બિહાર અને ઉત્તર પ્રદેશમાં હિંદુ મંદિર તેમજ કાંવડ યાત્રા પર પથ્થરમારો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. બિહારના દરભંગામાં મુસ્લિમ ટોળાએ દુર્ગા મંદિર પર પથ્થર ફેંક્યા હતા તો બીજી એક ઘટનામાં યુપીના બરેલીમાં કાંવડયાત્રીઓ પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો. પોલીસે બંને કેસમાં સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી છે.
#BreakingNews | बिहार के दरभंगा में दो समुदाय में तनाव, मुस्लिम समुदाय ने दुर्गा मंदिर पर की पत्थरबाजी..तनाव को देखते हुए भारी पुलिस की तैनाती #BiharNews #DarbhangaNews #darbhanga pic.twitter.com/8GoMvipap2
— India TV (@indiatvnews) July 23, 2023
આ બંને ઘટનાઓ રવિવારે (23 જુલાઈ, 2023) બની હતી. બિહારના દરભંગામાં રવિવારે મોહરમનો ઝંડો લગાવવા મામલે 2 જૂથો વચ્ચે વિવાદ થઇ ગયો. આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ બની. રિપોર્ટ્સ અનુસાર, મુસ્લિમ સમુદાયના અમુક લોકો દુર્ગા મંદિર સામે મોહરમનો ઝંડો લગાવી રહ્યા હતા ત્યારે ઝઘડો શરૂ થયો હતો. મંદિરના શ્રદ્ધાળુઓએ વિરોધ કર્યો હતો અને ત્યારબાદ બોલાચાલી થયા બાદ બંને તરફથી જૂથો એકઠાં થવા માંડ્યાં. આખરે વિવાદ ત્યાં સુધી પહોંચ્યો કે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો.
અહેવાલો જણાવે છે કે મુસ્લિમ સમુદાયના લોકોએ દૂર્ગા મંદિર પર પણ પથ્થરમારો કર્યો હતો. જાણકારી મળતાંની સાથે જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો અને બળપ્રયોગ થકી સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય રહ્યું છે.
બરેલીમાં કાવડયાત્રીઓ પર પથ્થરમારો કરાયો
આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બરેલીથી સામે આવી. શ્રાવણ મહિનામાં ઠેરઠેર કાવડયાત્રીઓ જોવા મળે છે. ઉત્તરનાં રાજ્યોમાં આ પરંપરા બહુ જૂની છે. રવિવારે અહીં કાવડ લઇ જતા ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક વીડિયોમાં એક ગલીમાંથી કેટલાક લોકો પથ્થર ફેંકતા જોવા મળે છે. હિંદુ જાગરણ મંચ અનુસાર, ઘટના બાલખંડી નાથ મંદિર પાસે ઘટી હતી. અહીં એક મસ્જિદ હોવાનું જણાવીને ત્યાંથી પણ પથ્થરમારો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
शान्ति व्यवस्था कायम है, मौके पर पुलिस प्रशासन मौजूद है।
— Bareilly Police (@bareillypolice) July 23, 2023
આ ઘટનાની તપાસ કરતી બરેલી પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થળ પર શાંતિ છે. જ્યારે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટનાના લીધે કાવડયાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે પ્રદર્શન કરીને યાત્રા પર પથ્થરમારો કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.