Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાત250નું સ્થળાંતરણ, NDRF-SDRFની ટીમો સ્ટેન્ડબાય : જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયા...

    250નું સ્થળાંતરણ, NDRF-SDRFની ટીમો સ્ટેન્ડબાય : જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયા બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી શરૂ, 25 હજાર ફૂડ પેકેટ પહોંચાડાશે

    અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ જૂનાગઢમાં બપોરે 1 વાગ્યાથી સાંજ સુધીમાં આશરે સાડા 9 ઇંચ તેમજ ગિરનાર પર તેના કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના 6 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

    - Advertisement -

    જુનાગઢમાં અતિવૃષ્ટિથી જનજીવન ખોરવાયું છે, જળતાંડવના કારણે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી જવાના કારણે પાણી શહેરમાં આવી ગયાં હતાં અને ધસમસતા પ્રવાહ સાથે ગણતરીના કલાકોમાં જ મોટાભાગના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે જેમાં પાણી સોસાયટીમાં ભરાયેલું જોવા મળે છે તો ધસમસતા પ્રવાહમાં વાહનો અને પશુઓ પણ તણાતાં દેખાય છે. આ સ્થિતિ બાદ જનજીવન સામાન્ય કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બચાવકાર્ય માટે ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો બીજી તરફ સામાજિક સંસ્થાઓએ પણ હાથ લંબાવ્યો છે.

    રાજયના કૃષિ તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જૂનાગઢમાં અનાધાર વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિ અંગે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિવિધ કાર્યક્રમોના ઉપક્રમે રાજકોટમાં હતા. પરંતુ જૂનાગઢમાં ભારે વરસાદના સમાચાર મળતા પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવીને તાત્કાલિક રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ ખાતેથી જૂનાગઢના કલેક્ટર સાથે વાત કરીને ત્યાંની તમામ સ્થિતિની માહિતી મેળવી હતી તથા અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરીને તેમને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી. ઉપરાંત તેમણે મુખ્ય સચિવ સાથે પણ આ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીએ રાજકોટથી સીધા જૂનાગઢ જવા પ્રયાસ કર્યો હતો પરંતુ રસ્તા બંધ હોવાથી તેમજ ઓછી વિઝીબિલિટીના કારણે તેઓ જૂનાગઢ જઈ શક્યા નહોતા અને પોતાના તમામ કાર્યક્રમો રદ કરી ગાંધીનગર પરત ફર્યા હતા.

    અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ જૂનાગઢમાં બપોરે 1 વાગ્યાથી સાંજ સુધીમાં આશરે સાડા 9 ઇંચ તેમજ ગિરનાર પર તેના કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના 6 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં આશરે 250 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ લોકોના રહેવા તેમજ ભોજનની વ્યવસ્થા માટે પણ તંત્ર કામે લાગી ગયું છે.

    - Advertisement -

    એક તરફ જૂનાગઢમાં અતિવૃષ્ટિથી જનજીવન ખોરવાયું છે તો બીજી તરફ આપાતકાલીન સ્થિતિ માટે NDRFની બે કંપનીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી છે જ્યારે ત્રીજી કંપની પણ સ્ટેન્ડ બાય છે. આ સાથે જ SDRFની પણ 2 ટીમની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢમાં થયેલી અતિવૃષ્ટિ સામે હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરુરી પગલાં લેવામાં આવ્યા છે અને તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે.

    આ દરમિયાન જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જૂનાગઢમાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત લોકોને ભોજન પહોચાડવા માટે વિવિધ સામાજિક સંથાઓનો સહયોગ લઈને 25 હજારથી વધુ ફૂડ પેકેટ બનાવાઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકો સુધી તેને પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા ગોંડલ નગરપાલિકાની ફાયરની પાંચ ટીમો જૂનાગઢ ખાતે મોકલવામાં આવી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં