Sunday, April 21, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકગોંડલમાં સરકારના મંત્રી પર પૈસાનો વરસાદ : જાણો શું છે સત્ય, રૂપિયા...

  ગોંડલમાં સરકારના મંત્રી પર પૈસાનો વરસાદ : જાણો શું છે સત્ય, રૂપિયા ક્યાં વપરાશે?

  ગુજરાતના મંત્રી અરવિંદ રૈયાણીના જન્મદિવસના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયા હોવાના અખબારી અહેવાલો પાછળ સત્ય શું છે તે જાણીએ.

  - Advertisement -

  ગોંડલના દેરડી કુંભાજી ગામે રૈયાણી પરિવાર દ્વારા સંચાલિત મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલા યજ્ઞ નિમિત્તે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. દૈનિક દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ડાયરામાં કલાકાર ઓસમાણ મીરે લોકગીતોની રમઝટ બોલાવતા રૈયાણી પરિવારે અઢળક રૂપિયા ઉડાડ્યા હતા.

  ઉપરોક્ત અહેવાલ અનુસાર, લોકડાયરામાં ઓસમાણ મીરે ‘ધમધમે નગારા રે..મારી ખોડિયારના ધામમાં’ ગીત ગાતા જ રૈયાણી પરિવારના લોકો મંત્રી અરવિંદ રૈયાણી પર રૂપિયાનો વરસાદ કરવા માંડ્યા હતા. તેમજ દેશભક્તિ ગીત શરૂ થતાં જ અરવિંદ રૈયાણીએ રૂપિયાના બંડલો સાથે સ્ટેજ પર આવી રૂપિયાનો વરસાદ કર્યો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, લોકડાયરામાં એટલા રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા કે એક સમયે સ્ટેજ નોટોથી ઉભરાઈ ગયું હતું અને સ્ટેજની નીચે પણ રૂપિયાની નોટોની ચાદર પથરાઈ ગઈ હતી. અહેવાલમાં લાખો રૂપિયા ઉડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

  સૌરાષ્ટ્રમાં ડાયરામાં પૈસા ઉડાડવાની જૂની પરંપરા, પૈસાનો ઉપયોગ ધાર્મિક-સામાજિક કાર્યોમાં થાય છે
  ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પંથકમાં દાયકાઓથી ડાયરાની પરંપરા ચાલતી આવી છે. ડાયરામાં માતાજીના ભજનો તેમજ અન્ય લોકગીતો તેમજ દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવે છે અને આ દરમિયાન પૈસા ઉડાડવાની પણ જૂની પરંપરા છે. જોકે, આ પ્રકારના ડાયરાના કાર્યક્રમોમાં ઉડાડવામાં આવતા પૈસા કોઈ કલાકાર કે આયોજકના ખાતામાં જતા નથી પરંતુ તેનો ઉપયોગ સામાજિક તેમજ ધાર્મિક કાર્યો માટે કરવામાં આવતો રહ્યો છે.

  - Advertisement -

  મોટાભાગના ડાયરાઓમાં આ પ્રકારે ઉડતા રૂપિયાનો ઉપયોગ ગૌશાળા તેમજ અન્ય સામાજિક કાર્યો માટે કરવામાં આવે છે. રાજકોટના સાંધ્ય દૈનિક અકિલાના જણાવ્યા અનુસાર, આ રૂપિયાનો ઉપયોગ પણ ગૌશાળા અને સામાજિક કાર્યો માટે જ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ડાયરાનું આયોજન રૈયાણી પરિવારના મંદિરમાં આયોજિત કરવામાં આવેલ યજ્ઞના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં