Saturday, November 23, 2024
More
    હોમપેજદુનિયાકંગાળ થઇ ગયું પાકિસ્તાન, પણ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને પગારની ચિંતા: પત્ર લખીને...

    કંગાળ થઇ ગયું પાકિસ્તાન, પણ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને પગારની ચિંતા: પત્ર લખીને પગાર વધારાની માંગ કરી, કહ્યું- ચીફ જસ્ટિસને વધુ વેતન મળે છે

    હાલ પાકિસ્તાનના રાષ્ટ્રપતિને 8,46,550 પાકિસ્તાની રૂપિયા પગાર મળે છે. તેમના કાર્યાલયે કેબિનેટ સેક્રેટરીને એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, તેમના પગારમાં જુલાઈ, 2021થી 1,024,325 પાક. રૂપિયા અને જુલાઈ, 2023થી 1,229,190 પાક. રૂપિયા વધારો કરવામાં આવે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાન દિવસે-દિવસે કંગાળ થતો જાય છે. અહીં સામાન્ય જરૂરિયાતો માટે પણ પ્રજાએ હાલાકી ભોગવવી પડે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક સરકારો આવીને ગઈ પરંતુ આ પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી. એક તરફ દેશની સ્થિતિ આવી છે ત્યાં બીજી તરફ ત્યાંના રાષ્ટ્રપતિને પગારની ચિંતા પેંઠી છે. 

    પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પગાર વધારાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, બે તબક્કામાં તેમનો પગાર વધારી દેવામાં આવે. એટલું જ નહીં, સાથે પોતાના પગારની સરખામણી ત્યાંના ચીફ જસ્ટિસ સાથે કરી અને કહ્યું કે, તેમને પગાર વધારી આપવામાં આવ્યો છે પરંતુ રાષ્ટ્રપતિનો વધ્યો નથી, જે ન થવું જોઈએ. 

    અહેવાલોનું માનીએ તો હાલ પાકિસ્તાનના રાષ્ટ્રપતિને 8,46,550 પાકિસ્તાની રૂપિયા પગાર મળે છે. તેમના કાર્યાલયે કેબિનેટ સેક્રેટરીને એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, તેમના પગારમાં જુલાઈ, 2021થી 1,024,325 પાક. રૂપિયા અને જુલાઈ, 2023થી 1,229,190 પાક. રૂપિયા વધારો કરવામાં આવે. આ પત્ર ઓગસ્ટ, 2023ના રોજ મોકલવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    પત્રમાં પાકિસ્તાનના પ્રેસિડેન્ટ્સ સેલરી એલાઉન્સ એન્ડ પ્રિવલેજીસ એક્ટ, 2018માં સુધારો કરવા માટે જણાવ્યું છે. આ એક્ટ દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું વેતન અને અન્ય ભથ્થાં નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ એક્ટમાં નિયમ છે કે રાષ્ટ્રપતિને મળતું વેતન કોઈ પણ સરકારી કર્મચારીને મળતા વેતન કરતાં એક રૂપિયો પણ વધારે હોવું જોઈએ. જે અનુસાર, રાષ્ટ્રપતિનો પગાર મહિને 8,46,550 (પાક) રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. 

    આગળ જણાવવામાં આવ્યું કે, “એવું ધ્યાને આવ્યું છે કે, પાકિસ્તાનના ચીફ જસ્ટિસને છેલ્લા બે વર્ષમાં બે વખત પગાર વધારો આપવામાં આવ્યો છે. તેમના પગારમાં 1 જુલાઈ, 2021થી 1,024,324 રૂપિયા અને ત્યારબાદ 1 જુલાઈ, 2023થી 1,229,189 રૂપિયા વધારવામાં આવ્યો હતો. જ્યારે રાષ્ટ્રપતિના પગારમાં કોઈ વધારો થયો નથી, જે સરકારી કર્મચારી કરતાં રાષ્ટ્રપતિનો પગાર 1 રૂપિયો વધારે હોવો જોઈએ-ના નિયમનું ઉલ્લંઘન છે. 

    પાકિસ્તાનના કેબિનેટે આ મામલો કાયદા મંત્રાલયને મોકલી આપ્યો હતો. ત્યારબાદ ગત 18 ઓગસ્ટના રોજ કાયદા મંત્રાલયે વળતો જવાબ આપીને કેબિનેટને રાષ્ટ્રપતિનું વેતન વધારવા માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે કહ્યું હતું. 

    પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તાજેતરમાં જ ચર્ચામાં આવ્યા હતા. બન્યું હતું એવું કે તેમની પાસે સંસદે પસાર કરેલાં બે બિલ મંજૂરી માટે મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ તેમણે તેની ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા. તેમણે તેમના સ્ટાફને બિલ પરત કરવા માટે કહ્યું હતું પરંતુ તેમના સ્ટાફે સલાહને અવગણીને રાષ્ટ્રપતિની સહી વગર જ બિલ પસાર કરાવી દીધાં હતાં. આ બધું દુઃખ રાષ્ટ્રપતિ અલ્વીએ X (અગાઉનું ટ્વિટર) પર ઠાલવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં