Saturday, April 20, 2024
More
  હોમપેજરાજકારણપ્રધાનમંત્રી પાસેથી પંજાબ માટે એક લાખ કરોડની માંગનાર ભગવંત માને ગુજરાતમાં જાહેરાતો...

  પ્રધાનમંત્રી પાસેથી પંજાબ માટે એક લાખ કરોડની માંગનાર ભગવંત માને ગુજરાતમાં જાહેરાતો આપવા સરકારી તિજોરી ખોલી

  પંજાબ સરકાર એક તરફ દેવામાં છે એમ કહેતા મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતી સમાચારપત્રોમાં ફૂલ પેજની એડ આપીને પોતાના ગુણગાન ગાયા છે તે કોના ખર્ચે? તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

  - Advertisement -

  પંજાબના નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના પોતાના વાયદાઓની ગુજરાતમાં જાહેરાતો કરવા ગુજરાતી વર્તમાન પત્રોમાં આખા પાનાં રોકેલાં હોય તથા ન્યુઝ ચેનલોના પ્રાઈમ ટાઈમ રોકેલી માલૂમ પડે છે. પરંતુ પંજાબના વિકાસ માટે રાજ્ય પાસે પૈસા ન હોવાથી પ્રધાનમંત્રી મોદી પાસે 1 લાખ કરોડના પેકેજની માંગણી કરનાર સીએમ પોતાની આ જાહેરાતોના નાણાં કઈ રીતે ચૂકવતા હશે એ પણ જોવા અને જાણવાની વાત છે.

  આજે ગુજરાતના મોટાભાગના સમાચારપત્રોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આખા પાનાની જાહેરાત છપાઈ છે. જેમાં એમના એક મહિનાના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ આપ્યું છે. જેમાં મુખ્ય છે:

  • 1 જુલાઈથી 300 યુનિટ સુંધી ફ્રી વીજળીની જાહેરાત
  • લાંચ વિરોધી એક્શન લાઈનની જાહેરાત
  • 25,000 નવી સરકારી નોકરીઓની જાહેરાત
  • 35,000 કરાર આધારિત કર્મચારીઓને સ્થાયી કરવાની જાહેરાત
  • રાશન ઘર સુંધી ડિલિવરી કરવાની યોજનાની જાહેરાત

  પરંતુ એમાંથી ઘણી ઘોષણાઓ પંજાબની પહેલાની કોંગ્રેસ સરકારે પોતાના કાર્યકાળમાં જ કરી દીધી હતી, જેમકે કરાર આધારિત કર્મચારીઓને સ્થાયી કરવા. જ્યારે ઘણી માત્ર કાગળ પર છે.

  - Advertisement -

  બીજી મહત્વની વાત એ છે કે જ્યારે આપ સરકાર પંજાબ રાજ્યના ચલાવવા કેન્દ્ર સરકાર પાસે એક લાખ કરોડ જેવી મોટી રકમની માંગણી કરી રહી હોય તો સામે આ ફ્રી વાળી યોજનાઓ રાજ્યને ફાયદો કરશે કે નુકશાન એ પંજાબની જનતા જરૂર જાણવા માંગશે. એમાં પણ આ ગુજરાતમાં જાહેરાતો આપીને પંજાબ રાજ્ય વધુ ને વધુ દેવાના ભરડામાં હોમાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેમ જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હંમેશા વિવાદોમાં રહેતા આવ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ માન પર આરોપ લાગ્યો હતો કે એમણે 14 તારીખે તખ્ત દમદમાં સાહિબ ગુરુદ્વારામાં દારૂ પીધેલી હાલતમાં દર્શન કરવા ગયા હતા. જે બાદ શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ (SGPC) સીએમ ભગવંત માન પોતાનાં આ કાર્ય માટે માફી માંગે એવી માંગણી કરી છે. તથા ભારતીય જનતા પાર્ટીના નેતા તજીન્દર પાલ સિંહ બગ્ગાએ આ વિષયમાં માન વિરુદ્ધ દિલ્હીમાં પોલીસ ફરિયાદ પણ કરી છે.

  સ્વાભાવિક છે કે પંજાબની આ તમામ ઘોષણાઓની ગુજરાતમાં જાહેરાત આપવાનો સ્પષ્ટ હેતુ આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આપ તરફ મતદારોને આકર્ષવાનો છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પર વધુ ભાર આપી રહી છે.

  ગુજરાતી સમાચાર ચેનલો પર પણ વારંવાર ભગવંત માનની એક જાહેરાત આવે છે જેમાં એમણે પંજાબમાં નવી બનાવેલ લાંચ વિરોધી હેલ્પલાઇનની જાહેરાત કરતા હોય છે અને કહેતા હોય છે કે પંજાબ પહેલા માત્ર દિલ્હીમાં આ પ્રકારની હેલ્પલાઇન ખોલવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં જ્યારે ભગવંત માન આ જાહેરાત કરતા હોય ત્યારે ગુજરાતની સામાન્ય જનતા જાણતી જ હશે છે કે ગુજરાતમાં આવી લાંચ વિરોધી વોટસએપ હેલ્પલાઇન પંજાબ રાજ્ય કરતા ઘણાં સમય પહેલેથી કાર્યરત છે.

  આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી રસપ્રદ થવાની પૂરી સંભાવના હોવાનું લેફ્ટ સાથે સંકળાયેલા રાજકીય નિરીક્ષકો માની રહ્યાં છે. પરંતુ, ગુજરાતની જનતા શું આ મફતના રાજકારણને સ્વીકારશે એ પ્રશ્નનો જવાબ આપવા માટે તેઓ અક્ષમ પણ જણાઈ રહ્યાં છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં