Sunday, May 12, 2024
More
    હોમપેજગુજરાતચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરી હોવાના દાવાઓ મિતુલ ત્રિવેદી માટે મુશ્કેલી બન્યા: ક્રાઇમ...

    ચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરી હોવાના દાવાઓ મિતુલ ત્રિવેદી માટે મુશ્કેલી બન્યા: ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ તપાસ, FIR નોંધવા પોલીસ મથકે અરજી

    દેશ અને ISROની સિદ્ધિને પોતાની સિદ્ધિ હોવાનો અને પોતે ચંદ્રયાન-3માં મહત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી પર સંકટના વાદળો ઘેરાયા.

    - Advertisement -

    ચંદ્રયાન-3ની સિદ્ધિ બાદ દેશભરમાં ખુશીનો માહોલ છે. તેવામાં ISRO અને દેશની સિદ્ધિને પોતાને નામે કરી લોકોમાં પોતાની ઓળખ ઊભી કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી કેસમાં તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. સાંજે પુરાવા જમા કરાવી જવાનું કહીને મિતુલ ફરી પોલીસ સ્ટેશને હાજર થયા જ નહીં. ત્યારબાદ પોલીસતંત્રએ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. આ દરમિયાન વેરિફિકેશન સહિતની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ સુરતના એક સામાજિક કાર્યકરે મિતુલના દાવાને ખોટા ગણાવ્યા હતા અને તેમના આ કૃત્ય સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે તે માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

    અહેવાલોના જણાવ્યા અનુસાર દેશ અને ISROની સિદ્ધિને પોતાની સિદ્ધિ હોવાનો અને પોતે ચંદ્રયાન-3માં મહત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી પર સંકટના વાદળો ઘેરાયા છે. પોલીસ કમિશનરનું તેડું આવ્યા બાદથી મિતુલ ભારે ચર્ચામાં છે. પોલીસ કમિશનરને સાંજે પુરાવા જમા કરાવી જવાનું કહીને ગાયબ થઈ ગયા હતા. પોલીસે તેનો સંપર્ક કરતાં તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો.

    સમગ્ર પ્રકરણમાં શુક્રવાર (25 ઓગસ્ટ)ના રોજ સ્પેશિયલ બ્રાન્ચ DCPને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી સોંપ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશનરે શનિવાર (26 ઓગસ્ટ)ના રોજ મિતુલ ત્રિવેદી કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. પોલીસ દ્વારા ISROના માધ્યમથી વેરિફિકેશન કરવામાં આવશે એવું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે મિતુલ ત્રિવેદીએ ખુદ કરેલા દાવાની ખરાઈ કરવામાં આવશે. જોકે, બે દિવસમાં મિતુલે એકપણ પુરાવો રજૂ કર્યો નથી. પાછલા વર્ષોમાં પણ તેમણે વિવિધ પ્રોજેક્ટમાં કામગીરી સંદર્ભે આકરી પૂછતાછ કરવામાં આવશે.

    - Advertisement -

    મિતુલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી

    મિતુલ ત્રિવેદી સામે કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે ઉમરા પોલીસ મથકે એક સામાજિક કાર્યકર્તાએ ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે, મિતુલ સ્વયં દાવો કરે છે પણ તેઓ જો વૈજ્ઞાનિક હોય તો આવા મોટા મિશનની ગુપ્તતા જાળવવાની હોય છે, જાહેરાત કરવાની ન હોય. મીડિયામાં સામે આવ્યા બાદ ખબર પડી કે તેઓ ખોટા છે. આ બાબતે મેં પોલીસમાં ફરિયાદ કરી છે અને સુરતીઓનું નામ ખરાબ કરનાર સામે કાયદાકીય પગલાં લેવાની માગ કરી છે. આવા લોકોને કાયદાકીય પાઠ ભણાવવા જોઈએ. 

    આખો દિવસ ઘરમાં ભરાઈ રહ્યા

    શુક્રવારે (25 ઓગસ્ટે) મિતુલે કરેલા દાવા પર સવાલો ઊઠવાના શરૂ થયા બાદ શનિવારે (26 ઓગસ્ટે) સવારથી જ મિતુલ ઘરમાં પુરાઈ રહ્યા હતા. શુક્રવારે સાંજે અડાજણ પોલીસના કર્મચારીઓ એલ.પી.સવાણી રોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં તેના ઘરે ગયા ત્યારે ઘરના દરવાજે તાળાં લાગ્યા હતા. જ્યારે શનિવારે સવારથી જ મિતુલે ઘરમાં અંદરથી જ તાળું મારી દીધું હતું. તેમણે કોઈપણ વાત કહેવાની કે અભિપ્રાય આપવાની ના કહી હતી. સાથે જ તેમણે પોતાનો મોબાઈલ નંબર પણ બંધ કરી દીધો હતો. નોંધનીય છે કે 26 ઓગસ્ટને શનિવારના રોજ ઑપઇન્ડિયાએ મિતુલ ત્રિવેદીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો મોબાઈલ બંધ આવતાં સંપર્ક થઈ શક્યો નહોતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં