પોતાના જ લગ્નમાં પહોંચવાનું ભૂલી ગયા બાદ,ઓડિશા બીજેડીના તીરતોલના ધારાસભ્ય બિજય શંકર દાસની ગર્લફ્રેન્ડે જગતસિંહપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે
Girlfriend Kept Waiting, MLA Did Not Reach For Marriage.#Odisha #MLA #Marriage https://t.co/yn2Buo3uuW
— Spot News 18 (@spotnews18_) June 19, 2022
ફરિયાદી સોમાલિકાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવતા કહ્યું છે કે “બિજય શંકર ચૂંટણી ખર્ચ માટે પૈસા એકઠા કરવા સેક્સ રેકેટ ચલાવી રહ્યા હતા. આ સંબંધમાં તેની સામે કટક અને ભુવનેશ્વરમાં અનેક કેસ પેન્ડિંગ છે.”
સોમાલિકાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બિજય શંકરે જ્યારે તેના પિતા સ્વર્ગસ્થ બિષ્ણુ ચરણ દાસ શાળા અને સમૂહ શિક્ષણ મંત્રી હતા ત્યારે પોતાની મેટ્રિકની માર્કશીટ સાથે છેડછાડ કરી હતી.
ઉપરોક્ત તમામ આરોપો ઉપરાંત, સોમાલિકાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે બિજય શંકરે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ નિયત તારીખે તે જગતસિંહપુર ખાતેના લગ્ન રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર થયા ન હતા.
“ગઈકાલે બિજય શંકર પહેલાથી નક્કી થયેલ લગ્ન માટે હાજર ન થતાં મેં તેની સામે ફરિયાદ નોંધાવી છે. મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ખાતરી છે કે મને ન્યાય મળશે,” સોમાલિકાએ કહ્યું હતું.
તેના જણાવ્યા મુજબ, તેઓ લાંબા સમયથી પ્રેમમાં હતા. ગત પંચાયતની ચૂંટણી દરમિયાન કેટલાક કારણોસર તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યારબાદ ધારાસભ્ય બિજય શંકર દાસે તેમની અંતરંગ પળોના કેટલાક ફોટા વાયરલ કર્યા હતા. સોમાલિકાએ ગયા મહિનામાં આ મામલો પોલીસ અધિક્ષકને પણ ઉઠાવ્યો હતો.
દરમિયાન, તેઓ બંને લગ્ન નોંધણી માટે 17 મેના રોજ જગતસિંગપુર ખાતેના મેરેજ ઑફિસના રજિસ્ટ્રારની મુલાકાતે ગયા હતા. નિયમ મુજબ, જો બંને પક્ષો તરફથી કોઈ વાંધો પ્રાપ્ત ન થાય, તો લગ્નની અરજી માન્ય રહેશે. તેથી, લગ્ન માટેની અરજીને એક મહિનો પૂરો થયો ત્યારે સોમાલિકા 17 જૂને રજિસ્ટ્રાર ઑફ મેરેજ ઑફિસમાં આવી હતી.
સોમાલિકાના પિતા સંગ્રામ કિશોર દાસે કહ્યું, “લગ્ન માટે 17 જૂન નક્કી કરવામાં આવી હતી. અમે જગતસિંહપુર ખાતે લગ્નના રજિસ્ટ્રાર ઑફિસમાં તેની રાહ જોતા રહ્યા અને જ્યારે તે ન આવ્યો ત્યારે અમને પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી.”
I am ready to marry Somakila. I have never denied marrying her. I sought more time owing to my mother’s health condition. Allegations that I am operating a sex racket are untrue, says MLA Bijay Shankar Das #Odisha
— OTV (@otvnews) June 19, 2022
ધારાસભ્ય બિજય શંકર દાસનું કહેવું છે કે તેમને તેમના લગ્ન વિશે કોઈ માહિતી નથી. તેણે આરોપી યુવતીને પોતાની મંગેતર ગણાવી હતી. તેણે એમ પણ કહ્યું કે તે લગ્ન માટે તૈયાર છે અને તેની સાથે લગ્ન કરશે. ઉપરાંત તેણે પોતાની પર લાગેલા સેક્સ રેકેટ ચલાવવાના આરોપો નકારી કાઢ્યા હતા.