G20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ભારત આવી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરીને સીધા તેઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક થઈ હતી.
જો બાયડન શુક્રવારે (8 સપ્ટેમ્બર, 2023) સાંજે દિલ્હી આવી પહોંચ્યા હતા. અહીં નિયત સમય અનુસાર, સાંજે 6:50 વાગ્યે ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેમનું વિમાન લેન્ડ થયું હતું. ભારત તરફથી કેન્દ્રીય મંત્રી જનરલ વી. કે સિંઘે બાયડનનું સ્વાગત કર્યું હતું.
#WATCH | G-20 in India: US President Joe Biden arrives in Delhi for the G-20 Summit
— ANI (@ANI) September 8, 2023
He was received by MoS Civil Aviation Gen (Retd) VK Singh pic.twitter.com/U0qyG0aFcp
એરપોર્ટથી સીધા જો બાયડન 7, લોકકલ્યાણ માર્ગ જવા માટે રવાના થયા હતા. 7 LKM વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આધિકારિક નિવાસસ્થાન છે. અહીં બંને નેતાઓ વચ્ચે લગભગ 45 મિનીટ સુધી વાતચીત ચાલી હતી. પીએમ મોદીએ પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રપતિ બાયડનનું સ્વાગત કર્યું અને ત્યારબાદ બંને દેશોના વડા અને પ્રતિનિધિમંડળ વચ્ચે એક બેઠક થઈ હતી.
વડાપ્રધાન કાર્યાલયના અધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતની તસ્વીરો પોસ્ટ કરવામાં આવી હતી. PMOએ લખ્યું કે, બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી, જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ થશે.
Prime Minister @narendramodi and @POTUS @JoeBiden are holding talks at 7, Lok Kalyan Marg in Delhi.
— PMO India (@PMOIndia) September 8, 2023
Their discussions include a wide range of issues and will further deepen the bond between India and USA. 🇮🇳 🇺🇸 pic.twitter.com/PWGBOZIwNT
રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાયડનની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ ત્રણ દિવસ માટે ભારતની યાત્રાએ આવ્યા છે. જેમાં તેઓ 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન G20 સમિટની વિવિધ બેઠકોમાં ભાગ લેશે.
આ પીએમ મોદીની આ દિવસની ત્રીજી દ્વિપક્ષીય બેઠક છે. આ પહેલાં તેમણે બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગુનાથ સાથે બેઠક કરી હતી. આ બેઠકો પણ પીએમના અધિકારિક નિવાસસ્થાને જ થઈ હતી.
3 દિવસમાં પીએમ મોદી 15 દ્વિપક્ષીય બેઠકો કરશે
આજે બાંગ્લાદેશ, મોરેશિયસ અને અમેરિકાના વડાઓ સાથે બેઠક કર્યા બાદ હવે આવતીકાલે 9 સપ્ટેમ્બર, 2023ના રોજ વડાપ્રધાન G2૦ બેઠકો ઉપરાંત યુકેના રાષ્ટ્રપતિ ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય જાપાનના વડાપ્રધાન, જર્મનીના ચાન્સેલર અને ઈટલીનાં વડાંપ્રધાન સાથે પણ PM મોદીની દ્વિપક્ષીય બેઠકનું આયોજન છે.
દસમી સપ્ટેમ્બરે લંચ દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં વચ્ચે બેઠક યોજાશે. જ્યારે G20 બેઠકો પૂર્ણ થયા બાદ કેનેડા, તૂર્કીયે, સાઉથ કોરિયા, બ્રાઝિલ, નાઈજીરિયા, કોમોરોસ અને યુરોપિયન યુનિયનના વડાઓ સાથે વડાપ્રધાન એક પછી એક દ્વિપક્ષીય બેઠકો કરશે.