Saturday, November 23, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'પ્રધાનમંત્રી તરીકે નહીં, પણ એક હિંદુ તરીકે આવ્યો છું': મોરારી બાપુની...

    ‘પ્રધાનમંત્રી તરીકે નહીં, પણ એક હિંદુ તરીકે આવ્યો છું’: મોરારી બાપુની રામકથા સાંભળવા પહોંચ્યા બ્રિટનના PM ઋષિ સુનક, કહ્યું- ‘મારા ડેસ્ક પર હંમેશા રહે છે ગણેશજીની મૂર્તિ’

    યુનિવર્સીટીમાં નિયમિત રૂપે 'માનસ વિશ્વવિધાલય' નામનો એક કાર્યક્રમ નિયમિત રૂપે યોજવામાં આવે છે, જેના 921મા આયોજનમાં મોરારીબાપુ પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોરારી બાપુની વ્યાસપીઠને નમન કરી બાદમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

    - Advertisement -

    બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવાર (15 ઓગસ્ટ 2023) કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામકથા ખાતે હાજરી આપી હતી. આ દરમિયાન સુનકે ‘જય સિયા રામ’ના જયઘોષ પણ કર્યા હતા. આ બ્રિટીશ યુનિવર્સીટીમાં નિયમિત રૂપે ‘માનસ વિશ્વવિધાલય’ નામનો એક કાર્યક્રમ નિયમિત રૂપે યોજવામાં આવે છે. જેના 921મા આયોજનમાં મોરારી બાપુ પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોરારી બાપુની વ્યાસપીઠને નમન કરી બાદમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

    આ દરમિયાન ઋષિ સુનકે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ તેમના માટે ખુબ જ સન્માન અને પ્રતિષ્ઠાની બાબત છે કે તેઓને મોરારી બાપુ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. સાથે જ સુનકે પોતાના વક્તવ્યમાં ભારતના 77માં સ્વતંત્રતા પર્વનો પણ ઉલ્લેખ કર્યો. સુનકે જણાવ્યું કે, “હું આજે અહીં એક પ્રધાનમંત્રી તરીકે નહીં, પણ એક હિંદુ ભક્ત તરીકે આવ્યો છું.”

    આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાને તે પણ યાદ કર્યું કેવી રીતે કે તેઓ કેવી રીતે પોતાના પરિવાર અને અન્ય સહયોગીઓ સાથે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરે છે. સાથે જ તેમણે કહ્યું કે તેમના ડેસ્ક પર ભગવાન ગણેશની મૂર્તિ હમેશા રહે જ છે.

    - Advertisement -

    બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોરારી બાપુની હાજરીમાં કહ્યું હતું કે ગણેશજીની મૂર્તિ ડેસ્ક પર રાખવાથી તેમને પ્રેરણા મળે છે કે, કોઈ પણ મુદ્દા પર નિર્ણય લેતા પહેલા તેના પર સાંભળે, સમજે અને વિચારે. તેમણે તેમ પણ કહ્યું કે પોતાના બાળપણ અને યુવાવસ્થામાં તેઓ પરિવાર સાથે મંદિરોમાં દર્શન કરવા જતા અને હવન, પૂજા તેમજ આરતી કરતા હતા. સાથે જ પ્રસાદ વિતરણ જેવા સેવાકાર્યો પણ કરતા હતા. બાપુ વિષે વાત કરતા સુનકે જણાવ્યું કે, “મોરારી બાપુ પણ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે, આસ્થા સાથે ભક્તિ કરી રહ્યા છે, અને ‘સેવા’ એજ સહુથી મોટો ધર્મ છે.”

    ઋષિ સુનકે વધુમાં મોરારી બાપુ જે પણ કરી રહ્યા છે તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો. સુનકે કહ્યું કે, “આપના દ્વારા સત્ય, દયા અને પ્રેમની જે શિક્ષા આપવામાં આવી છે તે આ સમયમાં ખુબ જ પ્રાસંગિક છે.” તેમણે મોરારી બાપુની 12000 કિલોમીટર કવર કરીને યોજાયેલી ‘જ્યોતિર્લિંગ રામકથા યાત્રા’ની પણ પ્રશંશા કરી હતી. ત્યાર બાદ સુનકે આરતીમાં ભાગ લીધો હતો, જે બાદ મોરારી બાપુએ બ્રિટેનના વડાપ્રધાનને સોમનાથ શિવલિંગનું એક પ્રતિરૂપ પણ ભેટમાં આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં