હરિયાણાના મેવાતમાં મોદી સરકાર રેપિડ એક્શન ફોર્સ (RAF) નું એક વિશેષ અને સ્થાયી સ્ટેશન સ્થાપીત કરવાની છે. મુસ્લિમ બહુમતીવાળો આ જિલ્લો ઘણો જ સંવેદનશીલ મનાઈ રહ્યો છે. એક મીડિયાના અહેવાલ મુજબ RAF ના સ્થાયી સ્ટેશનની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ટૂંક સમયમાં જ આધારશિલા રાખવાના છે. તેમણે ગુરુગ્રામના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાવ ઈન્દ્રજિતસિંહને આ ભરોસો આપ્યો છે.
આ સમાચાર એવા સમયે સામે આવી રહ્યા છે કે જ્યારે મેવાતના નૂંહમાં 31 જુલાઈ,2023 ના રોજ હિંદુઓની જલાભિષેક યાત્રા પર ઈસ્લામી ટોળાં દ્વારા હુમલો થયો હતો. ફાયરિંગ, પથ્થરબાજી અને આગ ચાંપવામાં આવી હતી. હિંદુ શ્રદ્ધાળુઓ કલાકો સુધી બંધકની જેમ ફસાયેલા રહ્યા હતા.
ફર્સ્ટપોસ્ટએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, ગુરુગ્રામના સાંસદે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ સમય દરમિયાન તેમણે મેવાતમાં RAF ના સ્થાયી સ્ટેશનની પોતાની જૂની માંગને અમિત શાહ સામે મૂકી હતી. જાણવામાં આવી રહ્યું છે કે અમિત શાહે ટૂંક સમયમાં RAF સ્ટેશનની આધારશિલા રાખવાનો ભરોસો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાવ ઈન્દ્રજિતસિંહે RAF સ્ટેશન સ્થાપીત કરવાની માંગ 2014માં મેવાતમાં આવેલ તૌરૂમાં થયેલ સાંપ્રદાયિક હિંસા બાદ કરી હતી. તે સમયે આ પ્રસ્તાવ તત્કાલીન ગૃહમંત્રી રાજનાથસિંહને મોકલવામાં આવ્યો હતો. તેમણે પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી. ઈંદ્રી ગામની પસંદગી સ્ટેશનની સ્થાપના માટે કરવામાં આવી હતી. પણ ત્યારબાદથી આ બાબત લટકાયેલી છે. હવે અમિત શાહે રાહ જોયા વગર આ બાબતને આગળ વધારવાની વાત કરી છે.
તેમ જ હરિયાણાના અતિરિક્ત મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને એક અઠવાડિયા માટે રેપિડ એક્શન ફોર્સની 20 કંપનીઓ મોકલવાની માંગ કરી છે. આ પત્રમાં પ્રસાદે કહ્યું છે, “મને RAF ની 20 કંપનીઓની માંગને લઈને પત્ર લખવાનું કહેવાયું છે. પ્રદર્શનકારીઓ, ઉપદ્રવીઓ અને અસામાજિક તત્વોના હિંસક વિરોધને કારણે નૂંહ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ, હિંસક ઘટનાઓ, જાનમાલને ખતરો અને સાર્વજનિક અશાંતિની સ્થિતિ ઉત્પન્ન થઇ છે.”
VHP અને બજરંગ દળ કરશે વિરોધ પ્રદર્શન
હુમલાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળ 2 ઓગસ્ટ 2023 ના રોજ દેશવ્યાપી પ્રદર્શન કરવાના છે. જિલ્લા મુખ્યાલયો પર વિરોધ દરમ્યાન જેહાદનું પૂતળું ફૂંકવામાં આવનાર છે. તેની ઘોષણા 1 ઓગસ્ટે મીડિયા સંવાદદ રમિયાન વિહિપે કરી હતી. સાથે જ મેવાતને મીની પાકિસ્તાન ગણાવીને સંકલ્પ કર્યો છે કે તેને હિંદુઓનું કબ્રસ્તાન નહીં બનવા દે.