Thursday, September 19, 2024
More
    Home Blog Page 1052

    શાંત સુરતને કરવું હતું અશાંત, તેમને સુરત પોલીસે કર્યા શાંત: ‘ભાઈ જ્યાદા પોસ્ટર છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ’

    ગત શુક્રવારે જુમ્માની નમાજ બાદ દેશભરમાં ઠેર ઠેર નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદ્ર્શ્ન કરવાના બહાને હિંસા થઈ હતી. ઘણા મોટા શહેરોમાં ઇસ્લામવાદીઓએ ટોળાઓમાં રસ્તા પર નીકળીને રીતસરનો આતંક મચાવ્યો હતો, જેમાં ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં સ્થિતિ વધારે ખરાબ હતી. પરંતુ સુરતના તોફાનીઓ આતંક ફેલાવવાના પોતાના ટાર્ગેટમાં પાછળ રહી ગયા હોય તેવું એમની ચર્ચા બહાર આવતા ધ્યાને પડ્યું છે.

    સમાચાર અહેવાલ અનુસાર, પૂર્વ ભાજપ પ્રવકતા નૂપુર શર્માની કથિત વિવાદિત ટીપ્પણીને લઈ શુક્રવારે સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો હતો. નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્માના ફોટા ઉપર બુટ પ્રિન્ટની છાપવાળા પોસ્ટરો લગાવનાર બે સુરતના તોફાનીઓ દ્વારા તે પોસ્ટર સાથે સાથેનો વિડીયો એક મેસેજ સાથે સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

    તોફાનીઓએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે ‘ભાઈ 40-50 પોસ્ટર જો છપે ઉસસે કામ નહિ હુઆ, અબ જ્યાદા છપાને પડેંગે, યુપી ઔર ઝારખંડ જૈસા કરના હૈ.’ આમ તેમણે જે પણ 40 50ની સંખ્યામાં પોસ્ટર છાપાવ્યા હતા તેનાથી સંતુષ્ટ નહોતા. તોફાનીઓએ ઝારખંડ અને યુપીમાં જે મોટા પાસે આતંક મચાવ્યો હતો તેવો આતંક તેમણે સુરતમાં ન મચાવી શક્યા તે માટે તેઓ નાખુશ જાણતા હતા. અને તેમણે પોતાના મેસેજમાં કહ્યું હતું કે ઝારખંડ અને યુપી જેવો આતંક ફેલાવવા તેમણે વધારે મહેનત કરવી પડશે.

    વિડીયોના આધારે સુરતની અઠવા પોલીસે જાતે ફરિયાદી બની 3 મુસ્લિમ કટ્ટરવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે મોહંમદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે પોસ્ટરો ચોંટાડ્યા હતા. જ્યારે નુપુર શર્માના પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગની દુકાન પર ઈમરાનખાન પઠાણે છાપ્યા હતા. ત્રણ આરોપીઓમાંથી ઈમરાન સુરતના નાનપુરામાં રહે છે, જ્યારે તૌફીક અને સદ્દામ કાદરશાની નાળમાં રહે છે. તેમની ધરપકડ બાદ શક્ય છે કે પોલીસ તપાસમાં વધુ તોફાનીઓના નામ સામે આવે અને તેમની પણ ધરપકડ થાય.

    સુરતમાં જ બીજા એક કિસ્સામાં હિંદુ યુવા સેનાએ ઉધના પોલીસમાં આવેદનપત્ર આપી મૌલાના ઈલ્યાઝ સરફુદીન સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરોપ છે કે મૌલાનાએ એક ન્યુઝ ચેનલની ડિબેટમાં અપમાનજનક ધાર્મિક ટિપ્પણી કરી હતી.

    નિષ્પ્રાણ PAAS થશે પાસ?: સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો એક નાનકડો ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાનું આંદોલન

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જુદી જુદી રાજકીય પાર્ટીઓ તો અવનવા ગતકડા કરીને સમાચારમાં રહેવાનો પ્રયાસ કરતી જ હોય છે પરંતુ હવે તેમાં વધુ એક નામ જોડાયું છે. લોકો જેનું નામ પણ ભૂલી ગયા હશે એ પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) આવી રહ્યું છે એક નવું આંદોલન લઈને, આ વખતે તેમનો મુદ્દો છે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ.

    રવિવાર એટ્લે કે આજે સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બારડોલી આશ્રમથી નીકળીને સોમવારે અમદાવાદમાં મોટેરા ખાતેના આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચશે જ્યાં તેઓ સ્ટેડિયમનું નામ બદલવા માટે આંદોલન કરશે.

    અગત્યની વાત એ છે કે પાટીદાર અનામતના નામે શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા આ આંદોલનનું સમર્થન કરાયું છે અને તેઓ પણ આમાં સક્રિય ભાગ લેશે. આ જાહેરાત PAAS આંદોલનથી જન્મેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ કરી હતી. PAASના નેતા અલ્પેશ કથીરિયાએ પોતાનું નિવેદન જાહેર કરતાં અપીલ કરી હતી કે, “અમે તમામ લોકોને આ યાત્રામાં જોડાવા અને અમારા આંદોલનને સફળ બનાવવા અપીલ કરીએ છીએ.”

    પાટીદાર નેતાએ આગળ જણાવ્યું હતું કે, “બારડોલીથી શરૂ થયેલી આ વિરોધ કૂચ ગુજરાતના અનેક વિસ્તારોમાં જશે અને સોમવારે અમદાવાદ પહોંચશે. અમારી માંગ છે કે સ્ટેડિયમનું નામ બદલવું જોઈએ નહીંતર અમારો વિરોધ ચાલુ રહેશે.”

    અહિયાં નોંધવા જેવુ એ છે કે આ પહેલા ફેબ્રુઆરીએ 2021માં પણ PAAS દ્વારા આ જ વિષયને લઈને સરકાર વિરુદ્ધ આંદોલનની ચીમકી અપાઈ હતી પરંતુ બાદમાં કોઈ પગલાં લેવાયા નહોતો પાસ દ્વારા. હવે ફરીથી જ્યારે આ આંદોલન ઊભું થયું છે એટ્લે સ્વાભાવિક શંકા જાય જ કે શું પાસ ચૂંટણીની રાહ જોઈ રહ્યું હતું આંદોલન કરવા માટે!

    એ વાત પણ નોધનીય છે કે PAAS આંદોલનના મોટા ભાગના નેતાઓ કોઈ ના કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે જેમાં સૌથી મોટો ચહેરો હાર્દિક પટેલ ત્રણ વર્ષ કોંગ્રેસમાં રહીને હમણાં જ ભાજપામાં જોડાઓ છે તેવી જ રીતે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં તો રેશ્મા પટેલ NCPમાં જોડાયા હતા. આ સિવાય પણ ઘણા નેતાઓ એ રાજકીય વાટ પકડી હતી. આજે PAAS 2015 જેટલું તાકાતવાર અને સંગઠીત નથી. માટે PAASમાં પ્રાણ પુરવાનો પ્રયત્ન છે તેવું લોકો માની રહ્યા છે.

    તો આજે આપણે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામને સરદાર પટેલના અપમાન સાથે જોડીને ઊભા કરાયેલ ભ્રમનું પોસ્ટમોર્ટ્મ કરીશું.

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામ પર ઊભો કરાયેલો ભ્રમ

    24 ફેબ્રુઆરીએ 2021ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રિનોવેટ થઈને તૈયાર થયેલ મોટેરા સ્ટેડિયમને નવા નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ સાથે દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. જૂના સ્ટેડિયમનું રિનોવેશન કરીને ટેન બેઠકક્ષમતા 1,32,000 કરવામાં આવી હતી જે બાદ તે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની ચૂક્યું હતું.

    સ્ટેડિયમના ઉદ્ઘાટન સાથે જ ગુજરાતનાં વિરોધપક્ષ ઉપરાંત પાસ દ્વારા સ્ટેડિયમના નવા નામને સરદાર પટેલના અપમાન સાથે જોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે હજુ પણ ચાલુ જ છે. તેમનું કહેવું હતું કે જૂના સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવું એ સરદાર પટેલનું અપમાન છે. અને આ મુદ્દાને લઈને તેઓ વારંવાર આંદોલનોની ચીમકીઓ આપ્યા કરે છે.

    મહત્વનું છે કે, સરદાર પટેલનું નામ હટાવવામાં આવ્યું નહોતું. હકીકતમાં, તેમનું નામ સમગ્ર સ્પોર્ટ્સ એન્ક્લેવને ચિહ્નિત કરવા માટે ઉન્નત કરવામાં આવ્યું છે જેમાં અન્ય વિવિધ રમત સુવિધાઓનો સમાવેશ થાય છે. માત્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે સમગ્ર સ્પોર્ટ્સ એન્ક્લેવનું નહીં.

    અહિયાં નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો એક નાનકડો ભાગ છે. ગુજરાત સરકારે મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલનું અપમાન નહોતું કર્યું પરંતુ સરદાર પટેલના નામને મોટેરા સ્ટેડિયમ કરતાં અનેક ગણી મોટી યોજના કે જે ભવિષ્યના ઓલમ્પિક આયોજનોને ધ્યાને રાખીને બનાવાઇ છે તેની સાથે જોડીને વધુ માન આપવાનો પ્રયત્ન કર્યો હતો. ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ 63 એકરમાં ફેલાયેલું છે જ્યારે સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ 215 એકરમાં ફેલાયેલું છે.

    સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ

    અમદાવાદએ ઘણા સમય પહેલાથી જ ઓલિમ્પિક ગેમ્સ 2036 યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પછી એક એવા પ્રોજેક્ટ્સ હાથમાં લીધા છે કે જેનાથી આ તૈયારીઓને જોમ મળે. આ પ્રોજેક્ટના મુખ્ય 3 માળખામાથી એક છે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ.

    સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો નાનકડો ભાગ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

    SVP સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુખ્ય હાઈલાઈટ્સ

    • 236 એકર વિસ્તાર 50 રમતોને આવરી લે છે.
    • વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તેનો એક ભાગ છે.
    • ફીફાની માર્ગદર્શિકા મુજબ 50,000 બેઠકોનું એથ્લેટિક કમ ફૂટબોલ સ્ટેડિયમ.
    • 15,000 સીટનું ફીલ્ડ હોકી સ્ટેડિયમ.
    • એક શાહી હોટેલ અને હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ
    • એક રમતવીર ગામ
    SVP સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રૂપરેખા (ફોટો : PTI)

    2021માં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સૂચિત SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે એક બહુવિધ રમતનું સ્થળ હશે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.

    SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના સૂચિત બિટ-અપ એરિયામાં 93,00,000 ચોરસ ફૂટનો બિટ-અપ વિસ્તાર હશે. કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 4600 કરોડ (રૂ. 3200 કરોડનું સરકારી રોકાણ અને રૂ. 1400 કરોડનું સંભવિત PPP/ખાનગી રોકાણ). આ પ્રોજેક્ટને તબક્કાવાર વિકસાવવાની કલ્પના આવી છે. અને ઘણું કામ થઈ પણ ચૂક્યું છે.

    સૂચિત એન્ક્લેવ આ પ્રકારનો એક જ હશે, જે 20 થી વધુ ઓલિમ્પિક રમતો માટે સ્થળ ઓફર કરશે.

    SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની કેટલીક વિશેષતાઓમાં, ટ્રેક અને ફિલ્ડ અને ફૂટબોલ માટે 400 મીટરના સ્ટાન્ડર્ડ ટ્રેક સાથે 50,000 સીટનું એથ્લેટિક્સ સ્ટેડિયમ, બહુવિધ પ્રેક્ષકોની રમતો માટે 10-12,000 સીટનું ઇન્ડોર એરેના, 350,000 – 400,000 ચોરસ ફૂટ ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર અને ફ્લેક્સ સપોર્ટ સાથેનો સમાવેશ થાય છે. બહુવિધ રમતો માટે જગ્યા, 100,000 – 120,000 ચોરસ ફૂટ ઇન્ડોર એક્વેટિક સેન્ટર જેમાં 50m x 25m ઇન્ડોર અને આઉટડોર પૂલ, 15,000 સીટનું ફીલ્ડ હોકી સ્ટેડિયમ અને અન્ય ઘણી ઇન્ડોર અને આઉટડોર રમતો (બેડમિન્ટન, વોલીબોલ અને ટેબલ ટેનિસ). ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર બાસ્કેટબોલ, બેડમિન્ટન, કુસ્તી, ટેબલ ટેનિસ, કબડ્ડી, સ્ક્વોશ, બોક્સિંગ વગેરે માટે બહુહેતુક સુવિધા હશે.

    સેન્ટ્રલ સ્ટેડિયમ અને 12 આઉટડોર કોર્ટ સાથે ટેનિસ સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ એન્ક્લેવથી શિલ્પપૂર્ણ પેડેસ્ટ્રિયન બ્રિજ દ્વારા જોડાયેલ પીપીપી ધોરણે સિગ્નેચર હોટેલ, આઉટડોર પ્રેક્ટિસ કોર્ટ, મિશ્ર-ઉપયોગ અને હોસોઇટાલિટી ડિસ્ટ્રિક્ટ, FIFA માર્ગદર્શિકા મુજબ 50,000 બેઠકોનું એથ્લેટિક કમ ફૂટબોલ સ્ટેડિયમ પણ આયોજન કરવામાં આવ્યું છે.

    આ પ્રોજેક્ટમાં વધુ સમાવેશ થાય છે, કુલ 3,000 એપાર્ટમેન્ટ્સ (કુલ 12,500 પથારી) ધરાવતા એથલેટ વિલેજમાં 2, 3, 4 બેડરૂમની વ્યવસ્થા, મુલાકાત લેવા માટે સ્થળ, વહીવટી અને મીડિયા કચેરીઓ, હોટેલ્સ, રિટેલ, સુવિધાઓ અને ફૂડ કોર્ટ અને લગભગ 7,500 કાર અને 15,000 ટુ-વ્હીલર માટે પાર્કિંગનો સમાવેશ થાય છે.

    આમ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ એ એક વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ એન્ક્લેવ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતાં ખૂબ જ મોટું અને મહત્વનુ છે. આ એન્ક્લેવ એ ભવિષ્યના ઓલમ્પિક આયોજનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે તેથી તેની ભવ્યતા પણ એ જ કક્ષાની રખાઇ છે. તો પછી આમાં સરદાર વલ્લભભાઇ પટેલનું અપમાન ક્યાં થાય છે.?

    આથી એ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામને સરદાર પટેલના અપમાન સાથે જોડવું એ રાજકીય લાભ માટે રચવામાં આવેલ પ્રોપગેંડા માત્ર હતું. આ જ પ્રોપગેંડા આગળ વધારવા પાસ દ્વારા ફરીથી આંદોલનની રમત રમીને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન થવાનો છે.

    બંગાળને બળતું બચાવો, TMC સરકાર રોહિંગ્યાઓ દ્વારા અત્યાચાર કરાવે છે’: ભાજપના સાંસદે ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો

    બંગાળને બળતું બચાવો ની ગુહાર બંગાળમાંથી ઉઠી છે. પશ્વિમ બંગાળમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓની હિંસાને કારણે પયગંબર મુહમ્મદ પર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માના કથિત નિવેદનોને બાદ સ્થિતિ વણસી રહી છે. તેને જોતા પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ સૌમિત્રા ખાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગૃહમંત્રીને બંગાળને બળતું બચાવો તેવી વિનંતી કરી છે. તેમણે કહ્યું કે બંગાળમાં લોકો હવે સુરક્ષિત નથી.

    અહેવાલ મુજબ , સૌમિત્રા ખાને નૂપુર શર્માના વિરોધમાં હાવડા જિલ્લામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની માહિતી આપતાં કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ખાને પત્રમાં લખ્યું, “પશ્ચિમ બંગાળના મહત્વને ભૂલી કે અવગણી શકાય નહીં. એક કહેવત છે કે પશ્ચિમ બંગાળ આજે જે વિચારે છે, દેશ કાલે તે વિચારે છે. પરંતુ હવે પશ્ચિમ બંગાળ દિવસેને દિવસે ઉતાર તરફ જઈ રહ્યું છે.

    માતા, માટી અને માનવીના નામે સત્તામાં આવેલી મમતા બેનર્જી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. અહીં ગુનાખોરી સતત વધી રહી છે. બીજેપી સાંસદે તેવો દાવો કર્યો કે રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી દિવસેને દિવસે વધી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે મમતા સરકાર રોહિંગ્યાઓને પ્યાદુ બનાવીને રાજ્યના લોકો પર અત્યાચાર કરી રહી છે. 9 જૂનના ઈસ્લામિક પ્રદર્શનનો ઉલ્લેખ કરતા સૌમિત્ર ખાને કહ્યું કે હાવડામાં પ્રદર્શનના નામે નેશનલ હાઈવે નંબર 6 ને 12 કલાક માટે બ્લોક કરવામાં આવ્યો હતો. આ સિવાય રોહિંગ્યાઓ સાથે ટીએમસીના ગુંડાઓએ ડોમજુર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓને નિર્દયતાથી માર માર્યો હતો.

    9 જૂને શું થયું

    નોંધનીય છે કે, 9 જૂને, પશ્વિમ બંગાળમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ નૂપુર શર્માના વિરોધમાં હાવડા જિલ્લામાં હંગામો મચાવ્યો હતો. ટોપી અને લુંગી પહેરેલા દેખાવકારોએ NH116 પર ધમાલ મચાવી હતી. આ દરમિયાન તેઓએ ઇસ્લામિક નારા લગાવ્યા અને ટાયર સળગાવ્યા હતા. બંગાળની TMC સરકારે ટોળા સામે પગલાં લેવાને બદલે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મુસ્લિમ કટ્ટરપંથીઓને અન્ય રાજ્યોમાં જઈને વિરોધ કરવા અને લોકોના જીવનને ખલેલ પહોંચાડવા કહ્યું. તેણે તોફાનીઓને ઉશ્કેર્યા અને યુપી, ગુજરાતમાં પણ આવું કરવા કહ્યું.

    ઇસ્લામિક કટ્ટરપંથીઓની ઢાલ: નિર્દોષ બાળકોમાં રેડાઈ રહ્યુ છે કટ્ટરપંથી ઝેર, નુપુર શર્મા વિવાદમાં બાળકોનો ઉપયોગ

    મુસ્લિમ કટ્ટરપંથીઓની માસુમ ઢાલ, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તથાકથિત ઈશ નિંદા વિવાદ રોજ અલગ અલગ રંગ રૂપ ધારણ કરી રહ્યો છે. રોજ સવારે ટીવી ચેનલો અને ન્યુઝ પેપરો મુસ્લિમ ટોળાઓ દ્વારા કરાયેલી હિંસાની ખબરોથી ઉભરાઈ જાય છે. અલગ અલગ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લીમવાદી ધાર્મિક કટ્ટરતાનું ઝેર ઓકતી પોસ્ટોથી ખદબદી રહ્યું છે. તેવામાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમ કટ્ટરપંથીઓની માસુમ ઢાલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

    યુઝર વિનોદ તાપડીયા પોતાના ટ્વીટર પર એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક મુસ્લિમ બાળકો ભૂતપૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માના ફોટા વાળા પોસ્ટર પર જાહેરમાં પેશાબ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં મુસ્લિમ બાળકોનું ટોળું બુમો પડતું અને ચિચિયારીઓ કરતું જોવા મળી રહ્યું છે, કેટલાક લોકો બાળકોના ટોળાને બુમો પાડીને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યા છે.

    વિનોદ તાપડીયા વિડીયો પોસ્ટ કરત લખી રહ્યા છે કે “આ છે ભવિષ્ય,આંખો ખોલીને જોઇલો બધાં,અંધ ભક્તો પણ, અને નૈનસુખ અંધો પણ.” આ વિડીયો ક્યાંનો છે તથા કોણે બનાવ્યો છે તેની પુષ્ટી નથી થઇ શકી

    આ પહેલા પણ બાળકોનો હુલ્લડમાં ઉપયોગ

    બાળકોમાં આ પ્રકારનું ઝેર અને કટ્ટરતા ભરવા વાળા લોકો તેમના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે આટલુજ નહિ પરંતુ પ્રયાગરાજમાં થયેલી હિંસામાં પણ ઉપદ્રવીઓની રણનીતિમાં સગીર વયના બાળકો શામેલ હતા. તેઓએ 15 થી 20 વર્ષના છોકરાઓને હુલ્લડમાં આગળ ધકેલી દીધા. નુપુર શર્માની ધરપકડ કરવાની જગ્યાએ બાળકોએ ફાંસીના નારા લગાવવા માંડ્યા. જ્યારે પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પાછળથી મસ્જિદની છત પરથી પથ્થરો વરસવા લાગ્યા હતા. સગીર બાળકોને જોઇને અંતે પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ પછી અટાલાની ગલીઓમાં પોલીસ અને પથ્થરબાજો સામસામે આવી ગયા હતા. ટીયર ગેસના શેલ પણ ભીડને ભગાડી શક્યા ન હતા.

    આ પ્રકારની વધતી જતી ઘટનાઓ મુસ્લિમ બાળકોમાં ધાર્મિક વિરોધાભાસનું ઝેર ભરે છે. મુસ્લિમ કટ્ટરવાદી ટોળાઓ બાળકોનો ઢાલની માફક ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે, મુસ્લિમ બાળકોના હાથમાં પથ્થર, મોઢામાં “સર તન સે જુદા” જેવા નારા, અને હિંસાત્મક દેખાવો.. આવનાર સમયમાં કઈ હદ સુધી જાય તે કહી શકાય નહિ, કારણકે ધર્માંધ થયેલા કટ્ટરવાદી મુસ્લિમ ટોળાઓ પોતાનીજ ભવિષ્યની પેઢીને અંધકાર તરફ લઇ જઈ રહ્યા છે.

    દાઝ્યાને ડામ: સતત ધમકીઓ બાદ નવીન જિંદાલે પલાયન કર્યું, કટ્ટરપંથીઓની ધમકી “ગૌમૂત્ર પીનાર, તારું માથું કાપી નાખશું”

    નવીન જિંદાલે પલાયન કર્યું છે. પાર્ટીના દિલ્હી રાજ્ય પ્રવક્તા, જેમને પયગંબર મુહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે નવીન જિંદાલને ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મોબાઈલ નંબર ‘+91 89861333931’ પરથી ફોન કોલનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને તેમણે લખ્યું કે તેમને અને તેના પરિવારના સભ્યોને હત્યાની ધમકી આપવામાં આવી છે. તેણે આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી છે. આ ધમકીઓને કારણે નવીન જિંદાલ અને તેના પરિવારને દિલ્હી છોડવાની ફરજ પડી છે. અંતે નવીન જિંદાલે પલાયન કર્હ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

    તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમને ફોલો કરી રહ્યા હતા અને તેની રેકી પણ થઈ છે. તેમણે ટ્વિટર પર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, પૂર્વ દિલ્હીના ડીસીપી અને દિલ્હીના કમિશનરને ટૅગ કરીને ટ્વિટર પર કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેમને ધમકી મળી હોય. તેમને છેલ્લા ઘણા દિવસોથી આવી ધમકીઓ મળી રહી છે. તેને શનિવારે (11 જૂન, 2022) સવારે 11:38 વાગ્યે નવો ધમકીભર્યો ફોન પણ આવ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું શિરચ્છેદ કરવા માટે ઈનામ પણ રાખવામાં આવ્યું છે.

    નવીન જિન્દાલે ટ્વીટ કરીને લોકોને વિનંતી કરી હતી કે, “મારી દરેકને ફરીથી નમ્ર વિનંતી છે કે મારા અને મારા પરિવારના સભ્યો વિશે કોઈપણ પ્રકારની માહિતી કોઈની સાથે શેર ન કરો. મારી વિનંતી છતાં ઘણા લોકો સોશિયલ મીડિયા પર મારા રહેઠાણનું સરનામું પોસ્ટ કરી રહ્યા છે. મારા પરિવારના જીવને ઇસ્લામિક કટ્ટરપંથીઓથી ખતરો છે.” આ સિવાય તેણે સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા મળતી ધમકીઓના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.

    તે જોઈ શકાય છે કે ખાલીદ એમજે નામના યુઝરે લખ્યું છે કે, “તને એક અઠવાડિયાની અંદર મારી નાખવામાં આવશે. તૈયાર રહો.” શહાદત હુસૈન નામના વ્યક્તિએ તેમને લખ્યું, “તમારી હત્યા કરવામાં આવશે. બસ ઘરની બહાર નીકળ. હું તને ગોળી મારી દઈશ.” ઉર્દૂ નામ વાળા અન્ય એક વ્યક્તિએ તેમને ધમકી આપી હતી કે, “અરે ઓ ગાય પૂજક, અમે ટૂંક સમયમાં તારા અને તારા બાળકોના માથા કાપી નાખીશું.” અન્ય યુઝરે તેને ધમકી પણ આપી હતી.

    ખુર્રમે લખ્યું હતું કે, “હરામ#$%, કુતરાના પીલ્લા, ગૌમૂત્ર પીનારા, મદર#@#@$, તને શોધવા માટે હું મારા તમામ સંસાધનો કામે વળગાળી દઈશ, અને તને અને તારા પરિવારને ગોતીને કૂતરાની મોતે મારીશ, અને જો મારા મારવાના પહેલાજ તું મરી ગયો તો હું તારા ખાનદાનને મારીશ, હું મારા બાળકો અને પૌત્રોને તારા પરિજનોનું લીસ્ટ આપીશ જેથી તેઓ તારી આવનારી પેઢીને મારી નાંખે” આ ઉપરાંત અન્ય ઘણાં કટ્ટરવાદી મુસલમાન યુઝર્સ તેમને ગાળો આપતા અને જાનથી મારવાની ધમકી આપતા જોવા મળ્યા હતાં. આવી ધમકીઑ બાદ નવીન જિંદાલે પલાયન કર્યું

    બાબાનું બુલડોઝર: જુમ્મા હિંસાના માસ્ટરમાઇન્ડ ઝફર હયાતના સાથી ઈશ્તિયાકની બહુમાળી ઈમારત જમીનદોસ્ત, જુઓ વીડિયો

    ઉત્તર પ્રદેશમાં શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસામાં યોગી સરકારના બુલડોઝર આરોપીઓના ઘર સુધી પહોંચવા માંડ્યા છે. અહેવાલ છે કે આજે (11 જૂન 2022) કાનપુર હિંસાના મુખ્ય આરોપી ઝફર હયાતના નજીકના મિત્ર મોહમ્મદ ઇશ્તિયાકના ઘર પર વહીવટીતંત્ર દ્વારા કાનપુરમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ટીમે અતિક્રમણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે ગેરકાયદે બાંધકામના કારણે તેની બહુમાળી ઇમારત તોડી પાડી હતી. તે જ સમયે, પ્રયાગરાજમાં પણ પોલીસે 5000 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે.

    કાનપુરમાં બુલડોઝરની કાર્યવાહી થવાનો વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ શેર કર્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બુલડોઝર દ્વારા ઊંચી ઇમારતને તોડી પાડવામાં આવી હતી. કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના સેક્રેટરીએ કહ્યું, “KDA જમીન માફિયાઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. કાર્યવાહી ચાલુ છે. ભવિષ્યમાં આવા વધુ ગેરકાયદે બાંધકામો અને જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.”

    આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ઈશ્તિયાક પર નકશા પાસ કર્યા વિના ઈમારત ઉભી કરવાનો આરોપ હતો અને ત્યારબાદ રહેણાંક ઈમારતનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે અધિકારીઓએ આ કાર્યવાહી બાદ જણાવ્યું કે, “વર્ષ 2021 માં, આ ઇમારતને સીલ કરવામાં આવી હતી અને તોડી પાડવાના આદેશો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આ પછી પણ બાંધકામનું કામ ચાલુ રહ્યું હતું. શનિવારે બિલ્ડીંગ તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન પ્રશાસન, પોલીસ અને આરએએફના અધિકારીઓ સ્થળ પર હાજર હતા.

    નોંધનીય છે કે, આ પહેલા 3 જૂન 2022ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસા કેસના મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મીની 4 જૂને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને 5 જૂને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે તોફાનીઓની યાદી જારી કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે તે દિવસે જ્યારે મોદી શહેરમાં આવ્યા પછી જ તોફાનીઓએ ધમાલ શરૂ કરી હતી.

    કાનપુરની જેમ આ શુક્રવારે પ્રયાગરાજમાં પણ રમખાણો પર યોગી સરકારની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે તેઓએ 70 નામાંકિત અને 5000 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. એસએસપીના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટર એક્ટ અને NSA હેઠળ 29 મહત્વપૂર્ણ કલમોમાં કાર્યવાહી કરવામાં આવશે.

    ‘ચોરી ઉપર સે સીના જોરી’: કોંગ્રેસના ધારાસભ્ય એ મૃતક દંગાઈ માટે માગ્યા ₹50 લાખ માંગ્યા અને કહ્યું સરકારી નોકરી આપો

    કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ રાંચીમાં માર્યા ગયેલા તોફાનીઓ માટે ₹ 50 લાખ માંગ્યા હતા અને સરકાર પાસે માર્યા ગયેલા તોફાનીઓના પરિવારને સરકારી નોકરી આપવા કહ્યું હતું, કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ પોલીસ કાર્યવાહી ઉપર સવાલ ઉભા કર્યા હતા.

    ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ટીવી ડિબેટમાં આપેલા જવાબ બાદ શુક્રવારે (10 જૂન 2022) ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. તેમાં દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કર્ણાટક વગેરેનો શમાવેશ થાય છે.

    ઝારખંડની રાજધાની રાંચીમાં પોલીસ પર હુમલો થયો, જેના કારણે પોલીસે ગોળીબાર કર્યો અને તેમાં 2 તોફાનીઓ માર્યા ગયા. હિંસાને જોતા રાજધાનીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. અનેક જગ્યાએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ, વીડિયો વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.

    રાંચીમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા બે તોફાઓની ઓળખ મુદસ્સીર ઉર્ફે કૈફી અને મોહમ્મદ સાહિલ જણાવવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ પર પથ્થરમારો શરૂ થયો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી ત્યારે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. કેટલાક અહેવાલોમાં તોફાનીઓ તરફથી પણ ગોળીબાર થયો હોવાની વાત સામે આવી છે.

    ઝારખંડના જામતાડાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અંસારીએ તોફાનીઓને બદલે પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. ગોળીબાર માટે પોલીસની નિંદા કરતા, તેણે રાંચી એસપી સિટી પર કાર્યવાહી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાની માંગ કરી છે.

    તે જ સમયે, કર્ણાટકના બેલાગવી જિલ્લામાં કિલા રોડ પર એક દરગાહ પાસે નૂપુર શર્માનું પૂતળું લટકાવવામાં આવ્યું હતું. ભાજપ અને હિન્દુત્વવાદી નેતાઓની ફરિયાદના આધારે પોલીસે આ પૂતળાને હટાવી દીધું હતું. હિંદુ સંગઠનોએ આવું કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ડીસીપી બેલાગવીના જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે.

    મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા. નવી મુંબઈ નજીક પનવેલમાં લગભગ 2,000 મહિલા પ્રદર્શનકારીઓએ નુપુર શર્માને ફાંસીની સજાની માંગ કરી હતી. મુંબઈના વાશી, શિવજી પાર્કમાં ભીડે નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવા જ દેખાવો થાણે, ઔરંગાબાદ, પુણે, સોલાપુર, નંદુરબાર, ભંડારા, ચંદ્રપુર અને લાતુરમાં પણ થયા હતા.

    પશ્ચિમ બંગાળના હાવડામાં નૂપુર શર્માના વિરોધમાં ઉગ્રવાદી પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી દીધો હતો. જેના કારણે નેશનલ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. આ દરમિયાન રસ્તા પર ટાયરો મૂકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તેના પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રદર્શનકારીઓને દિલ્હી જઈને વિરોધ કરવા કહ્યું હતું.

    તે જ સમયે, લગભગ 1500 પ્રદર્શનકારીઓની ભીડ દિલ્હીની જામા મસ્જિદમાં પરવાનગી વિના એકઠી થઈ હતી. આ પછી પ્રદર્શનકારીઓએ હંગામો શરૂ કર્યો, પરંતુ પોલીસે લગભગ 15 મિનિટમાં પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી. પોલીસે પરવાનગી વગર ભેગા થવા બદલ કેસ નોંધ્યો છે.

    દેશભરમાં હિંસક પ્રદર્શનો અને જાનથી મારવાની ધમકીઓનો સામનો કરી રહેલ નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા વડોદરા-સુરતના હિન્દુ સંગઠનો

    પૈગંબર મુહમ્મદ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણીના આરોપમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્મા સામે દેશભરમાં વિરોધ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ કાલે રાતે અને આજે સવારે વડોદરાના હિન્દુ સંગઠનોએ જાહેરમાં આવીને નૂપુર શર્માના સમર્થનમાં પ્રદર્શન કરીને નારા લગાવ્યા હતા.

    ગઈ કાલે જુમ્માની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં હિંસક તોફાનો થયા હતા, જેમાં પથ્થરમારા અને આગચંપીના બનાવો પણ બન્યા હતા. ઘણી જગ્યાએ પોલીસ જવાનો પર પણ હુંમલા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરામાં ઇસ્લામવાદીઓએ શુક્રવારની નમાજ બાદ પોતાનો વિસ્તાર બાનમાં લીધો હતો. વડોદરામાં ગોરવા ફાટક પાસેના શાકમાર્કેટના રસ્તા પર મુસ્લિમોએ નૂપુર શર્માના ફોટાઓ પાથરીને પ્રદર્શન કર્યું હતું અને નારાએ તકબીરના નારા લગાવ્યા હતા.

    જે બાદ રાતના સમયે નૂપુર શર્માના સમર્થનમાં વડોદરાના હિન્દુ સંગઠનો આવ્યા છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલ રાત્રે હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યા હતા. ‘નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા પણ લગાવ્યા હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સવારે મુસ્લિમો સામે ઢીલી પડેલ પોલીસ સાંજે આ હિન્દુ સંગઠનોના શાંતિપૂર્ણ પ્રદર્શનને બંધ કરાવવા તરત જ પહોચી ગઈ હતી અને હિન્દુ સંગઠનોને સમજાવીને રસ્તેથી હટાવ્યા હતા.

    ત્યાર બાદ આજ સવારે બ્રહ્મસમાજ તથા અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં સુરતના પરશુરામ ગાર્ડન ખાતે નૂપુર શર્માના સમર્થનમાં પ્રદર્શન કરવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે નૂપુર શર્મા સામે જે લોકો હિંસક વિરોધ નોંધાવી રહ્યા છે તે અયોગ્ય છે. તેઓ નૂપુર શર્માના સમર્થનમાં રસ્તા પર પણ ઉતરી પડશે અને દેશની અખંડિતતા માટે અંત સુધી નૂપુર સાથે ઊભા રહેશે.

    નોંધનીય છે કે પૂર્વ ભાજપ પ્રવક્તાને રોજ ઠેર ઠેરથી જાનથી મારવાની અને સિર કલમ કરવાની ધમકીઓ મળી રહી છે, તેમનું માથું વાઢવા માટે જુદા જુદા ઇનામો જાહેર કરવામાં આવી રહ્યા છે. જે જોતાં હવે જુદી જુદી જગ્યાએથી હિન્દુ સંગઠનો તેમના સમર્થનમાં બહાર આવી રહ્યા છે.

    જુમ્માની નમાજ બાદ હિંસા: 227ની ધરપકડ, ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવશેઃ સીએમ યોગીએ કહ્યું- અરાજકતાને સાંખી નહીં લેવાય

    હિંસાત્મક જુમ્મા બાદ યુપીમાં શુક્રવાર (10 જૂન, 2022)ની નમાજ પછી ઘણા જિલ્લાઓમાં પ્રદર્શનોની આડમાં હિંસા અને પથ્થરમારો થયો હતો. સહારનપુર, ફિરોઝાબાદ, મુરાદાબાદ અને આંબેડકર નગર જિલ્લામાં સમયસર પરિસ્થિતિને કડક નિયંત્રણમાં લાવવામાં આવી હતી, જ્યારે પ્રયાગરાજમાં તોફાનીઓએ ભારે અશાંતિ સર્જી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રશાસનને હિંસક ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. અત્યાર સુધીમાં જુદા જુદા જિલ્લામાંથી 227 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાત્મક જુમ્મા બાદ યુપી પોલીસ એકશનમાં જોવા મળી છે.

