Saturday, November 23, 2024
More
    હોમપેજદેશ22 જાન્યુઆરી 2024 હશે એ શુભ દિવસ જ્યારે અયોધ્યામાં થશે રામ મંદિરની...

    22 જાન્યુઆરી 2024 હશે એ શુભ દિવસ જ્યારે અયોધ્યામાં થશે રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’: રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા

    નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે હાલમાં મંદિરના શિખર પર એક ઉપકરણની ડિઝાઈન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપકરણ દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાના કપાળ પર સૂર્યના કિરણોને પ્રતિબિંબિત કરશે.

    - Advertisement -

    મંગળવારે (26 સપ્ટેમ્બર) રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અયોધ્યામાં ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મિશ્રાએ એ પણ જાહેરાત કરી હતી કે આવતા વર્ષે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો સમારોહ થવાની ધારણા છે.

    પીટીઆઈ સાથેના ઈન્ટરવ્યુમાં, મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે 20 થી 24 જાન્યુઆરીની વચ્ચે કોઈપણ દિવસે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે વડા પ્રધાન કાર્યાલય તરફથી હજી અંતિમ તારીખ મળવાની બાકી છે.

    રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જી મહારાજના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ થશે. તેમના તરફથી પીએમઓને એક પત્ર લખવામાં આવ્યો હતો, જેનો જવાબ પણ મળી ગયો છે. હવે નક્કી કરવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. આ અભિષેક સમારોહમાં અગ્રણી સંતો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મોટી સંખ્યામાં ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

    - Advertisement -

    નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે હાલમાં મંદિરના શિખર પર એક ઉપકરણની ડિઝાઈન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપકરણ દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાના કપાળ પર સૂર્યના કિરણોને પ્રતિબિંબિત કરશે. તેમણે વધુમાં કહ્યું કે તે બેંગલુરુમાં બની રહ્યું છે અને તેની ડિઝાઇન પર વૈજ્ઞાનિકો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. નોંધનીય છે કે સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકી અને પુણેની એક સંસ્થાએ આ માટે સંયુક્ત રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ બનાવ્યો છે.

    મંદિર ટ્રસ્ટે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ પછી રામ લલ્લાનો અભિષેક શરૂ કરવાનો નિર્ણય લીધો છે, અને આ પછી રામ લલ્લાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ની 10 દિવસની વિધિ કરવામાં આવશે.

    આ પહેલા જૂનમાં રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મિશ્રાએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર રામલલાની મૂર્તિના અભિષેક બાદ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. “મંદિરના ભોંયતળિયાનું બાંધકામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હતું અને કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવશે,” તેમણે કહ્યું.

    1000 વર્ષો સુધી રામ મંદિર રહેશે અડીખમ

    તેમણે ઉમેર્યું કે મંદિરનું નિર્માણ એ ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે કે તેની રચના ઓછામાં ઓછા 1,000 વર્ષ સુધી ચાલે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ જાણકાર સંતો અને ઋષિઓ સાથે પરામર્શ કરીને કરવામાં આવશે.

    મિશ્રાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. તે આયોજિત સમારોહની વિગતો પર કામ કરી રહ્યું છે.

    તેમણે કહ્યું કે આવતા વર્ષે 22 જાન્યુઆરીએ જ્યારે આ કાર્યક્રમ યોજાશે, ત્યારે એવી અપેક્ષા છે કે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. તેમણે કહ્યું કે ટ્રસ્ટે ભક્તોને તેમના ઘર અને ગામડાઓમાંથી (ટેલિવિઝન પ્રસારણ દ્વારા) જોવા વિનંતી કરી છે.

    દરમિયાન, VHPએ દેશના એક હજારથી વધુ મુખ્ય મંદિરોની ઓળખ કરી છે જ્યાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ‘રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ‘ જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં યોજાશે. રામલલા મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થાપિત કરવામાં આવશે, જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જવાની આશા છે. મહોત્સવમાં લગભગ 5 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાની આશા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં