Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટG20 સમિટ: ત્રણ દિવસમાં 15 દેશોના વડા સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે PM...

    G20 સમિટ: ત્રણ દિવસમાં 15 દેશોના વડા સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે PM મોદી, આજે અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડન સાથે બેઠક 

    આઠમી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી મોરેશિયસ, બાંગ્લાદેશ અને અમેરિકાના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડન ભારત આવવા માટે રવાના થઈ ગયા છે અને સાંજ સુધીમાં દિલ્હી એરપોર્ટ પહોંચશે

    - Advertisement -

    G20 સમિટ શરૂ થવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભાગ લેવા માટે રાષ્ટ્રાધ્યક્ષોનું આગમન શરૂ થઈ ગયું છે. શુક્રવારે (8 સપ્ટેમ્બર, 2023) સાંજ સુધીમાં તમામ દેશોના વડા દિલ્હી ખાતે આવી પહોંચશે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ઈટલીનાં રાષ્ટ્રપતિ જ્યૉર્જિયા મેલોની અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડિઝ દિલ્હી આવી પહોંચ્યાં છે. બીજી તરફ પીએમ મોદી અને વૈશ્વિક નેતાઓ વચ્ચે થનારી દ્વિપક્ષીય મુલાકાતને લઈને વિગતો સામે આવી રહી છે.

    G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ 15 દેશોના વડા સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે તેવી જાણકારી મળી રહી છે. જેમાં યુએસ રાષ્ટ્રપતિ જૉ બાયડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં, યુકેના પીએમ ઋષિ સુનક, ઈટલીનાં પીએમ જ્યોર્જિયા મેલોની સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. 

    આઠમી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી મોરેશિયસ, બાંગ્લાદેશ અને અમેરિકાના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડન ભારત આવવા માટે રવાના થઈ ગયા છે અને સાંજ સુધીમાં દિલ્હી એરપોર્ટ પહોંચશે. આજે સાંજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની દ્વિપક્ષીય મુલાકાત થશે. જેમાં બંને નેતાઓ અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરશે. 

    - Advertisement -

    9 સપ્ટેમ્બર, 2023ના રોજ વડાપ્રધાન G2- બેઠકો ઉપરાંત યુકેના રાષ્ટ્રપતિ ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય જાપાનના વડાપ્રધાન, જર્મનીના ચાન્સેલર અને ઈટલીનાં વડાંપ્રધાન સાથે પણ PM મોદીની દ્વિપક્ષીય બેઠકનું આયોજન છે. જ્યારે દસમીએ  લંચ દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં વચ્ચે બેઠક યોજાશે. જ્યારે G20 બેઠકો પૂર્ણ થયા બાદ કેનેડા, તૂર્કીયે, સાઉથ કોરિયા, બ્રાઝિલ, નાઈજીરિયા, કોમોરોસ અને યુરોપિયન યુનિયનના વડાઓ સાથે વડાપ્રધાન એક પછી એક દ્વિપક્ષીય બેઠકો કરશે. 

    ત્રણ દિવસમાં પીએમ મોદી કુલ 15 દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરીને વૈશ્વિક મહત્વ ધરાવતા અનેક મુદ્દો વિશે ચર્ચા કરશે. જેનાથી લાંબાગાળે ભારતને અનેક ક્ષેત્રોમાં ફાયદા થશે. 

    હાલ એક પછી એક નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે, જેમના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બ્રિટનના પીએમ ઋષિ સુનક આજે બપોરે દિલ્હી આવશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ પણ બપોરે આવી પહોંચશે. અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડનનું વિમાન સાંજે લેન્ડ કરશે. 

    શનિવારથી G20 બેઠકોનો આરંભ થશે, જે બે દિવસ ચાલશે. 10મીએ સમાપન કરવામાં આવશે. આ બેઠકો દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં યોજાઈ રહી છે, જે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં