Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે લેવો હતો આઈફોન, દંપતીએ વેચી દીધું 8...

    ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે લેવો હતો આઈફોન, દંપતીએ વેચી દીધું 8 મહિનાનું બાળક: મોબાઈલના વળગણનો વિચિત્ર કિસ્સો, માતાની ધરપકડ

    પોલીસે તપાસ કરતાં મહિલાએ ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું કે તે અને તેનો પતિ આખા રાજ્યમાં ફરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે કોન્ટેન્ટ બનાવવા માગતાં હતાં અને આ માટે પૈસાની જરૂર હતી.

    - Advertisement -

    એપલ કંપનીના મોબાઈલ ફોન ‘આઈફોન’ આજકાલ સ્ટેટ્સ સિમ્બોલ જેવા બની ગયા છે. જેથી ઘણા લોકોને અને ખાસ કરીને યુવાનોમાં તેનું વળગણ હોય એ સ્વભાવિક વાત છે. પરંતુ આ વળગણના લીધે કોઈ દંપતી પોતાનું બાળક વેચવા તૈયાર થઇ જાય તેવો વિચિત્ર કિસ્સો સંભવતઃ પહેલી વખત બન્યો છે. પશ્ચિમ બંગાળમાં એક દંપતીએ આઈફોન માટે પોતાનું બાળક વેચી દીધું હતું. 

    આ બનાવ છે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાનો. અહીં એક દંપતીએ આઈફોન લેવા માટે પોતાનું 8 મહિનાનું બાળક વેચી દીધું હોવાના અહેવાલો મળ્યા છે. બંને મોંઘોદાટ ફોન લઈને રીલ્સ બનાવવા માગતા હતા. લાખ રૂપિયાથી વધુ કિંમતનો ફોન ખરીદવા માટે તેમણે બાળક જ વેચી દીધું. આ મામલે પોલીસે બાળકની માતા અને જેને વેચ્યું હતું એ મહિલાની ધરપકડ કરી લીધી છે, જ્યારે પિતા હજુ ફરાર છે. જેની શોધખોળ ચાલી રહી છે. 

    દંપતીમાંથી મહિલાની ઓળખ સાથી ઘોષ અને તેના પતિની ઓળખ જયદેવ ઘોષ તરીકે થઇ છે. જયદેવ હાલ ફરાર છે. રિપોર્ટ અનુસાર, બંનેનું બાળક ગાયબ હતું તેમ છતાં તેમણે પોલીસને બાળક ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જેના કારણે આસપાસ રહેતા લોકોને શંકા જવા માંડી. આ જ અરસામાં બંને નવોનક્કોર આઈફોન લઇ આવ્યા, જેથી પાડોશીએ પોલીસમાં જાણ કરી હતી. 

    - Advertisement -

    ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, પાડોશીએ જણાવ્યું હતું કે દંપતીએ તેમનું બાળક 2 લાખ રૂપિયામાં વેચી દીધું હતું. ત્યારબાદ તેમણે મોબાઈલ ફોન લીધો તો હનીમૂન મનાવવા માટે ફરવાં પણ ગયાં હતાં. પાડોશીઓ અનુસાર બંનેએ લગભગ દોઢેક મહિના પહેલાં બાળકને વેચી દીધું હતું. 

    પોલીસે તપાસ કરતાં મહિલાએ ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું કે તે અને તેનો પતિ આખા રાજ્યમાં ફરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે કોન્ટેન્ટ બનાવવા માગતાં હતાં અને આ માટે પૈસાની જરૂર હતી. તેણે બાળક કોને આપ્યું એ પણ જણાવ્યું હતું, ત્યારબાદ પોલીસે એ જ જિલ્લામાં રહેતી પ્રિયંકા ઘોષ નામની મહિલાની પણ ધરપકડ કરી લીધી હતી અને તેની પાસેથી બાળકનો કબ્જો પણ લઇ લીધો હતો. 

    રિપોર્ટ્સ અનુસાર, આ દંપતીને એક 7 વર્ષની પુત્રી પણ છે. પિતા જયદેવ તેને પણ વેચવા માગતો હતો પરંતુ કોઈક કારણોસર તે પ્લેનમાં સફળ થયો ન હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં