Tuesday, November 26, 2024
More
    હોમપેજગુજરાત14 લાખ રૂપિયા પડાવી લીધા, ધમકી આપીને અનેકવાર રેપ કર્યો..: સુરત પોલીસે...

    14 લાખ રૂપિયા પડાવી લીધા, ધમકી આપીને અનેકવાર રેપ કર્યો..: સુરત પોલીસે ઈરફાનની જાળમાંથી હિંદુ યુવતીને મુક્ત કરાવી, ફરિયાદ બાદ આરોપીની ધરપકડ 

    સર્વેલન્સના આધારે પોલીસે યુવક-યુવતી બંનેને રાજસ્થાનના બાડમેરમાંથી શોધી કાઢ્યાં હતાં અને યુવતીને બચાવી લેવામાં આવી હતી. બંનેને સુરત લાવવામાં આવ્યા બાદ પોલીસની પૂછપરછમાં યુવતીએ અમુક ઘટસ્ફોટ કર્યા હતા અને ત્યારબાદ તેણે જ ફરિયાદ પણ નોંધાવી હતી.

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં સુરતના કોસાડની એક હિંદુ યુવતીને ગામનો જ મુસ્લિમ યુવક ભગાડી લઇ ગયો હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ હતી. આ મામલે હવે પોલીસે બંનેને શોધી કાઢ્યાં છે અને યુવતીની ફરિયાદના આધારે ઈરફાન અકબર સિંધી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે. 

    કેસની વધુ વિગતો એવી છે કે, ગત 26 ઓગસ્ટ, 2023ના રોજ કોસાડની એક હિંદુ પરિવારની યુવતી ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી ન હતી. તેના પરિજનોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામમાં જ રહેતો ઈરફાન સિંધી પણ ગાયબ છે. ત્યારબાદ તેમણે ઈરફાન વિરુદ્ધ પોલીસને ફરિયાદ આપી હતી અને સાથે એ પણ જણાવ્યું હતું કે યુવતીએ તેની માતાના બેંક અકાઉન્ટમાંથી કુલ 15 લાખ જેટલી રકમ ઉપાડી લીધી હતી. 

    પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે ઈરફાન યુવતીને ઉપાડી લઇ ગયો હતો અને પૈસા પણ તેણે જ પડાવ્યા છે. પોલીસને આ મામલે જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. સર્વેલન્સના આધારે પોલીસે યુવક-યુવતી બંનેને રાજસ્થાનના બાડમેરમાંથી શોધી કાઢ્યાં હતાં અને યુવતીને બચાવી લેવામાં આવી હતી. 

    - Advertisement -

    યુવતીએ નોંધાવી ફરિયાદ- 14 લાખ પડાવ્યા, અનેક વખત રેપ કર્યો

    બંનેને સુરત લાવવામાં આવ્યા બાદ પોલીસની પૂછપરછમાં યુવતીએ અમુક ઘટસ્ફોટ કર્યા હતા અને ત્યારબાદ તેણે જ ફરિયાદ પણ નોંધાવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, 26મીની બપોરે ઇરફાન તેને ધમકી આપીને ભગાડી લઇ ગયો હતો. પહેલાં તેઓ બંને મહેસાણા ગયાં હતાં, જ્યાં ઈરફાનના ભાઈના સાસરે બંને રોકાયાં હતાં. ત્યારબાદ તે રાજસ્થાન લઇ ગયો હતો અને હોટેલમાં રોકાયાં હતાં. 

    યુવતીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઈરફાને તેને વર્ષ 2022માં ફસાવી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપીને સુરતના વરાછા રોડના ગેસ્ટ હાઉસ, સતાધાર ચાર રસ્તા પાસે આવેલ ઓયો હોટેલ, વરિયાવ ટી પોઈન્ટ પાસેની હોટેલ વગેરે સ્થળોએ લઇ જઇને ધમકી આપીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. 

    ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, ઈરફાને યુવતી પાસેથી 14 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધી અને તેને બે બોરિંગ મશીન અને બાઇક ખરીદવામાં અને ઘર બનાવવામાં વાપરી નાખી હતી. આ પૈસા તેણે ઈરફાનને ટુકડે-ટુકડે આપ્યા હોવાનું સામે આવ્યું છે. યુવતીની ફરિયાદના આધારે સુરત પોલીસે ઈરફાન અકબર સિંધી સામે બળાત્કાર અને ધમકીનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં