કોંગ્રેસે જંતર-મંતર પર 2-ઇન-1 ધરણા કર્યા છે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ તેમની ડૂબતી કારકિર્દીની નાવડીને બચાવવાં માટે ફરી એક વાર નવો નુસખો અજમાવ્યો છે.કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફરી ધરણાની ટોપીઓ પહેરી છે, પણ આ વખતે ડબલ વિરોધ કરવા માટે, અને નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં તેમના સુપ્રીમો રાહુલ ગાંધીની EDની પૂછપરછ સામે અને બીજું કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજનાનો વિરોધ કરવા માટે કોંગ્રેસે જંતર-મંતર પર 2-ઇન-1 ધરણા કર્યા
આ પહેલા કોંગ્રેસનું મોદી સરકારના 2020 કૃષિ કાયદા વિશે ઉશ્કેરણી, ડર ફેલાવવાનું અને ઉન્માદ પેદા કરવાનું છેલ્લું કાવતરું હતું. આ કાયદો ખેડૂતોને ભારતમાં ગમે ત્યાં APMCની બહાર મુક્તપણે વેપાર કરવાની મંજૂરી આપતો હતો. બીજી બાજુ તેણે 1955 ના આવશ્યક ચીજવસ્તુ ધારાને નાબૂદ કરી હતી, પરંતુ કોંગ્રેસે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિશે એક પછી એક નિર્દોષ જૂઠાણા ચલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા સુધીના કારનામાં કાર્ય હતા.
દરમિયાન, કોંગ્રેસના કાર્યકરો બુધવારે (15 જૂન) સમગ્ર દિલ્હીમાં રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા અને અશાંતિ ફેલાવી હતી, કારણ કે રાહુલ ગાંધીને સતત ત્રીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછમાં હાજર થવું પડ્યું હતું, પછી અચાનક કોંગ્રેસે તેની વિરોધની વ્યૂહરચના બદલવાનું નક્કી કર્યું, પાર્ટીના કાર્યકરોએ તેમના બુધવારના ધમાલ વિરોધને ‘સત્યાગ્રહ’ ગણાવ્યો હતો, અને હવે તેમણે દાવો કર્યો છે કે તેઓ દિલ્હીના જંતર-મંતર પર તેમના 2-ઇન-1 ‘શાંતિપૂર્ણ’ ધરણા ચાલુ રાખશે.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ટ્વિટ કર્યું હતું કે, “આવતીકાલે સમગ્ર દેશમાં કોંગ્રેસના લાખો કાર્યકરો યુવા વિરોધી અગ્નિપથ યોજના સામે અને તેમના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવતી મોદી સરકારની બદલાની રાજનીતિ સામે શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખશે. કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ સાંજે માનનીય રાષ્ટ્રપતિને પણ મળશે,”
Tomorrow lakhs of Congress workers across the country will continue peaceful protests against the anti-youth Agnipath scheme & against Modi Govt’s vendetta politics targeting its leader Shri Rahul Gandhi, MP. A Congress delegation will also meet Honble Rashtrapati in the evening.
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 19, 2022
રવિવારે (19 જૂન), કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીના જંતર-મંતર ખાતે કેન્દ્રની અગ્નિપથ યોજના સામે પ્રિયંકા ગાંધી વાડ્રાની આગેવાનીમાં ‘સત્યાગ્રહ’ આંદોલનનું આયોજન કર્યું હતું અને આજે તેઓ તેમના દ્વિ-હેતુના આંદોલનને ચાલુ રાખવાની યોજના ધરાવે છે.
ગઈકાલે વિરોધ સ્થળે તેમના ભાષણ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો હતો કે આ યોજના ‘આપણા યુવાનો અને સેનાને મારી નાખશે, જે રાષ્ટ્રનું રક્ષણ કરે છે’. હકીકતમાં, તેણીએ મોદી સરકારને તોડી પાડવા માટે એક પગલું આગળ વધ્યા હોવાનો દાવો કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ જાહેર નિવેદન આપતા કહ્યું હતું કે, “આ સરકાર દ્વારા કરતાં અન્યાય જુઓ. આ સરકારનો ઈરાદો જુઓ, હું તમને વિનંતી કરું છું. લોકશાહી દ્વારા, શાંતિ અહિંસા અને સત્ય સાથે, આ સરકારનો અંત લાવો. તમારું લક્ષ્ય આ સરકારને તોડી પાડવાનું હોવું જોઈએ, ”.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે કોંગ્રેસના કાર્યકરો 15 જૂન, બુધવારના રોજ ED દ્વારા રાહુલ ગાંધીના સમન્સના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, પાર્ટીના કાર્યકરોએ વિરોધ કરવા માટે દિલ્હીના રસ્તાઓ પર આગ લગાવી અને ટાયરો સળગાવ્યા હતા. રાહુલ ગાંધીની પૂછપરછનો આજે ચોથો દિવસ છે.