Friday, November 22, 2024
More
    હોમપેજદેશદિલ્હીવાસીઓની દિવાળી ફરી રહેશે ફટાકડાવિહોણી..: આ વર્ષે પણ કેજરીવાલ સરકારે મૂકી દીધો...

    દિલ્હીવાસીઓની દિવાળી ફરી રહેશે ફટાકડાવિહોણી..: આ વર્ષે પણ કેજરીવાલ સરકારે મૂકી દીધો પ્રતિબંધ 

    કેજરીવાલ સરકારના મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં ખાસ કરીને દિવાળી પર ફટાકડા ફોડવાના કારણે જે પ્રદૂષણ થાય છે તેને રોકવા માટે તમામ પ્રકારના ફટાકડા નિર્માણ, સંગ્રહ, વેચાણ, ઓનલાઈન વેચાણ અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હશે.

    - Advertisement -

    દર વર્ષે હિંદુઓના સૌથી મોટા પર્વ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા બદલ સવાલોના કઠેડામાં રહેતી અરવિંદ કેજરીવાલ સરકારે આ વર્ષે પણ એવો જ નિર્ણય લીધો છે. દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા ફોડી શકાશે નહીં. દિલ્હી સરકારના મંત્રીએ આ મામલે જાહેરાત કરી હતી. 

    કેજરીવાલ સરકારના મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં ખાસ કરીને દિવાળી પર ફટાકડા ફોડવાના કારણે જે પ્રદૂષણ થાય છે તેને રોકવા માટે તમામ પ્રકારના ફટાકડાના નિર્માણ, સંગ્રહ, વેચાણ, ઓનલાઈન વેચાણ અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોઇ પણ પ્રકારનું લાયસન્સ ઇસ્યુ ન કરવામાં આવે તે માટે દિલ્હી પોપ્યુલેશન કન્ટ્રોલ બોર્ડ વતી નોટિસ જારી કરવા માટે પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.

    માત્ર હિંદુઓના તહેવાર પર જ શા માટે પ્રતિબંધો લગાવવામાં આવે છે તેવા આરોપોને લઈને પ્રશ્ન કરવામાં આવતાં કેજરીવાલ સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, જેટલી ધૂમધામથી અને શ્રદ્ધા સાથે તહેવારની ઉજવણી કરવાની જરૂરી છે, એટલું જ સૌનું જીવન બચાવવું પણ જરૂરી છે. જેથી છેલ્લાં બે વર્ષથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ નિર્ણયમાં દિલ્હીના લોકોનો પણ તેમને સહયોગ મળી રહ્યો છે. સાથે એવી સલાહ પણ આપી કે લોકોએ દીવડા પ્રગટાવીને દિવાળી ઊજવવી જોઈએ, નહીં કે ફટાકડા ફોડીને. 

    - Advertisement -

    દિલ્હીની કેજરીવાલ સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી દિવાળી પર આ પ્રકારના પ્રતિબંધો લગાવતી આવી છે. ગયા વર્ષે દિલ્હી સરકારે જાહેર કર્યું હતું કે કોઇ પણ દિવાળી પર ફટાકડા ફોડતું જણાશે તો તેમને છ મહિનાની જેલ અને ૨૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા પકડાવા પર ત્રણ વર્ષની જેલની સજા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું પણ એલાન કરવામાં આવ્યું હતું. 

    દર વર્ષે ફટાકડાના મુદ્દે કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠતા રહ્યા છે અને હિંદુ તહેવારોને નિશાન બનાવવાના આરોપ લાગતા રહ્યા છે. સાથે કેજરીવાલ સરકાર પ્રદૂષણનું કારણ આપતી રહે છે પરંતુ છેલ્લાં વર્ષોમાં જોવા મળ્યું છે કે ફટકડા પર પ્રતિબંધ હોવા છતાં આ સમયગાળામાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. તેની પાછળ પરાળી બાળવી કે તાપમાનમાં વધારો-ઘટાડો જેવાં અનેક કારણો જવાબદાર છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં