Friday, November 22, 2024
More
    હોમપેજદેશતિલક લગાવવા પર હિંદુ બાળક સાથે મારપીટ, મસ્જિદમાં જઈને નમાજ પઢવા માટે...

    તિલક લગાવવા પર હિંદુ બાળક સાથે મારપીટ, મસ્જિદમાં જઈને નમાજ પઢવા માટે દબાણ…: યુપીની ઘટના, એજાજ-કાસિમ સામે ગુનો

    પીડિતે કાસિમ અને એજાજની વાત માની ન હતી. જેનાથી બંને ઉશ્કેરાઈ ગયા અને બાળક સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ શરૂ કરી દીધી હતી. આરોપ એવો પણ છે કે તેમણે તેની પાસેથી પૈસા પણ આંચકી લીધા અને મોબાઈલ પણ તોડી નાખ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક સગીર હિંદુ બાળક સાથે તિલક લગાવવા પર મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. તેની ઉપર મસ્જિદમાં જઈને નમાજ પઢવા માટે અને ઇસ્લામ કબૂલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. આ મામલે કાસિમ અને એજાજ નામના બે શખ્સો સામે FIR દાખલ કરવામાં આવી છે. 

    ઘટના સોમવાર (21 ઓગસ્ટ, 2023)ની છે. ‘કેસરિયા હિંદુ વાહિની’ નામના સંગઠનના પ્રમુખ રમેન્દ્ર મિશ્રાએ પોલીસને ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, 21 ઓગસ્ટના રોજ રામપુર ધરાવા ગામમાં સગીર પંચાયત ભવન પાસે ઉભો હતો. તેણે કપાળે તિલક લગાવ્યું હતું. તે સમયે કાસિમ અને એજાજ ત્યાં આવી પહોંચ્યા અને પીડિતને તિલક લગાવવા બદલ સવાલ કર્યા હતા. બંનેએ તેને મસ્જિદમાં જઈને નમાજ પઢવા કહ્યું અને એમ પણ કહ્યું કે, જો તે તેમ કરશે તો દરરોજ 50 રૂપિયા આપશે. 

    ફરિયાદ અનુસાર, તિલક લગાવનાર પીડિત હિંદુ બાળકે કાસિમ અને એજાજની વાત માની ન હતી. જેનાથી બંને ઉશ્કેરાઈ ગયા અને બાળક સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ શરૂ કરી દીધી હતી. આરોપ એવો પણ છે કે તેમણે તેની પાસેથી પૈસા પણ આંચકી લીધા અને મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. ફરિયાદમાં એક ગેરકાયદેસર મદરેસા વિશે પણ જણાવવામાં આવ્યું છે, જે રામપુર ગામમાં જ ચાલી રહી છે. જેને લઈને કહેવામાં આવ્યું કે, ત્યાં સમાજ વિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે. ફરિયાદી રામેન્દ્રએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે અને એમ પણ કહ્યું છે કે જો સંતોષકારક અને યોગ્ય કાર્યવાહી ન થાય તો તેઓ આંદોલન કરશે. 

    - Advertisement -

    ફરિયાદના આધારે પોલીસે FIR દાખલ કરી હતી. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. પોલીસે કાસિમ અને એજાજ સામે IPCની કલમ 323, 392 અને 427 તેમજ ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન પ્રતિષેધ અધિનિયન 2021ની ધારા 3/5 (1) હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ અનુસાર, આ મામલામાં જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ બંને આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. તેમની ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં