Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતસાળંગપુર બાદ વધુ એક વિવાદ થયો શાંત: બોટાદના કુંડળધામમાંથી નીલકંઠ વર્ણીને ફળ...

    સાળંગપુર બાદ વધુ એક વિવાદ થયો શાંત: બોટાદના કુંડળધામમાંથી નીલકંઠ વર્ણીને ફળ અર્પણ કરતાં હનુમાન દાદાની પ્રતિમા દૂર કરાઈ

    કુંડળધામ મંદિરમાં આવેલા બગીચામાં નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતાં હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો. આ વિવાદ દરમિયાન હનુમાનજીની પ્રતિમાને જમીન પર નીચે મુકવામાં આવી હતી.

    - Advertisement -

    બોટાદના સાળંગપુરમાં ભીંતચિત્રોને લઈને વકરેલા વિવાદ બાદ સોમવારે (4 સપ્ટેમ્બર) સાધુસંતોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લીધેલા નિર્ણય મુજબ મંગળવારે (5 સપ્ટેમ્બરે) વહેલી સવારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા હતા. તેની જગ્યાએ ત્યાં નવા ચિત્રો લગાવવામાં આવ્યા હતા. જે પછી હવે આ ઘટનાની અસર બોટાદમાં જ સ્થિત સ્વામિનારાયણ કુંડળધામ મંદિરમાં પણ જોવા મળી હતી. કુંડળ મંદિરમાં હનુમાનજીની પ્રતિમાને લઈને વિવાદ ચગ્યો હતો એ પ્રતિમા પણ હવે હટાવી લેવામાં આવી છે.

    સાળંગપુર હનુમાનજી મંદિરના ભીંતચિત્રોના વિવાદ વચ્ચે જ બોટાદના કુંડળધામ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ પણ સામે આવ્યો આવ્યો હતો. જ્યાં કુંડળધામ મંદિરમાં આવેલા બગીચામાં નીલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતાં હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો. આ વિવાદ દરમિયાન હનુમાનજીની પ્રતિમાને જમીન પર નીચે મુકવામાં આવી હતી.

    જોકે, ગુજરાતમાં આ વિવાદે વેગ પકડ્યા બાદ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તરફથી હનુમાનજીની પ્રતિમાની નીચે આસનના ભાગરૂપે એક પથ્થર મૂકી દેવામાં આવ્યો હતો. આમ છતાં તેનો વિવાદ ચાલુ રહ્યો હતો અને સોમવારે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ આ વિવાદનો પણ સુખરૂપ અંત આવ્યો છે. હવે હનુમાનજીની એ પ્રતિમા હટાવી લેવામાં આવી છે. હાલ માત્ર નીલકંઠ ર્ણી તપ કરી રહ્યા હોય તેવી એક જ મૂર્તિ સ્થળ પર રાખવામાં આવી છે. તેમની સામે રાખેલી ફળાહાર અર્પણ કરતાં હનુમાનજીની પ્રતિમા હટાવી લેવાઈ છે.

    - Advertisement -

    સાળંગપુર વિવાદનો પણ સુખ:દ અંત

    સાળંગપુર મંદિર વિવાદ છેલ્લા કેટલાક સમયથી ભીંતચિત્રોને લઈને વકર્યો હતો. સનાતન ધર્મના સાધુ સંતોથી લઈને શ્રદ્ધાળુઓ અને ભક્તોએ પણ આ બાબતને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે હવે આ વિવાદનો સુખ:દ અંત આવ્યો છે. 4 સપ્ટેમ્બર, 2023ને સોમવારના રોજ સાંજના સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હિંદુ ધર્મના અન્ય સંતોએ અમદાવાદ ખાતે બેઠક કરી હતી અને 5 સપ્ટેમ્બરના સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આજે એટલે 5 સપ્ટેમ્બર, 2023ની વહેલી સવારે વિવાદિત ભીંતચિત્રો હટાવી અવિવાદિત ભીંતચિત્રો લગાવવામાં આવ્યા હતા.

    સાળંગપુર મંદિરના વિવાદ વચ્ચે 4 સપ્ટેમ્બર, 2023ના રોજ મોડી રાત્રે મંદિર પરિસરની તમામ લાઇટો બંધ કરી, ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે પડદા બાંધીને વિવાદિત ભીંતચિત્રોને હટાવવામાં આવ્યા હતા. સાથે જ વિવાદિત ભીંતચિત્રો હટાવીને તે જગ્યાએ નુતન અને અવિવાદીત ભીંતચિત્રો લગાવવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં