં ઓછા 3 મૌલાનાઓ કથિત રીતે સામેલ હતા. લોકોને હિંસા આચરવા માટે જિલ્લાની બહારથી બોલાવવામાં આવ્યા હતા અને એવા અહેવાલો છે કે જો કોઈ પકડાય કે કાઇ પણ ખોટું થાય તો તેઓને કાનૂની અને નાણાકીય સહાયનું વચન આપવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ, મૌલવીઓ ઇસ્લામનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગતા હતા જેથી ભવિષ્યમાં આવી કોઈ શોભા યાત્રાઓ ન થાય.
    
    આ દરેક ઘટનામાં ઘણી વાતો સરખી જોવા મળી હતી. જેમ કે દરેક નાની ઘટના મોટી ધમાલમાં પરિવર્તિત થવી, અચાનક મોટાં ટોળા ભેગા થઈ જવા, અને મોટી સંખ્યામાં પથ્થરો મળી જવા પથ્થરમારા માટે અને દરેક ઘટનામાં ભોગ હિન્દુ મંદિરો જ બનવા. પોલીસ દ્વારા આગળની ઘટનાઓની તપાસ દરમિયાન એ તમામ સુયોજિત ષડયંત્ર હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારે હવે વડોદરાની આ ઘટનામાં પોલીસ તપાસમાં શું આવશે એ તરફ સૌની નજર છે.

    વિશ્વિક કોરોના મૃત્યુઆંક અંગે ભારત વિષે ફેક નેરેટીવ ફેલાવતા ન્યૂયોર્ક ટાઈમ્સને આરોગ્ય મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ

    16 એપ્રિલના રોજ, ભારતે ન્યુયોર્ક ટાઇમ્સને યોગ્ય જવાબ આપ્યો હતો જેમાં ભારત પર વૈશ્વિક કોરોના મૃત્યુઆંક સાર્વજનિક કરવાના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના પ્રયત્નોને અટકાવવાનો આરોપ મૂક્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT) ના અહેવાલમાં ભારત સરકાર દ્વારા નોંધાયેલા કોવિડ મૃત્યુના આંકડા પર પણ શંકા કરવામાં આવી છે.

    પોતાની એક અખબારી યાદીમાં, ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે વૈશ્વિક કોરોના મૃત્યુઆંકવાળા મુદ્દા પર ભારત WHO સાથે નિયમિત અને ઊંડાણપૂર્વકની તકનીકી આપ-લે કરે છે. મંત્રાલયે વિશ્વભરમાં ખરેખર થયેલા મૃત્યુની અંદાજિત સંખ્યાની ગણતરી કરવા માટે અભ્યાસ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્લેષણમાં શ્રેણી-1 દેશોના સમૂહમાંથી એકત્રિત કરાયેલા આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જયારે ભારત સહિત શ્રેણી-2 દેશો માટે ગાણિતિક મોડેલિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંત્રાલયે ઉમેર્યું હતું કે ભારત માત્ર વિશ્લેષણના પરિણામ પર જ નહીં પરંતુ પદ્ધતિ પર જ પ્રશ્ન કરે છે.

    અખબારી યાદીમાં આગળ કહેવામાં આવ્યું છે કે ઘણી વખત, ભારતે ઔપચારિક સંદેશાવ્યવહાર દ્વારા અન્ય સભ્ય દેશો સાથે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી અને WHOને 6 પત્રો રજૂ કર્યા હતા, એક વખત નવેમ્બર 2021માં, બે વાર ડિસેમ્બર 2021માં અને ફરીથી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2022માં. ઉપરાંત આ વિષય પર 4 વખત વર્ચ્યુઅલ બેઠકો પણ યોજવામાં આવી હતી. યાદીમાં મંત્રાલય આગળ જોડે છે “આ આપ લે દરમિયાન, ભારત દ્વારા અન્ય સભ્ય દેશો સાથે ચોક્કસ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, દા.ત. ચીન, ઈરાન, બાંગ્લાદેશ, સીરિયા, ઈથોપિયા અને ઈજીપ્તની પદ્ધતિ અને બિનસત્તાવાર આંકડાંના ઉપયોગ અંગે પ્રશ્નો કરાયેલ”

    મંત્રાલયે જણાવ્યું હતું કે ‘One size fits all’ અભિગમ નાના દેશોમાં કામ કરી શકે છે, પરંતુ તે 130 કરોડથી વધુની વસ્તી ધરાવતા ભારતને લાગુ નહીં પડે. અખબાર યાદીમાં મંત્રાલયે આગળ લખ્યું, “WHO ની ગણતરીનું હાલનું મોડલ બે ખૂબ જ ભિન્ન અને ખૂબ જ ઉચ્ચ મૃત્યુદરના અંદાજ આપે છે જ્યારે એના દ્વારા શ્રેણી-1 ના ડેટાનો ઉપયોગ કરવામાં આવે અને જ્યારે ભારતના 18 રાજ્યોના ચકાસ્યા વગરના ડેટાનો ઉપયોગ કરવામાં આવે. અંદાજમાં આટલો મોટી ભિન્નતા આવી મોડેલિંગ પ્રક્રિયાની માન્યતા અને ચોકસાઈ અંગે ચિંતા ઉભી કરે છે,”

    મંત્રાલયે ઉમેર્યું હતું કે જો મોડેલ સચોટ અને ભરોસાપાત્ર હોય, તો તેને તમામ શ્રેણી-1 દેશો માટે ઉપયોગમાં લઇને પ્રમાણિત કરવું જોઈએ. “ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે જો મોડેલ સચોટ અને વિશ્વસનીય છે, તો તેને તમામ શ્રેણી-1 દેશો માટે વાપરીને પ્રમાણિત કરવું જોઈએ અને આવી કવાયતના પરિણામ તમામ સભ્ય દેશો સાથે શેર કરી શકાય છે,” અખબારી યાદીમાં ઉમેર્યું.

    મંત્રાલયે માસિક તાપમાન અને સરેરાશ મૃત્યુ વચ્ચેના વિપરિત સંબંધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તેની પાસે આવા ચોક્કસ પ્રયોગમૂલક સંબંધ સ્થાપિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી. બધા ભારતીય રાજ્યો તેમજ રાજ્યોની અંદર વિવિધ આબોહવા અને મોસમી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતા મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારત ખંડીય પ્રમાણનો દેશ છે. આબોહવા અને મોસમી પરિસ્થિતિઓ વિવિધ રાજ્યોમાં અને રાજ્યની અંદર પણ મોટા પ્રમાણમાં બદલાય છે તેથી, તમામ રાજ્યોમાં મોસમી સ્વરૂપ વ્યાપકપણે વૈવિધ્યસભર છે. આમ, આ 18 રાજ્યોના ડેટાના આધારે રાષ્ટ્રીય સ્તરે મૃત્યુદરનો અંદાજ આંકડાકીય રીતે અપ્રમાણિત છે.”

    મંત્રાલયે ઉમેર્યું હતું કે શ્રેણી-2 દેશો માટે મોડેલિંગ ગ્લોબલ હેલ્થ એસ્ટીમેટ 2019 પર આધારિત છે, જે પોતે માત્ર એક અંદાજ છે. મંત્રાલયે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશમાં ઉપલબ્ધ ડેટાની અવગણના કરતી વખતે અંદાજોના અગાઉના સેટ વર્તમાન મોડેલિંગ પદ્ધતિ પર કેવી રીતે આધારિત હોઈ શકે. મંત્રાલયે એ પણ નોંધ્યું છે કે જ્યારે GHE 2019 નો ઉપયોગ ભારત માટે કરવામાં આવ્યો હતો, શ્રેણી-1 દેશો માટે, તેમના પોતાના ઐતિહાસિક ડેટાસેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં ડેટા સંગ્રહ અને વ્યવસ્થાપનની મજબૂત સિસ્ટમ છે એ છતાં ભારતની ઐતિહાસિક માહિતીની અવગણના કરવામાં આવી હતી તે હકીકત છે.

    મંત્રાલયે ધ્યાન દોર્યું કે ભારતમાં કોઈ વય-લિંગ આધારિત મૃત્યુનું વિતરણ નથી, પરંતુ WHO એ 61 દેશોના અહેવાલ ડેટા સાથે તમામ દેશો માટે વય અને લિંગ માટે પ્રમાણભૂત પેટર્ન નક્કી કરી છે. તે ભારત સહિત અન્ય દેશોમાં ઉપલબ્ધ ડેટાને સામાન્ય બનાવે છે. “આ અભિગમના આધારે, ચાર દેશો (કોસ્ટા રિકા, ઇઝરાયેલ, પેરાગ્વે અને ટ્યુનિશિયા) દ્વારા નોંધાયેલા મૃત્યુના વય-લિંગ વિતરણના આધારે અનુમાનિત મૃત્યુનું ભારતનું વય-લિંગ વિતરણ રજૂ કરવામાં આવ્યું હતું,” મંત્રાલયે ઉમેર્યું.

    મંત્રાલયના અહેવાલમાં છે કે WHO એ વાસ્તવિક વર્ગીકૃત ચલોને બદલે આવક જેવા દ્વિગુણ ચલોના સંયોજનનો ઉપયોગ કર્યો હતો. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે તે ઊંચા મૃત્યુદરની આગાહી કરવા માટે સૌથી સચોટ પદ્ધતિ હોવાનું જણાવ્યું હતું પરંતુ આ ચલો કેવી રીતે સૌથી સચોટ હોવાનું જાણવા મળ્યું તેના પર કોઈ વિગતવાર સમર્થન આપ્યું નથી.

    ભારતમાં, ટેસ્ટ પોઝીટીવીટી દર કોઈપણ સમયે એકસમાન ન હતો. જો કે, તે મોડેલિંગ હેતુઓ માટે ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું. “વધુમાં, ભારતે WHOએ જે સલાહ આપી હતી તેના કરતા વધુ ઝડપી દરે કોવિડ-19 પરીક્ષણ હાથ ધર્યું છે. ભારતે મોલેક્યુલર પરીક્ષણને પસંદગીની પરીક્ષણ પદ્ધતિ તરીકે જાળવી રાખ્યું છે અને માત્ર સ્ક્રીનીંગ હેતુઓ માટે જ રેપિડ એન્ટિજેનનો ઉપયોગ કર્યો છે. શું આ પરિબળોનો ઉપયોગ ભારતના મોડેલમાં કરવામાં આવ્યો છે તે હજુ પણ અનુત્તર છે,” મંત્રાલયે જણાવ્યું હતું.

    જ્યારે WHO એ વ્યક્તિલક્ષી અભિગમ જેમ કે શાળા બંધ કરવી, કાર્યસ્થળ બંધ કરવું, જાહેર કાર્યક્રમો રદ કરવા વગેરે વિશે ભારતના દૃષ્ટિકોણ સાથે સંમતિ દર્શાવી હતી કારણ કે ભારત જેવા દેશ માટે આવી રીતે નિયંત્રણના વિવિધ પગલાંનું પ્રમાણ નક્કી કરવું અશક્ય હતું. જો કે, તેનો ઉપયોગ હજુ પણ વૈશ્વિક કોરોના મૃત્યુઆંક નક્કી કરવાના અભ્યાસ માટે થતો હતો.

    મંત્રાલયે કહ્યું કે WHO સાથેની વાતચીત દરમિયાન, ભારતે યુએસએ, ફ્રાન્સ અને જર્મની જેવા શ્રેણી-1 દેશોના સત્તાવાર અહેવાલોમાં થતી વધઘટને પ્રકાશિત કરી. “વધુમાં, ઇરાક જેવા દેશનો સમાવેશ કે જે શ્રેણી-1 દેશો હેઠળ જટિલ વિસ્તૃત કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, તે શ્રેણી 1/2 તરીકે દેશોના વર્ગીકરણમાં WHOના મૂલ્યાંકન અને આ દેશોમાંથી મૃત્યુદરના અહેવાલની ગુણવત્તા પરના તેના નિવેદન પર શંકા પેદા કરે છે.” જણાવ્યું હતું. WHO તરફથી ભારતને હજુ સુધી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી.

    મંત્રાલયે કહ્યું કે ભારત આવા ડેટા સેટ્સ પર WHO સાથે સહયોગ માટે તૈયાર છે જે નીતિ ઘડતરના દૃષ્ટિકોણ માટે મદદરૂપ થશે. જો કે, ભારતે પદ્ધતિની ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા અને આવા ડેટાની માન્યતાના સ્પષ્ટ પુરાવાની પણ માંગ કરી હતી.

    મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યારે NYT ભારતમાં કોવિડ-19 મૃત્યુદરના વધુ કથિત આંકડાઓ મેળવી શકે છે, ત્યારે તે “અન્ય દેશો માટેના અંદાજો જાણવામાં અસમર્થ હતું.”

    ભારતના કોવિડ-19 મૃત્યુ દર વિશે NYT સ્પષ્ટ જૂઠ બોલતું આવ્યું છે.

    16 એપ્રિલના રોજ, NYT એ “India Is Stalling the W.H.O.’s Efforts to Make Global Covid Death Toll Public” શીર્ષક હેઠળનો અહેવાલ પ્રકાશિત કર્યો, જેમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વિશ્વભરમાં થયેલા વાસ્તવિક વૈશ્વિક કોરોના મૃત્યુઆંક નો અંદાજિત ડેટા WHO ને પ્રકાશિત કરવા દેતું નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ જ રિપોર્ટનો ઉપયોગ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારને નિશાન બનાવવા માટે કર્યો છે.

    રાહુલ ગાંધીએ શેયર કરેલ NYTનો અહેવાલ (સાભાર : ટ્વિટર )

    અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ભારતમાં 40 લાખથી વધુ કોવિડ -19 મૃત્યુ થયા છે, જે સત્તાવાર સંખ્યા કરતા 8 ગણા વધારે છે. વિલંબ માટે મોદી સરકારને દોષી ઠેરવતા, NYT એ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ભારત સરકાર માટે સંવેદનશીલ મુદ્દો છે કારણ કે કોવિડ -19 મેનેજમેન્ટ માટે તેની ટીકા કરવામાં આવી હતી.

    પ્રધાનમંત્રી પાસેથી પંજાબ માટે એક લાખ કરોડની માંગનાર ભગવંત માને ગુજરાતમાં જાહેરાતો આપવા સરકારી તિજોરી ખોલી

    પંજાબના નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના પોતાના વાયદાઓની ગુજરાતમાં જાહેરાતો કરવા ગુજરાતી વર્તમાન પત્રોમાં આખા પાનાં રોકેલાં હોય તથા ન્યુઝ ચેનલોના પ્રાઈમ ટાઈમ રોકેલી માલૂમ પડે છે. પરંતુ પંજાબના વિકાસ માટે રાજ્ય પાસે પૈસા ન હોવાથી પ્રધાનમંત્રી મોદી પાસે 1 લાખ કરોડના પેકેજની માંગણી કરનાર સીએમ પોતાની આ જાહેરાતોના નાણાં કઈ રીતે ચૂકવતા હશે એ પણ જોવા અને જાણવાની વાત છે.

    આજે ગુજરાતના મોટાભાગના સમાચારપત્રોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આખા પાનાની જાહેરાત છપાઈ છે. જેમાં એમના એક મહિનાના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ આપ્યું છે. જેમાં મુખ્ય છે:

    • 1 જુલાઈથી 300 યુનિટ સુંધી ફ્રી વીજળીની જાહેરાત
    • લાંચ વિરોધી એક્શન લાઈનની જાહેરાત
    • 25,000 નવી સરકારી નોકરીઓની જાહેરાત
    • 35,000 કરાર આધારિત કર્મચારીઓને સ્થાયી કરવાની જાહેરાત
    • રાશન ઘર સુંધી ડિલિવરી કરવાની યોજનાની જાહેરાત

    પરંતુ એમાંથી ઘણી ઘોષણાઓ પંજાબની પહેલાની કોંગ્રેસ સરકારે પોતાના કાર્યકાળમાં જ કરી દીધી હતી, જેમકે કરાર આધારિત કર્મચારીઓને સ્થાયી કરવા. જ્યારે ઘણી માત્ર કાગળ પર છે.

    બીજી મહત્વની વાત એ છે કે જ્યારે આપ સરકાર પંજાબ રાજ્યના ચલાવવા કેન્દ્ર સરકાર પાસે એક લાખ કરોડ જેવી મોટી રકમની માંગણી કરી રહી હોય તો સામે આ ફ્રી વાળી યોજનાઓ રાજ્યને ફાયદો કરશે કે નુકશાન એ પંજાબની જનતા જરૂર જાણવા માંગશે. એમાં પણ આ ગુજરાતમાં જાહેરાતો આપીને પંજાબ રાજ્ય વધુ ને વધુ દેવાના ભરડામાં હોમાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેમ જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હંમેશા વિવાદોમાં રહેતા આવ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ માન પર આરોપ લાગ્યો હતો કે એમણે 14 તારીખે તખ્ત દમદમાં સાહિબ ગુરુદ્વારામાં દારૂ પીધેલી હાલતમાં દર્શન કરવા ગયા હતા. જે બાદ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ (SGPC) સીએમ ભગવંત માન પોતાનાં આ કાર્ય માટે માફી માંગે એવી માંગણી કરી છે. તથા ભારતીય જનતા પાર્ટીના નેતા તજીન્દર પાલ સિંહ બગ્ગાએ આ વિષયમાં માન વિરુદ્ધ દિલ્હીમાં પોલીસ ફરિયાદ પણ કરી છે.

    સ્વાભાવિક છે કે પંજાબની આ તમામ ઘોષણાઓની ગુજરાતમાં જાહેરાત આપવાનો સ્પષ્ટ હેતુ આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આપ તરફ મતદારોને આકર્ષવાનો છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પર વધુ ભાર આપી રહી છે.

    ગુજરાતી સમાચાર ચેનલો પર પણ વારંવાર ભગવંત માનની એક જાહેરાત આવે છે જેમાં એમણે પંજાબમાં નવી બનાવેલ લાંચ વિરોધી હેલ્પલાઇનની જાહેરાત કરતા હોય છે અને કહેતા હોય છે કે પંજાબ પહેલા માત્ર દિલ્હીમાં આ પ્રકારની હેલ્પલાઇન ખોલવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં જ્યારે ભગવંત માન આ જાહેરાત કરતા હોય ત્યારે ગુજરાતની સામાન્ય જનતા જાણતી જ હશે છે કે ગુજરાતમાં આવી લાંચ વિરોધી વોટસએપ હેલ્પલાઇન પંજાબ રાજ્ય કરતા ઘણાં સમય પહેલેથી કાર્યરત છે.

    આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી રસપ્રદ થવાની પૂરી સંભાવના હોવાનું લેફ્ટ સાથે સંકળાયેલા રાજકીય નિરીક્ષકો માની રહ્યાં છે. પરંતુ, ગુજરાતની જનતા શું આ મફતના રાજકારણને સ્વીકારશે એ પ્રશ્નનો જવાબ આપવા માટે તેઓ અક્ષમ પણ જણાઈ રહ્યાં છે.

    મહારાષ્ટ્રમાં બેંગાલ મોનિટર લિઝાર્ડ (ઘો) સાથે ગેંગરેપ, વિડીયો પણ બનાવ્યો : ચાર આરોપીઓની ધરપકડ, સીસીટીવી ફૂટેજથી રહસ્ય ખૂલ્યું

    મહારાષ્ટ્ર થી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજ્યના ગોઠાણે ગામ પાસે સહ્યાદ્રિ ટાઈગર રિઝર્વમાં એક બેંગાલ મોનિટર લિઝર્ડ (ઘો) સાથે કથિત રીતે બળાત્કાર કરવાના આરોપસર ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીઓ શિકારી હોવાનું જણાવવામાં આવું છે અને જાણવા મળ્યા અનુસાર તેમણે ગોઠાણેના ગાભા વિસ્તારમાં સહ્યાદ્રિ ટાઈગર રિઝર્વના કોર ઝોનમાં કથિત રીતે પ્રવેશ કરીને આ દુષ્કૃત્ય આચર્યું હતું.

    આરોપીઓની ઓળખ સંદીપ તુકારામ, પવાર મંગેશ, જનાર્દન કામટેકર અને અક્ષય સુનીલ તરીકે થઇ છે. મહારાષ્ટ્ર વન વિભાગે આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરતાં આ ઘટના પરથી પડદો ખુલ્યો હતો. અધિકારીઓને આ આરોપીઓના મોબાઈલ ફોનમાં એક રેકોર્ડિંગ મળી આવ્યું હતું જેમાં તેઓ ઘો સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર કરતા જોવા મળી રહ્યા હતા!

    બંગાળ મોનીટર લિઝાર્ડ ( ફોટો સાભાર – DNA )

    જે બાદ સાંગલી ફોરેસ્ટ રિઝર્વમાં તહેનાત વન અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરી હતી. ફૂટેજમાં આ આરોપીઓ જંગલમાં ફરતા જોવા મળ્યા હતા. ઘટનાની વિસ્તૃત જાણકારી આપતા અધિકારીઓએ કહ્યું કે ત્રણ આરોપીઓ કોંકણથી કોલ્હાપુરના ચંદોલી ગામમાં શિકાર માટે આવ્યા હતા. અધિકારીઓ અનુસાર, આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

    અહીં એ નોંધનીય છે કે બેંગાલ મોનિટર ગરોળી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ એક આરક્ષિત પ્રજાતિ છે અને જો કેસમાં દોષિત ઠેરવાય તો આ આરોપીઓને સાત વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

    શું હોય છે મોનિટર લિઝાર્ડ ?

    ઉલ્લેખનીય છે કે આ એક મોટી ગરોળીની પ્રજાતિ છે જેને ગુજરાતીમાં ઘો નામથી ઓળખવામાં આવે છે. આ સિવાય તેને અન્ય ભાષાઓમાં વિષખોપરા, ગોહેરા, ગોહ, બિચપડી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાતો તેને મોનિટર લિઝાર્ડ કહે છે. આ પ્રકારની ગરોળીઓની લગભગ 70 પ્રજાતિઓ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે, પરંતુ ભારતમાં તેની ચાર પ્રજાતિઓ છે.જેમાં મોનિટરલિઝર્ડ, યલો મોનિટર લિઝર્ડ, વોટર મોનિટર લિઝર્ડ અને ડેઝર્ટ મોનિટર લિઝર્ડનો સમાવેશ થાય છે. જોકે, તેમાંથી બેંગાલ મોનિટર લિઝર્ડ સૌથી વધુ જોવા મળે છે. જેને અત્યંત ઝેરી જનાવર માનવામાં આવે છે.

    સામાન્ય રીતે આજ સુધી બકરી જેવા જાનવરો પર દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ આ રીતે ઘો પર બળાત્કાર કરવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

    રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત યાત્રાએ આવશે બ્રિટીશ વડાપ્રધાન, ગુજરાતથી યાત્રાની શરૂઆત કરશે

    રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા પચાસેક દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે આખી દુનિયાની નજર ભારત પર રહી છે. છેલ્લા કેટલાક સમયમાં વૈશ્વિક સ્તરે ભારતનું કદ વધ્યું છે એવા સમયમાં હવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સન પહેલીવાર ભારત યાત્રાએ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર તેઓ આગામી 21 અને 22 એપ્રિલના રોજ ભારત યાત્રા પર આવશે. આમ તો તેઓ વડાપ્રધાનના નિમંત્રણ પર આવી રહ્યા છે પરંતુ તેમ છતાં હાલ થઇ રહેલા વૈશ્વિક પરિવર્તનોને જોતા આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

    વિદેશ મંત્રાલયે બ્રિટીશ પીએમની યાત્રા અંગે પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે બોરિસ જોહ્ન્સનના સ્વાગત માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભવ્ય સમારોહ આયોજિત કરવામાં આવશે. મીડિયાના સૂત્રો અનુસાર, તેઓ 22 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે અને દ્વિપક્ષીય સબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

    ભારત યાત્રા પહેલા બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને કહ્યું કે, “પ્રમુખ આર્થિક શક્તિ અને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર ભારત આ અનિશ્ચિત સમયમાં બ્રિટનનું એક મહત્વનું રણનીતિક ભાગીદાર છે. તેમણે આગળ કહ્યું કે, આજે આપણે કેટલાક નિરંકુશ દેશો દ્વારા શાંતિ અને સમૃદ્ધિ માટે જોખમનો સામનો કરી રહ્યા છીએ ત્યારે લોકતાંત્રિક અને મિત્ર દેશો એકજૂથ રહે તે જરૂરી છે.” નોંધવું અગત્યનું છે કે ગત વર્ષે ગણતંત્ર દિવસ પર બોરિસ જોહ્ન્સનને મુખ્ય અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ કોરોના સંકટના કારણે તેમની ભારત યાત્રા રદ થઇ ગઈ હતી. જે બાદ એપ્રિલમાં ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલતી હોવાના કારણે તેમની યાત્રા ફરી રદ કરવી પડી હતી.

    ગુજરાતથી શરૂ કરશે પોતાની યાત્રા, કૂટનીતિના કેન્દ્રસ્થાને રહેશે રાજ્ય
    સામાન્ય રીતે અન્ય દેશોના વડા કે અધિકારીઓ રાજધાની દિલ્હીથી પોતાની યાત્રાની શરૂઆત કરે છે અને ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં જાય છે. પરંતુ બ્રિટીશ પીએમ પોતાની યાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે અને 21 એપ્રિલના રોજ તેઓ અમદાવાદ ખાતે લેન્ડ કરશે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય છે ઉપરાંત બ્રિટનમાં રહેતી લગભગ અડધી વસ્તી ગુજરાતીઓની છે. અહીં બોરિસ જોહ્ન્સન મહત્વના ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત પણ કરી શકે તેમ મીડિયાના સૂત્રો જણાવી રહ્યા છે.

    આગામી સપ્તાહે ગુજરાત કૂટનીતિના કેન્દ્રસ્થાને રહેશે કારણ કે 18 એપ્રિલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ જામનગર ખાતે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ તેમજ WHO ના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ઘેબ્રેયસસની ઉપસ્થિતિમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનો શિલાન્યાસ કરશે. જે બાદ પીએમ અને બ્રિટીશ પીએમ વચ્ચે પણ મુલાકાત થશે.

    બ્રિટને રશિયા સાથે કારોબાર ન કરવા અપીલ કરી હતી, ભારતે કહ્યું- અમારા હિતોને ધ્યાનમાં લઈને નિર્ણયો કરીશું
    યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ બાદ વારંવાર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા અને ડોલરના વિકલ્પ તરીકે અન્ય કોઈ વિદેશી ચલણમાં કારોબાર ન કરવા પર દબાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ બ્રિટીશ વિદેશ સચિવ ભારતની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન તેમણે યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણનો સામનો કરવા માટે અન્ય દેશો સાથે મળીને કામ કરવા અને રશિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે અપીલ કરી હતી. જોકે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેશે.

    આ ઉપરાંત બ્રિટને ભારતને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા માટે અને રશિયા પર કૂટનીતિક દબાણ વધારવા માટે પણ અપીલ કરી હતી. જોકે, અહીં નોંધવું જોઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતનું વલણ તટસ્થ રહ્યું છે અને હજુ સુધી ભારતે યુક્રેન પર રશિયાના આક્રમણને વખોડ્યું નથી. તેમજ પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ જ રાખ્યું છે. જોકે, ભારતના તટસ્થ વલણ છતાં બ્રિટનના વડાપ્રધાન ભારત યાત્રાને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે એ પણ નોંધનીય બાબત છે.

    ગોંડલમાં સરકારના મંત્રી પર પૈસાનો વરસાદ : જાણો શું છે સત્ય, રૂપિયા ક્યાં વપરાશે?

    ગોંડલના દેરડી કુંભાજી ગામે રૈયાણી પરિવાર દ્વારા સંચાલિત મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલા યજ્ઞ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. દૈનિક દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ડાયરામાં કલાકાર ઓસમાણ મીરે લોકગીતોની રમઝટ બોલાવતા રૈયાણી પરિવારે અઢળક રૂપિયા ઉડાડ્યા હતા.

    ઉપરોક્ત અહેવાલ અનુસાર, લોકડાયરામાં ઓસમાણ મીરે ‘ધમધમે નગારા રે..મારી ખોડિયારના ધામમાં’ ગીત ગાતા જ રૈયાણી પરિવારના લોકો મંત્રી અરવિંદ રૈયાણી પર રૂપિયાનો વરસાદ કરવા માંડ્યા હતા. તેમજ દેશભક્તિ ગીત શરૂ થતાં જ અરવિંદ રૈયાણીએ રૂપિયાના બંડલો સાથે સ્ટેજ પર આવી રૂપિયાનો વરસાદ કર્યો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, લોકડાયરામાં એટલા રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા કે એક સમયે સ્ટેજ નોટોથી ઉભરાઈ ગયું હતું અને સ્ટેજની નીચે પણ રૂપિયાની નોટોની ચાદર પથરાઈ ગઈ હતી. અહેવાલમાં લાખો રૂપિયા ઉડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

    સૌરાષ્ટ્રમાં ડાયરામાં પૈસા ઉડાડવાની જૂની પરંપરા, પૈસાનો ઉપયોગ ધાર્મિક-સામાજિક કાર્યોમાં થાય છે
    ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પંથકમાં દાયકાઓથી ડાયરાની પરંપરા ચાલતી આવી છે. ડાયરામાં માતાજીના ભજનો તેમજ અન્ય લોકગીતો તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવે છે અને આ દરમિયાન પૈસા ઉડાડવાની પણ જૂની પરંપરા છે. જોકે, આ પ્રકારના ડાયરાના કાર્યક્રમોમાં ઉડાડવામાં આવતા પૈસા કોઈ કલાકાર કે આયોજકના ખાતામાં જતા નથી પરંતુ તેનો ઉપયોગ સામાજિક તેમજ ધાર્મિક કાર્યો માટે કરવામાં આવતો રહ્યો છે.

    મોટાભાગના ડાયરાઓમાં આ પ્રકારે ઉડતા રૂપિયાનો ઉપયોગ ગૌશાળા તેમજ અન્ય સામાજિક કાર્યો માટે કરવામાં આવે છે. રાજકોટના સાંધ્ય દૈનિક અકિલાના જણાવ્યા અનુસાર, આ રૂપિયાનો ઉપયોગ પણ ગૌશાળા અને સામાજિક કાર્યો માટે જ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ડાયરાનું આયોજન રૈયાણી પરિવારના મંદિરમાં આયોજિત કરવામાં આવેલ યજ્ઞના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

    દિલ્હી હિંસા ફાઈલમાં વધુ એક પ્રકરણ જોડાયું, જહાંગીરપુરીમાં હનુમાન જનમોત્સવની શોભાયાત્રા પર ઘાતક હુમલો

    દિલ્હી હિંસા ઘટનાક્રમનું વધુ એક કાળું પ્રકરણ. હનુમાન જન્મોત્સવ નિમિત્તે આયોજિત શોભાયાત્રા જ્યારે જહાંગીરપુરીની એક મસ્જિદ આગળથી નીકળી ત્યારે મુસ્લિમ ટોળાએ હાથમાં લાઠી, તલવારો અને પથ્થરો લઈને શ્રધ્ધાળુઓ પર હુમલો કરી દિધો. પથ્થરમારામાં અનેક લોકો સહિત પોલીસ જવાનો પણ ઘાયલ. પોલીસે એફઆઇઆર નોંધીને હમણાં સુધી રીઢા આરોપી અંસાર સહિત 14 તોફાનીઓની ધરપકડ કરી છે.

    શનિવારે સાંજે ઉત્તર પશ્ચિમી દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી પોલીસ પરવાનગી સાથેની તથા પોલીસની સુરક્ષામાં નીકળેલ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા જ્યારે બ્લોક 3 ખાતેની એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે ત્યાં પહેલેથી ભેગા થયેલા મુસ્લિમ તોફાનીઓએ લાઠી, તલવારો સાથે હિન્દુ શ્રધ્ધાળુઓ પર હુમલો કરી દિધો હતો.

    હુમલો થયો એવો તરત જ બધી બાજુથી શોભાયાત્રા પર પથ્થરમારો પણ ચાલુ થઈ ગયો. આ હિંસક હુમલામાં 9 લોકો ઘાયલ થયા. ઘાયલોમાં 8 તો પોલીસકર્મીઓ જ હતા તથા એક શ્રધ્ધાળું પણ ઘાયલ. ઘાયલોને તુરંત જ નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં એમની સારવાર ચાલુ છે. આ દિલ્હી હિંસા દરમિયાન ફાયરિંગના અવાજ પણ લોકોએ સાંભળ્યા હતાં, લગભગ 6 રાઉન્ડ ફાઇરિંગ થવાની શક્યતા છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે થયેલી હિંસામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અતિરિક્ત સુરક્ષા કર્મચારીઓને વિસ્તારમાં મૂકવામાં આવ્યા હતા. રાત થતાં સુધીમાં પોલીસે પરિસ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.

    દિલ્હી હિંસા ની આ ઘટનામાં દિલ્હી પોલીસે શનિવારે રાત્રે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી. એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને નવ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે અંસાર નામનો વ્યક્તિ પોતાના 4 થી 5 સાથીઓ સાથે આવ્યો હતો અને શોભાયાત્રામાં આવેલ લોકો સાથે દલીલ કરવા લાગ્યો હતો, અંસારની ધરપકડ કરવામાં આવી છે અને તે અગાઉ પણ ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલ છે. આ અંસાર જહાંગીરપુરી નો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આગળની તપાસમાં આ ઘટનાને લઈને વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

    જાણો પોલીસ એફઆઇઆરમાં કયા ખુલાસા થયા:

    દિલ્હી હિંસામાં ઘાયલ પોલીસ ઇન્સ્પેકટર રાજીવ રંજન સિંહ દ્વારા કરાયેલ એફાઇઆરમાં ઘણાં મોટા ખુલાસાઓ થયા છે.

    • શોભાયાત્રા બપોરના 4 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે થઈ રહી હતી, જેમાં એ પોતે પણ બંદોબસ્તમાં હતા.
    • સાંજે 6 વાગે જામા મસ્જિદ પાસે પહોંચી યાત્રા એટલે અંસાર અને એના સાથીઓએ બબાલ શરૂ કરી.
    • એકવાર બબાલ થતાં પોલીસે બંને પક્ષને અલગ કર્યા અને શાંતિ રાખવા અપીલ કરી પરંતુ એક પક્ષ (મુસ્લિમ પક્ષ) એ વાત ના સાંભળી અને પથ્થરમારો ચાલુ રાખ્યો.
    • પથ્થરમારો કરનાર પક્ષે ફાયરિંગ પણ કર્યું અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા. ફાયરિંગમાં એક ગોળી એક કોન્સ્ટેબલ ને વાગી.
    • આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા 40 50 ટિયર ગેસ છોડ્યા.

    તાજી જાણકારી મુજબ શોભાયાત્રા પર ફાઇરિંગ કરનાર અસમાજિક તત્વને પોલીસે શોધીને જડપી લીધો છે. આ આરોપીનું નામ અસલમ છે. તેની પાસેથી ફાઇરિંગ માટે વપરાયેલ હથિયાર પણ કબજે કરાયું છે. નોંધનીય છે કે અસલમએ કરેલ ફાઇરિંગમાં એક પોલીસ કર્મીને ગોળી વાગેલ હતી.

    પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અંસાર આ સમગ્ર હિંસાનો એક માસ્ટર માઇન્ડ હતો, આજે જ્યારે અંસારને પોલીસ કોર્ટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એને મીડિયા સામે પુષ્પા ફિલ્મની દાઢી પર હાથ ફેરવવાવાળી એક્શન કરી જેનો સામાન્ય અર્થ થાય છે ‘મે ઝૂકેગા નહીં સાલા’. અંસારનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

    દેશમાં હિંદુ ઉત્સવો કે શોભાયાત્રાઓ પર આ રીતના હુમલાની ઘટના કાઈ નવી નથી. આ પહેલા થોડા દિવસ અગાઉ જ રામનવમીની શોભાયાત્રાઓ પર ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ ઉપરાંત દિલ્હી (જેએનયુ) માં આ પ્રકારના હુમલા થઈ ચૂક્યા છે.

    આમાંથી ઘણી જગ્યાઓના હુમલા પોલીસ તપાસમાં પૂર્વ આયોજિત કાવતરાં સાબિત થયાં છે તથા એમાં મૌલવીઓની સંડોવણી પણ સામે આવી ચૂકી છે અને પોલીસ દ્વારા મૌલવીઓ ધરપકડ પણ કરવામાં આવી છે. વિદેશી ફંડિંગના આશંકાઓ આધારે વધુ તપાસ પણ ચાલી રહી છે. વારંવાર ધાર્મિક આયોજનો પર થતાં પત્થરમારા અને હુમલા કોઈ મોટા આયોજનોનો ભાગ હોવાની શંકા પણ એજન્સીઓમાં પ્રવર્તે છે. કુરાનમાં પથ્થર મારવા વિશે શું ઉલ્લેખ છે એ અહી વાંચો.

    નોંધવા લાયક છે કે અહી દિલ્હીમાં જ થોડા દિવસ પહેલા રામનવમી જેએનયુ માં ABVP દ્વારા આયોજિત પૂજામાં લેફ્ટ સંગઠનોના કાર્યકરોએ હુમલો કરી દિધો હતો અને એ ઘટનામાં બંને તરફના ઘણાં કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. જે વિષયમાં તપાસ હજુ ચાલુ છે અને JNU અધિકારીઓએ દોષિતો પર કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.