ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ સૌ કોઈ તે પરિશ્રમના ભાગીદાર હોય તેમ બતાવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર રમૂજ કરી નાખી હતી. તેઓ ચંદ્રયાન-3ની સફળતા વિશે વાત કરી રહ્યા હતા. એવામાં તેઓ ઇન્દિરા ગાંધી વિષે કંઈક એવું બોલ્યા કે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર લોકોએ મીમ દ્વારા મમતાના નિવેદનની હાસ્યાસ્પદ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. આ પહેલા અવકાશ યાત્રી રાકેશ શર્માએ ચંદ્ર પ્રવાસ કર્યો હોય તેવું બેનર્જી દર્શાવવા માંગતા હતા.
વાસ્તવમાં એવું લાગુ રહ્યું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સુધી હજુ ભારતની અવકાશ સંશોધન યાત્રા બાબતે બધું જાણકરી ધરાવતા નથી. અગાઉ તેઓએ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન ચંદ્ર પર ગયા હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારથી સોશિયલ મીડિયામાં હાસ્યના રસિયાઓ કંઈક અલગ જ મિજાજમાં જોવા મળ્યા હતા. તેથી મમતા બેનર્જી ખુબ ચર્ચામાં રહ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર મમતાએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ચંદ્ર પર ગયા હતા.
"When Indira Gandhi reached to Moon, She asked Rakesh how does India look from Moon"
— Facts (@BefittingFacts) August 28, 2023
1st Rakesh Roshan, now Indira Gandhi reached to Moon.
Didi 🙏🏻🤣🤣🤣🤣🤣 pic.twitter.com/Hm2WMkA41w
મમતા બેનર્જી અવકાશ યાત્રી રાકેશ શર્માની વાત કરી રહ્યા હતા. પરંતુ રાકેશ શર્માએ ચંદ્ર પર નહીં પણ સ્પેસ યાત્રા કરી હતી. રાકેશ શર્મા એપ્રિલ, 1984માં ભારતના પહેલા અવકાશ યાત્રી બન્યા હતા. પરંતુ બેનર્જીએ બૉલીવુડ અભિનેતા, પ્રોડ્યુસર રાકેશ રોશનને અવકાશ યાત્રી તરીકે ઉલ્લેખ્યાં હતા. ટીએમસી યુવાપાંખની રેલી દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું, “જયારે ઇન્દિરા ચંદ્ર પર પહોંચ્યા, ત્યારે તેમણે રાકેશને પૂછ્યું કે ચંદ્ર પરથી ભારત કેવું દેખાય છે.”
23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના રોવરએ સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ કર્યું હતું. આ સાથે ભારત વિશ્વમાં ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પહેલા દેશ તરીકે માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો હતો. ત્યારે મમતા બેનર્જી અવકાશયાત્રી રાકેશ શર્માને બદલે ફિલ્મ અભિનેતા રાકેશ રોશન વચ્ચે મૂંઝવણમાં મુક્યા હતા. આ સાથે મમતાએ રાકેશ શર્મા અને પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી વચ્ચે થયેલા સંવાદની વાત કરી હતી.
ત્યારબાદ સોશિયલ મીડિયા પર મનોરંજનના રસિયાઓએ મમતાના આ વિડીયો દ્વારા અનેક યુઝરોને જલસો કરાવ્યો હતો. વાયરલ વિડીયોમાં બંગાળના મુખ્યમંત્રી જોવા મળ્યા હતા. તેઓ કહે છે કે, “મને યાદ છે, જયારે રાકેશ રોશન ચંદ્ર પર ઉતર્યા હતા, ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે ત્યાંથી ભારત કેવું લાગે છે.”
Didi #Chandrayan3 ki landing ke jagah 'Koi Mil Gaya' dekh ke aayi hai 😭😭🤣🤣🤣🤣 Rakesh Roshan 😭 pic.twitter.com/ELABg07hFw
— Facts (@BefittingFacts) August 23, 2023
તે વિંગ કમાન્ડર રાકેશ શર્મા હતા નહીં કે રાકેશ રોશન, તેમણે અવકાશયાત્રા કરી નહીં કે ચંદ્રની યાત્રા
મમતા બેનર્જી પોતાના નિવેદનમાં પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માની વાત કરી રહ્યા હતા. તે વખતે રાકેશ શર્મા અને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી વચ્ચેના સંવાદનું ઉદાહરણ આપી રહ્યા હતા.
વિંગ કમાન્ડર રાકેશ શર્મા ભારતીય વાયુસેનાના પાઇલટ હતા. તેઓએ એપ્રિલ, 1984માં સોવિયેત અવકાશયાન સોયુઝ ટી-11માં ઉડાન ભરી હતી. ત્યારે તેઓ અવકાશમાં પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય બન્યા હતા. સ્પેસ ફ્લાઇટ એ સોવિયત ઇન્ટરકોસ્મોસ પ્રોગ્રામનો એક ભાગ હતો. શર્મા જયારે અવકાશયાનમાં હતા ત્યારે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી સાથેની વાતચીત પ્રસિદ્ધ થઇ હતી.
જયારે ઇન્દિરા ગાંધીએ રાકેશ શર્માને પૂછ્યું કે, અવકાશમાંથી ભારત કેવું દેખાય છે, તો શર્માએ જવાબ આપ્યો, “સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાન હમારા” એટલે કે, દુનિયામાં સૌથી સુંદર આપણો ભારત દેશ દેખાઈ રહ્યો છે.