તાજેતરમાં મણિપુરનો એક ઘૃણાસ્પદ વિડીયો વાયરલ થયો હતો, જેમાં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી હતી અને ત્યારબાદ ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. આ વિડીયોએ આખા દેશને હચમચાવી મૂક્યો. બીજી તરફ પોલીસે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ કરી છે. એક તરફ આ મુદ્દો ચર્ચામાં છે તો બીજી તરફ મણિપુરની આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વામપંથીઓએ ફેક ન્યૂઝ ફેલાવવાનું શરૂ કરી દીધું છે.
સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ્સ શૅર કરવામાં આવી રહી છે, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ગણવેશ (સફેદ શર્ટ+ખાખી પેન્ટ) પહેરેલા બે વ્યક્તિઓ જોવા મળે છે. તેમની તસ્વીર શૅર કરીને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મણિપુરના ભયાનક કાંડના આરોપીઓ છે.
સોશિયલ મીડિયા પર આવી અનેક પોસ્ટ જોવા મળી જેમાં આ બંનેની તસ્વીર સાથે ખોટી માહિતી ફેલાવવામાં આવી હોય. એક ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, મણિપુરની યુવતીઓ સાથે બળાત્કાર અને નગ્ન પરેડ પાછળ RSS-BJPની જોડી છે.’ આ દુષ્પ્રચાર ફેલાવવામાં વામપંથી નેતાઓ પણ પાછળ નથી. CPI(M) નેતા અને પૂર્વ સાંસદ સુભાષિની અલીએ ભાજપ નેતા અને તેમના પુત્રની RSSના યુનિફોર્મની તસ્વીર સાથે મણિપુરના વાયરલ વિડીયોના સ્ક્રીનશોટ શૅર કર્યા અને સાથે લખ્યું કે, ‘તેઓ મણિપુરના આરોપીઓ છે. કપડાં પરથી તેમને ઓળખી કાઢો.’
They are the Manipur accused. Recognise them by their clothes. यह मणिपुर कर आरोपित हैं। इन्हें कपड़ो से पहचानो pic.twitter.com/ZyUgSVQUcZ
— Subhashini Ali (@SubhashiniAli) July 23, 2023
આ ટ્વિટને ક્વોટ કરીને CPI(M) મહારાષ્ટ્રના ટ્વિટર અકાઉન્ટ પરથી પણ એક ટ્વિટ કરવામાં આવ્યું, જેમાં પીએમ મોદીને ટેગ કરીને લખવામાં આવ્યું કે શું તેઓ આ આરોપીઓને કપડાં પરથી ઓળખી શકે? ત્યારબાદ એમ પણ દાવો કરવામાં આવ્યો કે તેઓ મણિપુરની ઘૃણાસ્પદ ઘટનાના આરોપીઓ છે.
Challenging @narendramodi
— CPIM Maharashtra (@mahacpimspeak) July 23, 2023
Can you recognize them by their clothes?
They are the perpetrators of that heinous crime against those women in #ManipurViolence https://t.co/Jz72HsuOcJ
તેલુગુ ભાષામાં કરવામાં આવેલા એક ટ્વિટમાં ભાજપ નેતા અને પુત્રની તસ્વીર પોસ્ટ કરીને લખવામાં આવ્યું, ‘ જુઓ, આ સંસ્કારી લોકો… આ એ જ બે આરોપીઓ છે જેમણે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવી હતી.’
చూశారుగా… వాళ్లే వీళ్ళు.. సంస్కార వంతులు… మణిపూర్ లో మహిళలను నగ్నoగా నడిపించిన ఇద్దరు నిందితులు వీల్లే..#samerss pic.twitter.com/X2GcfDIg8u
— Shankar Kondaparthi (@ShankarKondapa3) July 22, 2023
શું છે સત્ય?
જે બે વ્યક્તિઓની તસ્વીર મણિપુરની ઘટના સાથે જોડીને શૅર કરવામાં આવી રહી છે તે પિતા-પુત્ર છે. તેમાં જે પિતા છે એ મણિપુર ભાજપના ઉપ-પ્રમુખ છે. તેઓ RSS સાથે પણ સંકળાયેલા છે. પરંતુ દેખીતી રીતે મણિપુરની ઘટનામાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમની અને તેમના પુત્રની તસ્વીરને શૅર કરીને ખોટી રીતે મણિપુરની ઘટના સાથે જોડવામાં આવી રહ્યા છે.
ટ્વિટર હેન્ડલ ‘Bunch Of Thoughts’ પરથી ટ્વિટ કરીને આ ફેક ન્યૂઝનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેની સાથે એક સ્ક્રીનશોટ પણ જોડવામાં આવ્યો હતો, જેમાં પણ ભાજપ નેતા અને તેમના પુત્ર પર આરોપ લગાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે મણિપુરની યુવતીઓ સાથે બળાત્કાર અને નગ્ન પરેડ પાછળ RSS-ભાજપની જોડી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ આ ઘટનામાં કોઈ પણ રીતે સંડોવાયેલા નથી.
Fake Alert | मणिपुर राज्य के बीजेपी उपाध्यक्ष व उनके 10 वर्ष के निर्दोष बेटे की तस्वीर को मणिपुर की वायरल वीडियो का दोषी बताकर सोशल मीडिया पर प्रसारित किया जा रहा है।
— Bunch Of Thoughts (@BunchOfThought_) July 22, 2023
पोस्ट में कहा गया है, ''मणिपुर की लड़कियों के साथ बलात्कार और नग्न परेड के पीछे आरएसएस-भाजपा की जोड़ी है।''… pic.twitter.com/XaZ0Tj6447
મણિપુરની ઘટના પર ફેક ન્યૂઝ અને દુષ્પ્રચાર ફેલાવાનો શરૂ થયા બાદ ભાજપ નેતાએ પણ જવાબ આપ્યો હતો. તેમણે એક ટ્વિટના રિપ્લાયમાં કહ્યું કે, ‘તમે શા માટે મારા અને મારા પુત્રના ફોટાનો ઉપયોગ કરી રહ્યા છો? આપણે હવે કોર્ટમાં મળીશું. આ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવા બદલ હું માનહાનિનો કેસ દાખલ કરી રહ્યો છું. હું ચિદાનંદ સિંઘ, મણિપુર ભાજપનો ઉપપ્રમુખ છું અને મારો પરિવાર ક્યારેય આવા ઘૃણાસ્પદ ગુનામાં સામેલ રહ્યો નથી.’
Why u people use photo of myself a my son? Let us meet at Court, I am filling Criminal/defamation suit against those propagating such fake news. I am Chidananda Singh, State Vice President BJP Manipur n my family never involved such heinous crime.
— Chidananda Singh (@ChChidananda) July 23, 2023
તેમણે મણિપુર રાજ્ય પોલીસ વડા (DGP)ને પણ એક પત્ર લખ્યો હતો અને આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે લખ્યું કે તેમનો અને તેમના પુત્રનો ફોટો તેમના ફેસબુક પેજ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફેસબુક અને ટ્વિટર પર અમુક અકાઉન્ટ્સ દ્વારા ફરતો કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ ઘટના સાથે તેમને કે તેમના પરિવારને કશું જ લાગતું-વળગતું નથી અને આ તેમને અને RSSને બદનામ કરવાનો પ્રયાસ છે. જેથી આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે.