વલસાડમાં એક ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ વલસાડ સ્ટેશનેથી ઉપાડ્યા બાદ થોડા જ અંતરે આગળ વધતાં જનરેટર કોચમાં આગ લાગી ગઈ હતી. જોકે, સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઈ નથી.
#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023
હમસફર એક્સપ્રેસ ટ્રેન તામિલનાડુના તિરુચિરાપલ્લીથી રાજસ્થાનના ગંગાનગર સુધી દોડે છે. શનિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં ટ્રેન ગુજરાતના વલસાડ રેલવે સ્ટેશને પહોંચી હતી. ત્યારબાદ આગલું સ્ટેશન સુરત હતું. વલસાડ સ્ટેશનેથી નીકળ્યાની તરત બાદ 2:20 વાગ્યે જનરેટર કોચમાં આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ તરત જ ટ્રેનને થોભાવીને યાત્રીઓને ઉતારી દેવામાં આવ્યા.
ઘટનાને લઈને DRM વડોદરા દ્વારા X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, તિરુચિરાપલ્લીથી શ્રીગંગાનગર જતી ટ્રેન નંબર 22498ના પાવર કોચમાં આગની પલટો જોવા મળી હતી. ત્યારબાદ તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતરી લેવામાં આવ્યા. કોઇને ઈજા પહોંચી નથી કે કોઇ જાનહાનિ પણ નોંધાઈ નથી. આગળ જણાવ્યા અનુસાર, કોચ અલગ કર્યા બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવશે. રેલવે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું પણ ઉમેરવામાં આવ્યું.
2/2 After detaching the coach from this train, the train will depart shortly. Fire is under control now. Railway officials have rushed to the spot. All passengers are safe, on platform and being given water and tea. @WesternRly
— DRM Vadodara (@DRMBRCWR) September 23, 2023
જનરેટર કોચમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, રેલવેની તપાસમાં જ વધુ વિગતો સામે આવી શકશે.
આગ લાગી તે દરમિયાન અમુક મુસાફરો અને સ્થાનિકોએ વીડિયો ઉતારી લીધા હતા, જે સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. વીડિયોમાં પાટા પર ઉભેલી ટ્રેનમાંથી આગની લપટો નીકળતી જોવા મળી રહી છે.