Saturday, November 23, 2024
More
    હોમપેજદેશવડાપ્રધાન મોદી અને સીએમ યોગીના આધારકાર્ડમાં છેડછાડ, જુદી-જુદી જગ્યાઓએ ઉપયોગ: ગુજરાત પોલીસે...

    વડાપ્રધાન મોદી અને સીએમ યોગીના આધારકાર્ડમાં છેડછાડ, જુદી-જુદી જગ્યાઓએ ઉપયોગ: ગુજરાત પોલીસે બિહારથી આરોપીની કરી ધરપકડ

    આરોપી મદન કુમારના વતન સદતપુરમાં કાંટી પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દરોડો પાડયો હતો. ત્યાંથી જ મદન કુમારને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સહિત તેના ભાઈનો પણ મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યો હતો.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આધાર કાર્ડમાં છેડછાડ કરવાના ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે બિહારના મુઝઝફરપુરથી એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકની ઓળખ અર્પણ દુબે ઉર્ફે મદન કુમાર તરીકે થઇ છે. અમદાવાદ પોલીસે મદન કુમારને 26 જુલાઈએ (બુધવારે) ઝડપી પાડયો હતો.

    અહેવાલો મુજબ, અમદાવાદ સાયબર સેલે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગીના આધાર કાર્ડમાં ચેડા કર્યા હોવાના ગુનામાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે કાંટી પોલીસની મદદથી આરોપીનું મોબાઈલ લોકેશન ટ્રેશ કરી ઝડપી પાડયો હતો. આરોપીએ છેડછાડ કરેલા આધાર કાર્ડનો અલગ-અલગ જગ્યાએ ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીનો મોબાઈલ ચેક કરતા આધાર કાર્ડમાં છેડછાડ કરી હોવાના પુરાવાઓ મળતા તેની ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા કોર્ષ કરી અર્થશાસ્ત્ર વિષયમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. મદન કુમારના પિતાનું કહેવું છે કે તેનો દીકરો ભણવામાં પણ હોશિયાર છે અને આ મામલે તે નિર્દોષ છે.

    કાંટી પોલીસ સ્ટેશનના SHO સંજય કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતની અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે આરોપી અર્પણ દુબે ઉર્ફે મદન કુમારની ધરપકડ કરી હતી. મદન કુમાર પર પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગીના આધાર કાર્ડ સાથે છેડછાડ કર્યા હોવાની ફરિયાદ મળી હતી. અમદાવાદ પોલીસ આરોપીની પૂછતાછ કર્યા બાદ તેને સાથે લઈ ગઈ હતી.

    - Advertisement -

    આરોપી મદન કુમારના વતન સદતપુરમાં કાંટી પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા દરોડો પાડયો હતો. ત્યાંથી જ મદન કુમારને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સહિત તેના ભાઈનો પણ મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યો હતો.

    સુરતમાં ઓઝૈર આલમે નકલી આધારકાર્ડથી ધંધો અને લવ જેહાદ કર્યો

    10 જુલાઇએ સુરતમાંથી લવ જેહાદનો કેસ સામે આવ્યો હતો. ઓઝૈર આલમ નામના યુવકે અર્જુન સિંઘ બનીને હિંદુ યુવતીને ફસાવી હતી. તે વેપાર પણ હિંદુ નામે જ કરતો હોવાનું બહાર આવતા વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. ઓઝૈર આલમ નામનો આ મુસ્લિમ યુવક સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ અવધ માર્કેટમાં આવેલ ‘રુહી ફેશન’ નામની દુકાન ચલાવતો હતો.

    યુવતીએ જણાવ્યું હતું કે, તે બંને આઠ મહિનાથી એકબીજાના સંપર્કમાં હતાં અને યુવકે તેને પોતાનું નામ અર્જુનસિંઘ જ જણાવ્યું હતું અને ક્યારેય પોતે મુસ્લિમ હોવાનું જણાવ્યું ન હતું. ઉપરાંત યુવતીએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને ઓઝૈરની દુકાનમાંથી બે આધાર કાર્ડ મળી આવ્યા હતા, જેમાંથી એકમાં ઓઝૈર આલમ નામ લખ્યું હતું જ્યારે બીજામાં અર્જુનસિંઘ નામ લખવામાં આવ્યું હતું. યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઓઝૈર વિરુદ્ધ કાર્યવાહી પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં