Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાCAAનો વિરોધ, 370નું સમર્થન, આતંકવાદીઓ પ્રત્યે કૂણું વલણ: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા...

    CAAનો વિરોધ, 370નું સમર્થન, આતંકવાદીઓ પ્રત્યે કૂણું વલણ: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા પ્રોફેસરને મળ્યા રાહુલ ગાંધી, હિંદુ સંગઠનોને કહે છે ‘હિંસક’

    વર્ષ 2021માં આયોજિત 'ડિસમેંટલિંગ ગ્લોબલ હિન્દુત્વ ઇવેન્ટમાં ક્રિસ્ટોફ જૈફરલોટને એક વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિંદુત્વ વિરુદ્ધ લડવાનો અને હિંદુ ધર્મને ટાર્ગેટ કરવાનો હતો.

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે 8 સપ્ટેમ્બરના રોજ પેરિસની એક યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ સમયે લેખક અને કૉલમિસ્ટ ક્રિસ્ટોફ જૈફરલોટ તેમની સાથે એક મંચ પર જોવા મળ્યો. ક્રિસ્ટોફ જૈફરલોટ ભારત અને હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે કુખ્યાત છે. કોંગ્રેસના અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રાહુલ ગાંધી ભારત અને હિંદુઓ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે કુખ્યાત ક્રિસ્ટોફ જૈફરલોટને મળ્યા તે સમયનો ફોટો શૅર કરવામાં આવ્યો છે.

    ભારત વિરોધી નિવેદનોને લઈને વિવાદોમાં રહેતા રાહુલ ગાંધી સાથે એક જ મંચ પર નજરે પડતો ક્રિસ્ટોફ જૈફરલોટનાં ભારતવિરોધી કારસ્તાનોની યાદી લાંબી છે. તે સામાન્ય રીતે કેન્દ્રની ભાજપ સરકાર અને તેનું નેતૃત્વ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલાઓ કરતો રહે છે.

    હિંદુ સંગઠનોનો વિરોધ

    નોંધનીય છે કે રાહુલ ગાંધી જે ક્રિસ્ટોફ જૈફરલોટને મળ્યા તેણે નાગરિકતા સંશોધન કાયદાને (CAA) ધર્મનિરપેક્ષ ભાવનાની વિરુદ્ધ હોવાનો જાહેર કર્યો હતો. તેણે CAAની સરખામણી ઇઝરાયેલ અને યહુદીઓ સાથે કરતા કહ્યું હતું કે, “આ પ્રકારના દ્રષ્ટિકોણ જાતીય અને ધાર્મિક આધાર પર કોઈ પણ દેશની દ્રષ્ટિને દર્શાવે છે. બહુસંખ્યક વસ્તી સિવાયના તમામ ઉતરતી કક્ષાનું જીવન જીવવા લાચાર બને છે. આ ઇઝરાયેલ જેવું જ છે, જ્યાં યહુદીઓ બહુસંખ્યક છે.”

    - Advertisement -

    અચરજ પમાડે તેવી વાત તો તે છે કે અલ્પ સંખ્યકોને (મુસ્લિમોને બાદ કરતા) નાગરિકતા આપવાના ભારતીય કાયદામાં જૈફરલોટને સમસ્યા દેખાય છે. પરંતુ, ભારતના 3 પાડોશી ઇસ્લામિક દેશોમાં લઘુમતીઓ અને તેમાં પણ ખાસ હિંદુઓની દયનીય પરિસ્થિતિ નથી દેખાતી.

    ક્રિસ્ટોફ જૈફરલોટ હિંદુઓમાં આત્મસન્માનની ઉણપ હોવાની અને ભાજપ નેતાઓ પર મુસ્લિમ જનસંખ્યા વિસ્ફોટ પર ‘જુઠ્ઠાણું’ ફેલાવવાનો આરોપ લગાવતો રહે છે. તેને તે નજરે નથી પડતું કે ભારતમાં મુસ્લિમ વસ્તી 20 કરોડને આંબવા જઈ રહી છે. તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યા શૂન્ય થવાના આરે છે. આટલું જ નહીં, તે ભારતના વિભાજન માટે અંગ્રેજોને જવાબદાર ઠેરવતો રહે છે. પરંતુ ઇસ્લામિક ચરમપંથીઓ અને મુસ્લિમ લીગ જવા કટ્ટરવાદી સંગઠનોના નાપાક ઈરાદાઓનો ઉલ્લેખ કરવાનું સિફતપૂર્વક ટાળે છે.

    રાહુલ ગાંધી જે ક્રિસ્ટોફ જૈફરલોટને મંચ પર પોતાની બાજુમાં બેસાડ્યો તે ક્યારેય ભારત વિરુદ્ધ યુદ્ધ પોકારવાનો પ્રયત્ન કરતા અને નિર્દોષ લોકોનો જીવ લેતા આતંકવાદીઓને દોષી ગણાવતો નથી. ઉપરથી તે કહે છે કે ભારતમાં 1993થી લઈને 2008 સુધી જે આતંકવાદી હુમલાઓ થયા તેનો ફાયદો ભાજપને થયો છે. ક્રિસ્ટોફ જૈફરલોટ તેમ પણ કહે છે કે ભાજપ ભયની રાજનીતિ રમીને ચૂંટણી જીત્યું છે. આટલું જ નહીં, ક્રિસ્ટોફ જૈફરલોટને વિશ્વના સહુથી મોટા સ્વયંસેવી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પોતના ‘સંઘ પરિવાર’ કહેવા સામે પણ વાંધો પડે છે.

    જૈફરલોટ રાષ્ટ્રવાદી સંગઠન ‘બજરંગ દળ’ પર પણ હિંસા કરવાનો, ચર્ચ અને મુસ્લિમો સાથે મારપીટ કરવાનો આરોપ લગાવી ચૂક્યો છે. તે હિંદુઓ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાઓનો ઉલ્લેખ તો કરે છે, પરંતુ ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા અવારનવાર હિંદુઓ પર કરવામાં આવતી હિંસા તેમજ ચર્ચ દ્વારા હિંદુઓ વિરુદ્ધ રચવામાં આવતા ષડ્યંત્ર પર મૌન ધારણ કરી લે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014 અને 2019માં કેન્દ્રમાં ભાજપ સરકારે સત્તા સ્થાપી. આ વાતમાં કોઈ બેમત નથી કે પીએમ મોદીના કેન્દ્ર પર સત્તા પર આવ્યા પહેલાં અને બાદમાં વિરોધીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેમનું એક નામ ક્રિસ્ટોફ જૈફરલોટ પણ છે. ભાજપના સતત વિજેતા બનવા પર પોતાની નિરાશા વ્યક્ત કરતા તેણે ‘મોદીઝ ઇન્ડિયા: હિંદુ નેશનલ એન્ડ ધ રાઈસ ઓફ એથનિક ડેમોક્રેસી’ નામના એક પુસ્તકમાં લખ્યું છે કે, “પાછલા 2 દશકામાં નરેન્દ્ર મોદીના કારણે હિંદુ રાષ્ટ્રવાદને એક રીતે રાષ્ટ્રીય લોકપ્રિયતા સાથે જોડવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ પહેલાં ગુજરાતમાં અને ત્યારબાદ ભારતમાં મોટાપાયે સફળતા મળી છે.”

    તેણે પોતાના આ પુસ્તકમાં ભારતીય જનતા પાર્ટી પર વિકાસના વાયદાઓ અને જાતિય-ધાર્મિક આધાર પર મતદાતાઓનું ધ્રુવીકરણ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. જોકે જૈફરલોટે પોતાના આ પુસ્તકમાં વડાપ્રધાન મોદીની લોક-કલ્યાણકારી, વિકાસવાદી, અને મહત્વકાંક્ષી યોજનાઓ ડિજિટલ ઇન્ડિયા, જન ધન યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કોઈ જ ઉલ્લેખ નથી કર્યો. કારણકે વાસ્તવિકતા એ છે કે દેશની જનતા હવે ગેરમાર્ગે દોરાઈને નહીં પણ વિકાસના નામે વોટ આપે છે.

    ક્રિસ્ટોફ જૈફરલોટે દાવો કર્યો છે કે તેણે વડાપ્રધાન મોદીને લઈને ભારતીયોનો ઈન્ટરવ્યૂ કર્યો છે. આ તથાકથિત ઈન્ટરવ્યૂના આધારે તેણે લખ્યું છે કે, “મોદી સરકારે ભારતને લોકતંત્રના એક નવા રૂપમાં રૂપાંતરિત કરી નાખ્યું છે. આ એક પ્રકારનું જાતીય લોકતંત્ર છે, જેમાં બહુસંખ્યક સમુદાય સાથે દેશમાં સમાન વ્યવહાર કરવામાં આવે છે. પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ સાથે ઉતરતી કક્ષાના નાગરિકની જેમ વ્યવહાર કરવામાં આવે છે.” આ ઉપરાંત, અનુચ્છેદ-370ને લઈને સુનાવણીના વિલંબ માટે ભારતીય ન્યાય પ્રણાલી પર લાંછન લગાવતા તેણે ભારતીય ઉચ્ચ ન્યાયાલય પર પણ નિશાનો સાધ્યો હતો.

    ડિસમેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ ઇવેન્ટ

    વર્ષ 2021માં આયોજિત ‘ડિસમેંટલિંગ ગ્લોબલ હિંદુત્વ ઇવેન્ટ‘માં ક્રિસ્ટોફ જૈફરલોટને એક વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિંદુત્વ વિરુદ્ધ લડવાનો અને હિંદુ ધર્મને ટાર્ગેટ કરવાનો હતો. ક્રિસ્ટોફ જૈફરલોટે આ કાર્યક્રમમાં બોલતી વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુત્વ પર નિશાનો સાધ્યો હતો.

    (આ લેખ મૂળ રૂપે અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. મૂળ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં