Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપસંદગી સમિતિ માટેના પ્રસ્તાવમાં AAP દ્વારા મોટી છેતરપિંડી: સાંસદ રાઘવ ચઢ્ઢાએ પરવાનગી...

    પસંદગી સમિતિ માટેના પ્રસ્તાવમાં AAP દ્વારા મોટી છેતરપિંડી: સાંસદ રાઘવ ચઢ્ઢાએ પરવાનગી વગર 5 સાંસદોના નામ ઉમેર્યા, અમિત શાહ ભડક્યાં; અપાયો તપાસનો આદેશ

    પાંચ સાંસદસભ્યોએ એવો દાવો કર્યો હતો કે, રાઘવ ચઢ્ઢા દ્વારા રજૂ થયેલા દિલ્હી સર્વિસીસ બિલને લગતા પસંદગી સમિતિ માટેના પ્રસ્તાવમાં તેમણે સંમતિ આપી નહોતી કે સહી પણ કરી નહોતી. આમ છતાં પ્રસ્તાવમાં તેમની સહી હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    સોમવાર, 7 ઓગસ્ટના રોજ રાજ્યસભામાંથી દિલ્હી સર્વિસીસ બિલ બહુમતીથી પાસ થઈ ગયું હતું. આ સાથે જ રાજ્યસભામાં એક વિવાદ સામે આવ્યો હતો. જેમાં પાંચ સાંસદસભ્યો- થામ્બી દુરાઈ, સુધાંશુ ત્રિવેદી, સસ્મિતા પાત્રા, ફાંગનોન કોમ્યાક અને નરહરિ અમીને એવો દાવો કર્યો હતો કે, આપ સાંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા રજૂ થયેલા પસંદગી સમિતિ માટેના પ્રસ્તાવમાં તેમણે સંમતિ આપી નહોતી કે સહી કરી નહોતી. આમ છતાં પ્રસ્તાવમાં તેમની સહી હોવાનું સામે આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેના પર સખત પ્રતિક્રિયા અપાઈ હતી અને આ મામલાને સદનમાં કરવામાં આવેલી છેતરપિંડી ગણાવી હતી.

    દિલ્હી સર્વિસીસ બિલ સોમવારે જ રાજ્યસભામાંથી બહુમતીથી પાસ થઈ ગયું હતું. પણ આ સાથે જ રાજ્યસભામાં બિલને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો. પાંચ સાંસદસભ્યોએ એવો દાવો કર્યો હતો કે, રાઘવ ચઢ્ઢા દ્વારા રજૂ થયેલા દિલ્હી સર્વિસીસ બિલને લગતા પસંદગી સમિતિ માટેના પ્રસ્તાવમાં તેમણે સંમતિ આપી નહોતી કે સહી પણ કરી નહોતી. આમ છતાં પ્રસ્તાવમાં તેમની સહી હોવાનું સામે આવ્યું હતું.

    આ વિવાદને લઈને રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “બે સાંસદસભ્યો, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા અને બીજેપી સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેઓએ રાઘવ ચઢ્ઢા દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સહી કરી નથી”. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે “તેમની નકલી સહીઓ કોણે કરી છે તેની તપાસ થવી જોઈએ. આ સદનની કાર્યવાહીમાં મોટી છેતરપિંડી છે, હવે આ વાત માત્ર દિલ્હીની છેતરપિંડીની નથી, આ વાત સદનની અંદર થયેલી છેતરપિંડીની છે.” તેમણે તરત જ ઉપસભાપતિને આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી. સાથે જ સાંસદોએ ઊભા થઈને સંમતિ વગર પ્રસ્તાવમાં થયેલી સહીને લઈને વિરોધ કર્યો હતો.

    - Advertisement -

    ઉપસભાપતિએ આપ્યું તપાસનું આશ્વાસન

    આ વિવાદ સામે આવતા જ રાજ્યસભાના ઉપસભાપતિએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે રાજ્યસભામાં આ ફર્જીકાંડને લઈને વિરોધ દાખલ કરવાવાળા પાંચ સાંસદોમાં સસ્મિત પાત્રા (BJD), નરહરિ અમીન (BJP), સુધાંશુ ત્રિવેદી (BJP), નાગાલેંડના સાંસદ ફાંગનોન કોન્યાંક (BJP) અને લોકસભાના ભૂતપૂર્વ ઉપસભાપતિ અને અન્નાદ્રમુક સાંસદ થંબીરૂઈ સામેલ હતા.

    રાજ્યસભામાં બિલ થયું ભારે બહુમતીથી પાસ

    ઉલ્લેખનીય છે કે, ચર્ચાસ્પદ દિલ્હી સર્વિસીસ બિલ લોકસભામાંથી પસાર થયા બાદ સોમવારે (7 ઓગસ્ટ) રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાંથી પણ તે બહુમતીથી પસાર થઈ ગયું હતું. ચર્ચા બાદ ધ્વનિ મત દ્વારા બિલ પાસ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ વિપક્ષ તરફથી મતદાનની માગ કરવામાં આવતાં સ્લીપ થકી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં બિલના સમર્થનમાં 131 અને વિરોધમાં 102 મત પડ્યા હતા. આ સાથે જ લોકસભા બાદ બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઇ ગયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં