Saturday, November 23, 2024
More
    હોમપેજક્રાઈમરાજસ્થાન: સગીર બાળકીના ગેંગરેપ અને હત્યા કેસમાં 4ની ધરપકડ, હત્યા કરીને લાશ...

    રાજસ્થાન: સગીર બાળકીના ગેંગરેપ અને હત્યા કેસમાં 4ની ધરપકડ, હત્યા કરીને લાશ સળગાવી દીધી હતી, આરોપીઓના પરિજનોની પણ સંડોવણી

    રાત્રે 12.30 વાગ્યે બાળકીનો પરિવાર બાળકીને શોધતો-શોધતો પહોંચ્યો તો તેને એક જગ્યાએ બાળકીના ચપ્પલ નજરે પડ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ ભઠ્ઠીમાં તપાસ કરી તો બાળકીના હાથના કંગન અને પંજાના હાડકાઓ મળ્યા.

    - Advertisement -

    રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક સગીર બાળકીના ગેંગરેપ અને હત્યા કરવાની ઘટનાને મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરેલ આરોપીઓમાં બે સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે મહિલાઓ સહિત પાંચ આરોપીઓ ફરાર છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોટડી વિસ્તારમાં એક સગીર બાળકીનો ગેંગરેપ કરી હત્યા કર્યા બાદ મૃતદેહ ઈંટની ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવ્યો હતો. જે મામલે તપાસને અંતે પોલીસે ચારને દબોચ્યા છે. પોલીસ અધિક્ષક આદર્શ સિદ્ધુએ જણાવ્યું હતું કે, પોલીસે સાઈન્ટિફિક એવિડન્સ અને અન્ય પુરાવાઓના આધારે આ ઘટનાને મામલે ચાર યુવકોની ધરપકડ કરી છે.

    પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, એમાંથી બે આરોપીઓએ સગીર બાળકી સાથે ગેંગરેપ કર્યો હતો, ત્યારબાદ બાળકીના માથાના ભાગ પર માર મારીને બેભાન કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને ઈંટની ભઠ્ઠીમાં ધકેલી દેવામાં આવી. આરોપીઓએ થોડા બોડીપાર્ટ્સ તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે જ્યારે ભઠ્ઠીની તપાસ કરી તો રાખમાંથી બાળકીના હાથના કંગન અને પંજાના હાડકાઓ મળી આવ્યા હતા. જોકે, ભઠ્ઠીમાં નાખતી વખતે બાળકી બેભાન હતી કે મૃત એ ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળશે. ઉપરાંત, શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા કે કેમ તે પણ તપાસનો વિષય છે.

    - Advertisement -

    ઘટનાને લઈને પોલીસે વધુમાં જણાવ્યું કે, “બાળકી પોતાના ઘરેથી બકરીઓ ચરાવવા માટે ખેતર ગઈ હતી. બપોરના સમયે ખેતરની નજીક જ ઈંટની ભઠ્ઠી ચલાવતા 21 વર્ષના કાન્હા અને 25 વર્ષના કાળુએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ બાળકીના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી, જેનાથી બાળકી બેહોશ થઈ ગઈ હતી. આરોપીઓએ બાળકીને મરેલી સમજીને ઈંટની ભઠ્ઠી ખોલી એમાં ધકેલી દઈને આગ લગાવી દીધી હતી. રાત્રે 11 વાગ્યા પછી આરોપીઓએ જ્યારે ભઠ્ઠી ખોલીને જોઈ તો એમા બાળકીનું પૂરું શરીર સળગ્યું નહોતું. માથાનો અને છાતીનો અમુક ભાગ સળગ્યો નહોતો. એ ભાગને આરોપીઓએ એક થેલામાં નાખી અને ઘટનાસ્થળથી 100-200 મીટર દૂર એક તળાવમાં ફેંકી દીધો હતો. રાત્રે 12.30 વાગ્યે બાળકીનો પરિવાર બાળકીને શોધતો-શોધતો પહોંચ્યો તો તેને એક જગ્યાએ બાળકીના ચપ્પલ નજરે પડ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ ભઠ્ઠીમાં તપાસ કરી તો બાળકીના હાથના કંગન અને પંજાના હાડકાઓ મળ્યા.”

    આરોપીઓની પત્ની અને પરિવાર પણ લાશને ઠેકાણે લગાડવામાં સામેલ

    એસપી આદર્શ સિધૂ દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપીઓમાંથી જેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું તેની પત્ની અને પરિવારના અન્ય સભ્યો પણ લાશને ઠેકાણે લગાવવામાં સામેલ હતા. ચારની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે અન્યોને જલ્દીથી પકડી લેવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. એસપીએ વધુમાં જણાવતા કહ્યું કે, એફએસએલ તપાસ અને અન્ય સાઈન્ટિફિક તપાસના આધારે પોલીસ આ મામલાને કેસ ઓફિસર સ્કીમ અંતર્ગત જલ્દીથી ફાસ્ટ્રેક કોર્ટમાં સોંપીને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાના પ્રયાસ કરશે.

    ગુર્જર સમાજ અને ભાજપના નેતાઓમાં આક્રોશ

    આ મામલે કોટડી પોલીસ સ્ટેશનની લાપરવાહીને લઈને ગુર્જર સમાજ અને ભાજપના નેતાઓએ આક્રોશમાં આવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. શનિવારે માલાસેરી ડૂંગરીના મહંતે કોટડી અને જહાજપુરા બંધનું આહ્વાન કર્યું હતું. ગુર્જર સમાજના અગ્રણી નેતા વિજય બૈસલા અને પ્રહલાદ ગુંજલ કોટડી પહોંચ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં