કર્ણાટકના ઉડુપીની કૉલેજના ગર્લ્સ વૉશરૂમમાં કેમેરા ગોઠવી હિંદુ યુવતીઓનો અશ્લીલ વિડીયો બનાવનાર 3 મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના શહેરની નેત્રજ્યોતી નામની ખાનગી કૉલેજની છે. એશિયાનેટ ન્યૂઝના અહેવાલ મુજબ ત્રણેય વિદ્યાર્થીનીઓ દ્વારા આચરવામાં આવેલા આ ગુનામાં કુલ 2 FIR નોંધવામાં આવી છે. જેમાં પ્રથમ FIR આરોપી વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલા વિડીયોને ડિલીટ કરવા મામલે જ્યારે બીજી વૉશરૂમમાં રેકોર્ડ કરવામાં આવેલા વિડીયો યુ-ટ્યુબ પર મૂકવા બાબતે દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઉડુપીની કૉલેજના વૉશરૂમમાં કેમેરા ગોઠવવાનો આ મામલો સામે આવ્યા બાદ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ જ કૉલેજમાં ભણતી અલીમાતુલ શૈફા, શબાનાઝ અને આલિયા નામની ત્રણ વિદ્યાર્થીનીઓ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના વૉશરૂમમાં હિડન કેમેરા મૂકવામાં આવ્યા હતા. જેમાં રેકોર્ડ થયેલા વિડીયો યુવતીઓ મુસ્લિમ યુવકોને મોકલતી હતી.
આરોપ છે કે આ ત્રણેય મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કેમેરામાં રેકોર્ડ થયેલા હિંદુ વિદ્યાર્થીનીઓના આપત્તિજનક વિડીયો મુસ્લિમ ગ્રુપોમાં શેર કર્યા હતા. કેમેરા ઝડપાયા બાદ કૉલેજ પ્રશાસને આખી ઘટનાની તપાસ કરી હતી અને વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આખી ઘટના મામલે ભીનું સંકેલી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે, લોકોના આક્રોશના કારણે ઉડુપીની માલપે પોલીસે જાતે જ ઘટનાનું સંજ્ઞાન લઇ FIR દાખલ કરી હતી.
Udupi Video Incident | Udupi Police has filed two cases. One case linked to three female students and college administration regarding deletion of a video of a student filmed in the toilet. Second case linked to uploading of a hidden camera video on YouTube channels. #Karnataka pic.twitter.com/i9JWGmNOHO
— ANI (@ANI) July 26, 2023
આ આખી ઘટનામાં વિડીયો બનાવનાર અલીમાતુલ શૈફા, શબાનાઝ અને આલિયા નામની વિદ્યાર્થીનીઓ સાથે-સાથે કૉલેજ પ્રબંધક બોર્ડ પર પુરાવાઓ નષ્ટ કરવાના આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે પોલીસે IPCની કલમો 509, 204, 175 અને 34 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. અહીં તે નોંધવું પણ જરૂરી છે કે અખા રાજ્યમાં ભાજપ નેતાઓ, અનેક હિંદુ સંગઠનો અને મહિલાઓએ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યા બાદ ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉડુપીના આ વિડીયો કાંડને સાંભળવા અને સંભાળવામાં રાજ્ય સરકારની બેદરકારીના જવાબમાં રાષ્ટ્રીય મહિલા આયોગે આખી ઘટનાની તપાસ કરવાની પહેલ કરી છે. ઘટનાની ગહન તપાસ માટે આયોગ એક સ્પેશિયલ ટીમ ઉડુપી ખાતે મોકલશે. સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગના દક્ષિણ ભારતના સભ્ય ખુશ્બુ સુંદર આ તપાસનું નેતૃત્વ કરશે, જેની જાહેરત આયોગના પૂર્વ સભ્ય શ્યામલા કુંદરે કરી હતી.
સામાજિક કાર્યકર્તા રશ્મિ સામંતે ઘટનાને ઉજાગર કરી, તો ઝુબૈર જેવા લોકોએ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો
આ અઠવાડિયાની શરૂઆતમાં હિંદુ અધિકાર કાર્યકર્તા રશ્મિ સામંતે ટ્વિટર પર ઉડુપીની ઘટના પર સેવાયેલા મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. સામંતે આરોપ લગાવ્યો હતો કે આ મામલાને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયોમાં બતાવવામાં આવેલી ઘણી છોકરીઓ એટલી હદે હતાશ અને અસ્વસ્થ હતી કે તેઓ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું કે આત્મહત્યા કરવાનું વિચારી શકે તેવી પરિસ્થિતિમાં મૂકાઈ હતી, તેમ છતાં આ મુદ્દે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી નથી.
રશ્મિએ વર્ષ 1992ના અજમેર સામૂહિક બળાત્કારની ઘટના સાથે તુલના કરતા લખ્યું હતું કે, “હું તમને યાદ અપાવું કે વર્ષ 199 માં અજમેરમાં શું બન્યું હતું, જ્યાં સેંકડો છોકરીઓ પર ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા નગ્ન ફોટોગ્રાફ્સ જાહેર કરવાની ધમકી આપીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. મને એ વિચારીને ડર લાગે છે કે ઉડુપી બીજા અજમેરમાં ફેરવાઈ શકે છે. “
ઉડુપી પોલીસે 24 જુલાઈ 2023ના રોજ હિંદુ મહિલાઓને ન્યાય અપાવવા અવાજ ઉઠાવનાર હિંદુ માનવાધિકાર કાર્યકર્તા રશ્મિ સાવંતને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. તેમના વકીલે જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓની એક ટીમ રાત્રે 8 વાગ્યે તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ ત્યારે ઘરે ન હતાં. ત્યારબાદ કર્ણાટક પોલીસે તેમના માતા-પિતાની પૂછપરછ કરી.
પોલીસનો દાવો: ઘટનામાં કોઈ સાંપ્રદાયિક રંગ નથી
‘ધ ન્યૂઝ મિનિટ’ દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ કેસમાં કોઈ સાંપ્રદાયિક એન્ગલ નથી. ઇન્ડિયા ટુડેએ પેનલ ડિસ્કશન દરમિયાન આ વાત કહી હતી. આ પેનલમાં રશ્મિ સામંત પણ હાજર હતા. TNM અને ઈન્ડિયા ટુડે બંનેએ જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં કોઈ પણ સાંપ્રદાયિક એંગલને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. TNM દ્વારા ઉડુપીના એએસપી સિદ્દાલિંગપ્પાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “અમે ફોન તપાસ્યો અને આવો કોઈ વીડિયો મળ્યો નહતો. અમે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી. આ વીડિયો શેર કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. તે કોલેજમાં એક અનોખી ઘટના હતી અને તેમાં કોઈ સાંપ્રદાયિક પાસું નહોતું. કથિત પીડિતા પોલીસ ફરિયાદ નોંધાવવા માંગતી નથી.”
ગુનાહિત ઉદ્દેશને છાવરવાનો પ્રયાસ
એવું સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે ગુનેગાર અને ભોગ બનનાર અલગ-અલગ સમુદાયો છે, તેમ છતાં વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ઑલ્ટ ન્યૂઝ અને તેના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરે રશ્મિ અને અન્ય લોકો પર ખોટી માહિતી ફેલાવવાનો અને ઉડુપીની કૉલેજના વૉશરૂમમાં કેમેરા લગાવવાની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવ્યો હતો.
હિંદુઓ વિરુદ્ધ થતા ગુનાઓને છુપાવવા માટે કુખ્યાત મોહમ્મદ ઝુબૈરે આ ઘૃણાસ્પદ ઘટના સામે અવાજ ઉઠાવનાર શેફાલી વૈદ્ય અને રશ્મિ સામંત સહિત તમામ મહિલા જમણેરી કાર્યકરો સામે યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો હતો. જ્યારે તેનાં આ કારસ્તાન પર સવાલો ઉભા થયા તો ઝુબૈરે વિક્ટિમ કાર્ડ રમીને કહ્યું હતું કે જ્યારે પણ તે ફેક ન્યૂઝનો ખુલાસો કરે ત્યારે લોકો તેને ટાર્ગેટ કરે છે.
વાસ્તવમાં ઝુબૈરે ધ ન્યૂઝ મિનિટના અહેવાલ પર ઘણો મદાર રાખ્યો હતો, જેમાં પહેલા ફકરામાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વોશરૂમમાં ગુપ્ત રીતે હિંદુ છોકરીઓના વીડિયો રેકોર્ડ કરવા બદલ ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નિષ્કાષિત કરવામાં આવી હતી. TNMએ તેને ‘બુલીઇંગ’નો સ્પષ્ટ કેસ ગણાવ્યો હતો, પરંતુ એવું ક્યાંય નહોતું કહ્યું કે તે અફવા છે કે મુસ્લિમ છોકરીઓએ એક હિંદુ વિદ્યાર્થીનીઓનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો છે. TNMના રિપોર્ટની આર્કાઇવ કરેલી લિંક આ રહી. ત્યારબાદ કેટલાક વામપંથી સોશિયલ મીડિયા યુઝરોએ અને તેમના મીડિયા સંગઠનોએ ત્રણેય મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ગુના પર ઢાંકપિછોડો કરવાનું અને તેને ‘પ્રેન્ક’માં ખપાવવાનું શરૂ કરી દીધું હતું.