ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોહમ્મદ રિયાઝે તેની બહેનનું માથું કાપીને હત્યા કરી નાંખી હતી. કારણ એ હતું કે તે તેની બહેનના ગામના જ એક મુસ્લિમ યુવક સાથેના પ્રેમસબંધોથી નાખુશ હતો. કથિત રીતે તેની બહેન આ યુવક સાથે એક વખત ભાગી પણ ગઈ હતી.
બહેનની હત્યા કર્યા બાદ રિયાઝ હાથમાં કપાયેલું માથું લઈને ચાલતો થયો હતો, જેની તસ્વીર પણ સામે આવી છે. દરમ્યાન, રસ્તામાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ઘટના શુક્રવાર (21 જુલાઈ, 2023)ની હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિથવારા ગામની છે. સ્થાનિકોનું કહેવું છે કે શુક્રવારે સવારે મોહમ્મદ રિયાઝને તેની બહેન આશિફા સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. આ પછી તે ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. પાછા આવીને રિયાઝે આસિફાને કપડાં ધોઈ આપવા કહ્યું. ત્યારબાદ આશિફા ઘરેથી કપડાં ધોવા માટે પાણી લેવા આવી હતી.
थाना फतेहपुर क्षेत्रान्तर्गत ग्राम मिठवारा में सगे भाई द्वारा बहन की गर्दन काट कर हत्या कर देने के सम्बन्ध में अपर पुलिस अधीक्षक, उत्तरी की बाइट-#UPPolice #barabankipolice@Uppolice@adgzonelucknow@igrangeayodhya pic.twitter.com/3wejroxov5
— Barabanki Police (@Barabankipolice) July 21, 2023
આ દરમિયાન રિયાઝે તેના ગળા પર ધારદાર હથિયાર વડે અચાનક હુમલો કરી દીધો હતો. જ્યાં સુધી આસિફાનું ગળું સંપૂર્ણપણે કપાયું નહીં ત્યાં સુધી તે હુમલો કરતો રહ્યો. પછીથી રિયાઝ તેની બહેનનું કપાયેલું માથું હાથમાં લઈને પગપાળા પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે દરમિયાન પોલીસને હત્યાની માહિતી મળતાં અધિકારીઓએ રસ્તામાં જ તેની ધરપકડ કરી લીધી હતી.
દૈનિક ભાસ્કરે પાડોશીઓને ટાંકીને જણાવ્યું હતું કે ગામના જ એક છોકરા સાથે રિયાઝની બહેનને પ્રેમસબંધો હતા. તે તેની સાથે ભાગી ગઈ હતી. આ અંગે તેના પરિવારજનોએ ફરિયાદ પણ કરી હતી. પોલીસે બંનેને ગામની બહારથી પકડી લીધા હતા અને છોકરાને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે આસિફાને પરિવારજનોને સોંપવામાં આવી હતી. આ ઘટના બાદ રિયાઝના ઘરમાં અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. પાડોશીના કહેવા પ્રમાણે રિયાઝ ગુનાહિત માનસિકતા ધરાવનારો માણસ છે અને ગામમાં શાકભાજીનો સ્ટોલ ચલાવે છે. જ્યારે તેની બહેન ગામડાના એક છોકરા સાથે ભાગી ગઈ હતી ત્યારે પણ તે એક કેસમાં જેલમાં બંધ હતો. 15 દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યા બાદ તે બહાર આવ્યો હતો.