Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીના વારાણસીમાં મોહરમના જુલુસ દરમિયાન શિયા-સુન્ની મુસ્લિમો વચ્ચે બબાલ, પથ્થરો અને ઈંટો...

    યુપીના વારાણસીમાં મોહરમના જુલુસ દરમિયાન શિયા-સુન્ની મુસ્લિમો વચ્ચે બબાલ, પથ્થરો અને ઈંટો ફેંકાયાં, વાહનોમાં તોડફોડ: ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાના અહેવાલ 

    હિંસામાં 50થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જ્યારે તોફાનીઓએ 12થી વધુ ગાડીઓમાં તોડફોડ કરી હતી. જેમાં પોલીસ વાહનોને પણ બાકાત રાખવામાં ન આવ્યાં.

    - Advertisement -

    આજે મોહરમના દિવસે દેશમાં અનેક ઠેકાણે જુલુસ કાઢવામાં આવી રહ્યાં છે ત્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં હિંસા થઇ હતી. અહીં શિયા અને સુન્ની મુસ્લિમોના સમૂહ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો તો અહેવાલો અનુસાર, પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લાગ્યા હતા. 

    આ ઘટના શનિવારે (29 જુલાઈ, 2023) બની. અહીં મુસ્લિમોના બે સમૂહ શિયા અને સુન્ની વચ્ચે બબાલ થઇ ગઈ. પહેલાં બોલાચાલી થઇ અને ત્યારબાદ બંને બાજુથી પથ્થરો વરસવા માંડ્યા અને અફરાતફરી મચી ગઈ. હિંસામાં 50થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જ્યારે તોફાનીઓએ 12થી વધુ ગાડીઓમાં તોડફોડ કરી હતી. જેમાં પોલીસ વાહનોને પણ બાકાત રાખવામાં ન આવ્યાં અને તેમનાં પણ 2 વાહનોને નુકસાન પહોંચ્યું. 

    ઘટના વિશે જણાવતાં પોલીસ અધિકારી અશોક જૈને જણાવ્યું હતું કે, બપોરે 2 વાગ્યાના અરસામાં વારાણસીના એક વિસ્તારમાંથી તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ રસ્તા પર માત્ર શિયા સમુદાયને જ તાજિયા કાઢવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ સુન્ની સમુદાયે મંજૂરી વગર જ એ રસ્તા પરથી જુલુસ કાઢ્યું, જેના કારણે બે જૂથો વચ્ચે ઝઘડો થઇ ગયો અને શિયાઓએ વિરોધ ઉઠાવ્યો. 

    - Advertisement -

    થોડીવારમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને તરફથી ઈંટો અને પથ્થરો ફેંકાવા માંડ્યા અને નારાબાજી શરૂ થઇ ગઈ. દૈનિક ભાસ્કરે રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લાગ્યા હતા. જોકે, આ બાબતની અધિકારીક પુષ્ટિ થવાની હજુ બાકી છે. 

    બંને તરફથી થયેલ પથ્થરમારામાં પચાસેક લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો બીજી તરફ પોલીસે તાત્કાલિક પહોંચીને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું અને ઉન્માદીઓને તગેડી મૂક્યા હતા. પોલીસે બંને પક્ષો સાથે વાતચીત કરીને સમાધાન પણ કરાવ્યું અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો.

    આ ધમાલમાં શિયા સમુદાયના તાજિયાને પણ નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે તેમણે તેને કર્બલા લઇ જવાની ના પાડી દીધી અને ઘટનાસ્થળે જ ધરણાં પર બેસી ગયા હતા. જોકે, પોલીસે પહોંચીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપતાં તેમણે જીદ છોડી દીધી હતી. પોલીસે CCTV કેમેરા ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં