સોશિયલ મીડિયા અને મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કર્ણાટકમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક ગામમાં ભાજપે SDPIને સમર્થન આપ્યું અને તેના કારણે SDPIનો ટી ઇસ્માઇલ નામનો ઉમેદવાર ચૂંટણી જીતી ગયો. SDPI એ પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFIની રાજકીય પાંખ છે. જેને લઈને ભાજપ પર આરોપ લગાવાય રહ્યા છે કે તેમની જ સરકારે PFI પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેઓ જ હવે SDPIને સમર્થન આપી રહ્યા છે.
સમાચારો દક્ષિણ ભારતના મીડિયા માતૃભૂમિ, વાર્તાભારતી, ડાયઝીવર્લ્ડ વગેરેએ ચલાવ્યા. ટાઈમ્સ નાઉએ પણ પછીથી પ્રકાશિત કર્યા. ઑલ્ટ ન્યૂઝના તથાકથિત ફેક્ટચેકર ઝુબૈરે પણ આ સમાચાર વાયરલ કરતાં એક ટ્વિટ કર્યું.
Kaveri-Tungabhadra tahzeeb.. 🙏🤲 pic.twitter.com/WPnZmlnqX5
— Mohammed Zubair (@zoo_bear) August 11, 2023
શું ખરેખર કર્ણાટકમાં ભાજપે SDPIને સમર્થન આપ્યું? કે શું ભાજપે જ SDPI ઉમેદવાર ટી ઇસ્માઇલને જીત અપાવી? સત્ય શું છે એ જાણીએ.
અહીં નોંધવા જેવી બાબત એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી પાર્ટીઓનાં ચૂંટણી ચિહ્ન પર લડાતી નથી. ગુજરાતમાં પણ પ્રક્રિયા જેમણે જોઈ હશે તેઓ આ બાબતથી પરિચિત હશે. તો પછી બે પાર્ટીઓ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગઠબંધન કઈ રીતે કરી શકે?
આ જ વાત ભાજપ યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાએ કહી. તેમણે સમાચારને ‘ફેક ન્યૂઝ’ ગણાવીને કહ્યું કે, પંચાયત ચૂંટણીઓ પાર્ટીલાઈન પર નથી લડાતી કે ન ભાજપે SDPI કે અન્ય પાર્ટીઓને સમર્થન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, કોઈ પણ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં મીડિયાએ તેની ચકાસણી કરવી જોઈએ.
This is fake news.
— Tejasvi Surya (@Tejasvi_Surya) August 11, 2023
Elections to Panchayats don’t take place on party lines.
BJP has not supported SDPI or any other party in these elections.
Media is advised to verify facts before publishing such news. https://t.co/er6CFqCyTU
બીજી તરફ, ભાજપ IT સેલ હેડ અમિત માલવિયાએ પણ સમાચારને રદિયો આપ્યો. તેમણે કહ્યું કે, પંચાયત ચૂંટણીમાં પાર્ટીનું ચૂંટણી ચિહ્ન હોતું જ નથી તો ગઠબંધન કઈ રીતે થાય? તેમણે એમ પણ ઉમેર્યું કે, SDPIને સમર્થન આપવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
This is #FakeNews. To start with, there are no party symbols in Panchayat in Karnataka. So how can there be any alliance? Besides there is no question of supporting the SDPI. Period. https://t.co/gr8Y7J89qk
— Amit Malviya (@amitmalviya) August 11, 2023
‘માધ્યમમ’ સાથે વાત કરતાં SDPI કર્ણાટકના મહાસચિવ અબ્દુલ લતીફ પુત્તુરે પણ પંચાયત ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન થયું હોવાની વાતો નકારી દીધી. તેમણે કહ્યું કે ભાજપ પાસે તેમણે ક્યારેય આ ચૂંટણીમાં સમર્થન માગ્યું નથી. SDPIના અન્ય એક નેતાએ ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે, ભાજપ કાર્યકર્તા ફયાઝ અને મુહમ્મદે મતદાન દરમિયાન SDPI ઉમેદવાર ટી ઇસ્માઇલના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.
24 સભ્યોની પંચાયતમાંથી ભાજપ પાસે 13, SDPI પાસે 10 અને કોંગ્રેસ પાસે એક સભ્ય હતા. જેમાંથી કોંગ્રેસના ઉમેદવારે મતદાનનો બહિષ્કાર કર્યો, SDPIનો એક વ્યક્તિ મતદાન માટે હાજર ન હતો. ઇસ્માઇલ અને ભાજપના એક ઉમેદવાર વચ્ચે સરપંચ પદ માટે રેસ હતી, જેમાંથી બે ક્રોસ વોટના કારણે SDPIને 11 મતો મળ્યા, બીજી તરફ ભાજપ ઉમેદવારને પણ એટલા જ મત મળ્યા. આખરે ડ્રો થયા બાદ ઇસ્માઇલને વિજેતા ઘોષિત કરવામાં આવ્યો હતો.