    અહેવાલો અનુસાર પ્રયાગરાજમાં સૌથી વધુ 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાથરસમાં 50, આંબેડકરનગરમાં 28, મુરાદાબાદમાં 25, સહારનપુરમાં 48 અને ફિરોઝાબાદમાં 8ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને ઈલેક્ટ્રોનિક પુરાવાના આધારે શોધખોળમાં લાગેલી છે. ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, બદમાશો પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવશે. હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ પણ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે.

    યુપી પોલીસે વિવિધ હેન્ડલ્સને પણ અફવાઓ ન ફેલાવવા ચેતવણી આપી અને તેવા લોકો પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

    મુખ્યમંત્રીના આદેશ પર ગૃહ વિભાગે તમામ જિલ્લાઓ પાસેથી સ્થિતિનો રિપોર્ટ મંગાવ્યો છે. યોગી આદિત્યનાથે કહ્યું છે કે અરાજકતાને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. યુપીના ગૃહ વિભાગે યુવાનોને બિનજરૂરી રીતે રસ્તા પર ફરવાની મનાઈ ફરમાવી છે.

    મળતી માહિતી મુજબ પ્રયાગરાજ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીં પથ્થરમારામાં ADGના ગનર ઘાયલ થયા હતા. ખુદ જિલ્લા મેજિસ્ટ્રેટને ઈજાઓ થઈ હતી. આ હિંસા મુસ્લિમ બહુલ કારેલી વિસ્તારમાં થઈ હતી. અહીં પીએસી ટ્રક સળગાવી દેવામાં આવી હતી. અહીં સગીર છોકરાઓને પથ્થરમારો માટે આગળ કરવામાં આવ્યા હતા. પોલીસ તેમને સમજાવવાનો પ્રયાસ કરીજ રહી હતી કે અચાનક છત પરથી પથ્થરમારો શરૂ થયો હતો.

    તે જ સમયે, યુપીના આંબેડકરનગર જિલ્લાના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની તલવાપર મસ્જિદની સામે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો કરી પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા. આંબેડકર નગરના એડિશનલ એસપીના જણાવ્યા અનુસાર, યુવાનોને પથ્થરમારો કરવા માટે આગળ ધકેલવામાં આવ્યા હતા. અહીં પોલીસે AIMIMના જિલ્લાધ્યક્ષની ધરપકડ કર્યાના સમાચાર છે.

    આ સાથે પોલીસે સહારનપુર, ફિરોઝાબાદ, મુરાદાબાદ અને હાથરસમાં એકઠા થયેલા દેખાવકારોને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો હતો.

    અમિત શાહના મંત્રાલયે તમામ રાજ્યો તથા UTને એલર્ટ કર્યા, પોલીસ પર પણ હુમલાની આશંકા: શુક્રવારે નૂપુર શર્મા વિરુદ્ધ ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શન

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને પૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદના કથિત અપમાનના નામે દેશભરમાં આચરવામાં આવેલા રમખાણોને લઈને સતર્ક રહેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે હિંસા દરમિયાન તેમને નિશાન બનાવી શકાય છે.

    નોંધનીય છે કે શુક્રવારે (10 જૂન 2022) દેશના ઘણા શહેરોમાં વિરોધના નામે રમખાણો થયા હતા. આ દરમિયાન તોફાનીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘણી ગંભીર અને ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ હતી.

    મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત પોલીસ કર્મચારીઓને યોગ્ય તોફાન ગિયરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના ઈરાદાપૂર્વકના પ્રયાસો થઈ શકે છે. તેમણે કહ્યું કે પોલીસની સાથે સાથે અર્ધલશ્કરી દળોને પણ જરૂર પડ્યે પડકાર માટે તૈયાર રહેવાની જરૂર છે.

    અધિકારીએ એમ પણ કહ્યું કે પોલીસને ઉશ્કેરણીજનક ભાષણ કરનારા લોકો પર કડક નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય રાજ્ય પોલીસને પોતાના ભાષણોમાં હિંસક અને ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા અને લાઈવ પોસ્ટ કરનારા લોકોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે.

    ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને જરૂરી પગલાં ભરવા, સરહદો પર નજર રાખવા અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા જણાવ્યું છે. ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં હિંસા અને પોલીસ પર હુમલાને ધ્યાનમાં રાખીને રમખાણોને લઈને સતર્ક રહેવાની જારી કરવામાં આવી છે.

    અત્રે નોંધનીય છે કે પયગંબરના કથિત અપમાનના નામે દેશભરમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ થઈ રહી છે. શુક્રવાર (10 જૂન 2022)ના રોજ, જુમ્માની નમાજ બાદ થયેલી હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ દરમિયાન, સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવા ઉપરાંત, મીડિયા અને સોશિયલ મીડિયા પર હિંસા ભડકાવતા ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા હતા.

    હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘણી જગ્યાએ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તે જ સમયે, ઝારખંડમાં પોલીસ પર હુમલા બાદ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે.