હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શિમલામાં મંગળવારે (15 ઓગસ્ટ, 2023) સાંજે ભૂસ્ખલનને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. 26 લોકો ગુમ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભૂસ્ખલનની તાજેતરની ઘટના શિમલા જિલ્લાના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા વિષ્ણુ મંદિર વિસ્તારની છે. ભૂસ્ખલનના લીધે મકાનો પડવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે. વાયરલ વિડીયોમાં એક ઝાડ મકાન તરફ નમતું જોવા મળે છે. ઝાડ પડવાથી મકાનને ઘણું નુકસાન થાય છે, થોડા જ સમયમાં ભૂસ્ખલન થાય છે અને ઘર તૂટી પડે છે.
Horrifying visuals of another landslide that look place at Krishna Nagar- Shimla today.
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 15, 2023
The residents of these houses were evacuated earlier this morning by the administration fearing landslide. #HimachalFloods #landslides #shimlafloods #shimla pic.twitter.com/bJNNSn9hhp
અન્ય એક વિડીયોમાં પણ ભૂસ્ખલન થયા પહેલા ઝાડ પડે છે. આ પછી ઘર ધરાશાયી થતું જોવા મળે છે. ઘરની અંદર ફસાયેલા લોકો પોતાને બચાવવા માટે શોરબકોર કરતાં સાંભળી શકાય છે.
#WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway.
— ANI (@ANI) August 15, 2023
(Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx
મુખ્યમંત્રીએ નિવેદન જારી કર્યું
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ આ ઘટનામાં 2 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, “બે લોકોના મોત થયા છે. એક મૃતદેહ મળી આવ્યો છે. બીજા મૃતદેહોની શોધ ચાલુ છે. લગભગ 35 લોકોને રેસ્ક્યૂ કરીને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હું દરેકને વિનંતી કરું છું કે પોતાના ઘરમાં તિરાડ દેખાય તો તરત ઘર ખાલી કરી દેવું. વહીવટીતંત્ર તેમના માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરશે. અમે ક્ષતિગ્રસ્ત મકાનોના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય પણ આપીશું.” આ સિવાય તેમણે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં 60 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
હિમાચલ પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક અભિષેક ત્રિવેદીએ કહ્યું કે, “તિરાડો જોઈને ઘણા લોકો પોતાના ઘર ખાલી કરી ચૂક્યા છે. પરંતુ અમને શંકા છે કે લગભગ 5-10 લોકો ફસાયા હશે. આઇટીબીપી, એસડીઆરએફ અને જિલ્લા પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલ તમામ શાળા-કોલેજો બંધ છે.”